Friday, September 12, 2014

Part 2....................એક બાજુ લહુ-જિહાદ (ખૂનામરકી) બીજી બાજુ લવ-જિહાદ (પ્રેમ જાળ)

લેખાંક-2

એક બાજુ લહુ-જિહાદ (ખૂનામરકી) બીજી બાજુ લવ-જિહાદ (પ્રેમ જાળ)

                                                                                                  - સુરેશ ગાંધી

અકબર બાદશાહે એક વાર સંત દાદૂને પ્રશ્ર્ન પૂછ્યો, ``ખુદાની જાત બતાવો. ખુદાનો રંગ ઓળખાવો. ખુદાનું વજૂદ કહો. તેનું શરીર કેવું છે તે કહો ! આ ચાર પ્રશ્ર્નોના ઉત્તરમાં દાદૂએ એક દોહો કહ્યો...
``ઇશ્ક ખુદાકી જાત હૈ, ઇશ્ક ખુદાકા રંગ
ઇશ્ક ખુદા-ઈ-વજૂદ હૈ, ઇશ્ક ખુદાકા અંગ.
સર્વ પ્રશ્ર્નોનો એક જ જવાબ છે - `ઇશ્ક'.

`ઇશ્ક' એટલે પ્રેમ. પણ વિચારકોએ ઇશ્કના પણ બે પ્રકાર બતાવ્યા છે : (1) એક ઇશ્કે હકીકી (2) અને બીજો ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે પરમતત્ત્વ સાથે મળવાનો નિર્મળ પ્રેમમાર્ગ, અને ઇશ્કે મિજાજી એટલે હુશ્નથી આકર્ષાઈ તેના ઉપભોગ માટે જિસ્મ (દેહ) મેળવવાનો પ્રેમમાર્ગ. લવ-જિહાદીઓએ ઇશ્કે મિજાજીનો પ્રેમમાર્ગ પસંદ કર્યો છે. આ માર્ગે બિન-મુસ્લિમ યુવતીઓને ફસાવવાની અનેક ચોંકાવનારી ઘટનાઓ ઘટી છે જેની નોંધ કેરળની અગ્ર પત્રિકાઓએ લીધી છે. `ધ જન્મભૂમિ'ના 17 સપ્ટેમ્બર, 09ના અંકમાં દર્શાવ્યા મુજબ પાકિસ્તાન સ્થિત લશ્કરે તોઈબાએ લગભગ 1996ની આસપાસમાં લવ-જિહાદના આ કાવતરાનું અમલીકરણ કરવાની શરૂઆત કરી. પાકિસ્તાનમાં તાલીમ પામેલા લવ-જિહાદી રોમિયોએ ઉત્તરપ્રદેશના મેરઠમાં સૌ પ્રથમ શરૂઆત કરી. સન 1996-98ના સમયગાળામાં અખબારી રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશમાં અનેક યુવતીઓ લવ-જિહાદનો ભોગ બની. લવ-જિહાદનો બીજો તબક્કો મહારાષ્ટ્રમાં પૂણેની આસપાસ શરૂ થયો. સન 2004માં આ ઑપરેશન બેંગ્લોરમાં થયું અને ત્યાંથી આ ષડયંત્ર સમગ્ર કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાં વાવાઝોડાની માફક વ્યાપી ગયું. આની અનેક ઘટનાઓ ધીમે ધીમે પત્રકારો બહાર લાવતા ગયા.
`ધ જન્મભૂમિ' 18 સપ્ટેમ્બર, 09ના અંકમાં Romance, Mates prey' મથાળા હેઠળ છપાયેલી ઘટનાઓ આ મુજબ હતી.
કોઈમ્બતૂરની એક કૉલેજમાં અભ્યાસ કરતી એક તરુણીને ત્યાંની ઈખજ કૉલેજના એક રોમિયોએ પ્રેમજાળમાં ફસાવી. લગ્ન કરવાના વચન સાથે તરુણીને બેંગ્લોર લઈ જવામાં આવી, ત્યાં તેનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું. તેના આશ્ર્ચર્ય સાથે તેની મધુરજનીની રાત્રે તેનો પતિ નહીં પણ છથી સાત જેટલા તેના પતિના મિત્રોએ તેના કક્ષમાં પ્રવેશ કર્યો અને સાત દિવસ સુધી તેના પર તમામ નરાધમોએ બળાત્કાર ગુજાર્યો. આખરે હોટેલના વેઇટરની મદદથી તે છટકી જવામાં સફળ રહી.
બીજી ઘટના કોઝીકોડ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતી એક તરુણીની સાથે મલપ્પુરમના જલાલુદ્દીન નામના યુવકે સેલફોન દ્વારા વારંવાર સંપર્ક કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી. તેની સાથે લગ્ન કરવાના બહાને તેને એક જૈન રીસોર્ટમાં લઈ જવામાં આવી. ત્યાં યુવકે આ તરુણી સાથે શારીરિક સંબંધો બાંધી તેને રખડતી મૂકીને ભાગી ગયો.

40 યુવતીઓનું મતાંતરણ

`મંગલમ્‌' પત્રિકાના ફેબ્રુઆરી 09ના અંકમાં '40 Religious conversions in kozhikoda in the last month મથાળા હેઠળ છપાયેલા સમાચારમાં લખ્યું હતું કે `મેંગ્લોરમાં એક લઘુમતી ટ્રસ્ટ દ્વારા ચલાવાતી નર્સિંગની એક સંસ્થામાં દાખલ થયેલી યુવતીઓમાંથી માત્ર ગયા મહિને જ 40 વિદ્યાર્થિનીઓનું આ જ સંસ્થામાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે, જેમાં 32 હિન્દુ તરુણીઓ છે અને 8 ખ્રિસ્તી તરુણીઓ છે; જેમાંથી 6 કર્ણાટક અને આંધ્રની અને બાકીની તમામ કેરાલાની હતી. આ લઘુમતી ટ્રસ્ટ મેંગ્લોરમાં બે કૉલેજો ચલાવે છે જે ખૂબ ઓછી ફી વિદ્યાર્થીઓ પાસેથી લઈ અહીં પ્રવેશ મેળવવા તેમને લલચાવે છે. સમાચાર અનુસાર ભોગ બનેલને ટેરરીસ્ટ બનાવવામાં આવે છે. આ એ જ સંસ્થા છે જેમાંથી વર્ગીસ જૉસેફ ઊર્ફે મોહંમદ યાસીન નામનો ત્રાસવાદી પેદા થયો હતો, જેને જમ્મુ પોલીસે ઠાર માર્યો હતો.
`ધ જન્મભૂમિ' 18 સપ્ટેમ્બર, 09ના અંકમાં છપાયેલ પોલીસના ક્રાઇમ રકોર્ડ બ્યુરોના તારણ મુજબ 2007માં 2167 અને 2008માં 2530 જેટલી યુવતીઓ ઘર છોડી ભાગી ગઈ છે. આ ભાગેડુ તરુણીઓ મોટે ભાગે અખાતી દેશોના કૂટણખાનામાં ધકેલાઈ જાય છે. અખાતી દેશોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવકો રોજગારી અર્થે આવે છે. અખાતી દેશોમાં વેશ્યાવૃત્તિ ચલાવતી આરબ અને ગોરી વેશ્યાઓ આ એશિયાઈ યુવકોને હલકી નજરે જુએ છે. તેમના સંસર્ગમાં રહેવાનું તે પસંદ કરતી નથી. પોતાની શારીરિક સેવાઓ આપવાનું આ વેશ્યાઓ ટાળે છે. તેથી અખાતી દેશોમાં ભારત જેવા દેશોમાંથી આવેલી યુવતીઓની આ ધંધામાં ખૂબ મોટી માંગ છે.
લવ-જિહાદીઓ ઉચ્ચ કૂળના પરિવારોની યુવતીઓને ખાસ શિકાર બનાવે છે. પંજાબની સુપ્રસિદ્ધ લેખિકા અમૃતા પ્રિતમની પ્રેમ ચર્ચા સમગ્ર પંજાબમાં ચર્ચાના ચગડોળે ચડેલી. આ અમૃતા પ્રિતમે 100 કરતા પણ વધારે ગ્રંથો લખ્યા હતા. તે ઉત્તમ સાહિત્ય સર્જક હતી. આ સુપ્રસિદ્ધ લેખિકાને જ્ઞાનપીઠ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવી મહિલા પણ પ્રેમના ચક્કરમાં ફસાઈ અને અમરોઝ નામના મુસ્લિમ ચિત્રકારની જીવન સંગીની બની ગઈ હતી.
સૌથી ચકચાર મચાવનાર લવ-સ્ટોરી તો છત્તીસગઢના મુખ્યમંત્રી અજીત જોગીની પુત્રી અનુશાની છે. 20 વર્ષની અનુશાને એક લવ-જિહાદી રોમિયોએ પ્રેમમાં ફસાવી. દિલ્હીની સેન્ટ સ્ટિફન્સ કૉલેજમાં અભ્યાસ દરમિયાન આ રોમિયોએ અનુશાને જાળમાં ફસાવેલી. અનુશા આ રોમિયો સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ ગઈ હતી પરંતુ અજીત જોગીને ખબર પડી જતાં તેમણે પોતાની પુત્રી અનુશાને અમેરિકા ભણવા માટે મોકલી આપી. તો પેલો લવ-જિહાદી રોમિયો પણ અમેરિકા પહોંચી ગયો. આખરે પિતાએ અનુશાને પાછી ઇન્દોર બોલાવી લીધી. પણ આ લવ-સ્ટોરીનો અંત અત્યંત કરુણ આવ્યો. અનુશાએ 12-5-2000ના રોજ આત્મહત્યા (?) કરી લીધી.

મુસ્લિમ યુવતી હિંદુના પ્રેમમાં પડે તો?
અલબત્ત આનાથી ઊલટી ઘટના બને એટલે કે જો મુસ્લિમ યુવતી હિન્દુ યુવકના પ્રેમમાં પડે તો યુવકને જ મરવું પડે છે. બેંગ્લોરમાં આવી જ એક ઘટના બની જેમાં ખ્રિસ્તી યુવકે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યું તો યુવકની પીઠમાં છરો ભોંકી તેને મારી નાખવામાં આવ્યો.
તાજેતરમાં જમ્મુમાં રાકેશ શર્મા નામના યુવકે અમીના નામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યું. અમીનાએ હિંદુ ધર્મ અપ્નાવ્યો. તો જમ્મુની પોલીસે બંનેને પરેશાન કરી નાખ્યાં. અનેક ખોટા કેસ રાકેશ સામે દર્જ કરી તેને હવાલાતમાં બંધ કરી દીધો. એવું કહેવાય છે કે જેલમાં જ રાકેશને ફાંસીના દોરડે જમ્મુની પોલીસ દ્વારા લટકાવી દેવામાં આવ્યો. આજે નિરાધાર અમીના ન્યાય માગે છે. જોકે પોલીસે આને આત્મહત્યાની ઘટનામાં ખપાવી દીધી છે. ઑગસ્ટ 2009ના `માતૃભૂમિ' પત્રિકાના અંકમાં એક કિસ્સો વર્ણવ્યો છે, તે આ મુજબ છે. પુલીમઠનો રામમોહન અને કટુપુરમની મુસ્લિમ યુવતી શમાઅનમોલ એકબીજાના પ્રેમમાં પડે છે. તામિલનાડુના એક મંદિરમાં બંનેનાં લગ્ન યોજાય છે. યુવતી હિંદુ ધર્મ અંગિકાર કરે છે. યુવતીના પિતાએ કરેલી ફરિયાદના સંદર્ભમાં આ દંપતીને ત્રિવેન્દ્રમની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. શમાના નિવેદનને આધારે કોર્ટ બંનેનાં લગ્ન માન્ય કરી સાથે રહી શકવાનો ચુકાદો આપે છે. જોકે તે જ રાત્રે શમાના મુસ્લિમ સંબંધીઓનું મોટું ટોળું રાજમોહનના ઘરે આવી જબરજસ્તીથી શમાને ઉઠાવી જાય છે.
હવે આપણે આ સમસ્યાના મૂળ સુધી જઈને વિચારીએ કે હિન્દુ તરુણીઓ લવ-જિહાદમાં કેમ ફસાય છે ?

કેરળની મહિલાઓની માનસિકતા
કેરળ સરકારની 2001ની જનગણના અનુસાર કેરળમાં દર 1000 પુરુષોના અનુપાતમાં 1058 મહિલાઓ છે. કેરળમાં કેળવણીનું પ્રમાણ ઊંચું છે. કેરળનો જન-કાર્યસમૂહ (work force) ખૂબ ઊંચો છે. વળી અહીં મહિલાઓ પરંપરાગત રીતે અનેક વ્યવસાયોમાં (Dominant) પ્રભુત્વ ધરાવે છે. કેરળની યુવતી (career conscious) કારકિર્દી બનાવવા અતિ આતુર છે. તે પ્રગતિશીલ વિચારોવાળી (progressive) છે. ભારતની સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ કેરળની હતી. પહેલી મહિલા સર્જન પણ કેરળની હતી. કેરળમાં અનેક માતૃવંશી પરિવારો છે, જેમાં પુરુષ નહીં પણ મહિલા પરિવારની મુખિયા છે. ટૂંકમાં કેરળની યુવતી આક્રમક અને પ્રગતિશીલ (agrassive and progressive) છે. આ બધાં કારણોથી તે જલદીથી લલચાઈને લવ-જિહાદમાં લપટાઈ જાય છે.
સમાજ પર સામ્યવાદનો પ્રભાવ

કેરળના સમાજમાં સામ્યવાદ (communism)નો જબરો પ્રભાવ છે. મોટા ભાગના સામ્યવાદીઓ ઐજ્વા જાતિના છે. ઐજ્વા જાતિ સામાજિક રીતે પછાત જાતિ ગણાય છે. અનેક વર્ષોથી સામાજિક અને આર્થિક રીતે પછાતપણાનો ભોગ બનેલી કેરળની તમામ જ્ઞાતિઓ ત્યાંના ઉચ્ચ વર્ગ માટે ભારે રોષ ધરાવે છે. સામ્યવાદી બનતાં આ લોકો હિન્દુ-વિરોધી, ધર્મ-વિરોધી, ઈશ્ર્વર-વિરોધી બની ગયા છે. તેમના પરિવારમાં ધર્મના સંસ્કારોનાં મૂળિયાં ક્ષીણ થઈ ગયાં છે. સામ્યવાદી
પરિવારોમાંથી હિંદુ દેવ-દેવીઓની મૂર્તિઓ, તસવીરો, હિન્દુ ચિહ્નોનો લોપ થવા માડ્યો છે. આને પરિણામે આ કહેવાતા હિન્દુ પરિવારોમાં આસ્થા (Faith)નો જબરદસ્ત ખાલીપો ઊભો થયો છે. તેમના જીવનનો આધ્યાત્મિક આધાર તેમણે ગુમાવી દીધો છે. નવી પેઢીને હિન્દુત્વનું કંઈ જ્ઞાન નથી. તેમનાં માતાપિતા મંદિરે જતાં નથી, તેમજ કોઈ ધાર્મિક સાહિત્ય વાંચતાં નથી, કોઈ ધાર્મિક વિધિ પણ પરિવારમાં થતી નથી.
તેનાથી ઊલટું ઘણા હિંદુ પરિવારોમાં તો ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનાં ધાર્મિક ચિહ્નો અને સાહિત્ય જોવા મળે છે, કારણ કે આ લોકો પોતાને પ્રગતિશીલ અને સેક્યુલર બતાવવા માગે છે. વધુમાં તેમના જીવનમાં ધર્મનું સ્થાન સત્તા (ાર્જ્ઞીયિ)એ લીધું છે. તેથી સત્તા માટે બે મોટાં ગઠબંધનોમાં હિંદુ સમાજ વહેંચાઈ ગયો છે. પછાત ઐજ્વા હિંદુઓએ મુસ્લિમો સાથે ગઠબંધન કર્યું છે જ્યારે ઉચ્ચ વર્ગના નાયરોએ ખ્રિસ્તીઓ સાથે ગઠબંધન કર્યું છે. પરિણામે ત્યાંનો હિંદુ ઐજ્વા, હિંદુ નાયર કરતાં કેરળના મુસ્લિમની વધારે નજીક છે અને હિંદુ નાયર, હિંદુ ઐજ્વા કરતાં કેરળના ખ્રિસ્તીની વધારે નજીક છે. આ સ્થિતિમાં હિંદુ વિચાર માટે મોકળાશ રહી નથી. આમ હિંદુ વિચાર મંદ પડતાં પ્રગતિશીલ, આધુનિક વિચારોવાળી, યુનિવર્સિટીની ડિગ્રી ધરાવતી, કેરિયર ભૂખી યુવતી સહેલાઈથી લવ-જિહાદનો ભોગ બની જાય છે કારણ કે હિંદુત્વનું ગૌરવ કે જેની જડો વ્યક્તિને પોતાના ધર્મમાં જકડી રાખે છે તે હિંદુ-ગૌરવ જ ઢીલું અને સુસ્ત બની ગયું છે. (નોંધ - જોકે થોડાં વર્ષોથી હવે કેરળમાં ભારે ગતિથી હિન્દુ જાગરણ અને હિંદુ સંગઠન થઈ રહ્યું છે તેની નોંધ આખો દેશ લઈ રહ્યો છે)
લવ-જિહાદનો ભોગ બનેલી એક યુવતીના પિતા જે સરકારી અધિકારી હતા, તેમની સાથેની એક મુલાકાતમાં તેમણે દિલ ખોલીને અત્યંત નિખાલસપણે જે કથની કહી તે નીચે પ્રમાણે છે. તેમણે કહ્યું...
``મારી પુત્રી લઘુમતી સંચાલિત એક એન્જિનિયરિંગ કૉલેજમાં ડિગ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. કૉલેજના લવ-જિહાદી રોમિયોએ આ કૉલેજની દસથી બાર યુવતીઓને શિકાર બનાવી જેમાં મારી પુત્રી પણ હતી. પરીક્ષાના અંતિમ દિવસે તે પરીક્ષા આપ્યા બાદ ઘરે પાછી આવી જ નહીં. મોડી રાત્રે એક રોમિયોનો ફોન મારા પર આવ્યો કે મારી પુત્રીનું લગ્ન થઈ ગયું છે અને તેણે મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો છે. મારી પુત્રી શાંત સ્વભાવની અને અભ્યાસમાં તેજસ્વી હતી. તે ગીતા, બાઇબલ અને કુરાનનો પણ અભ્યાસ કરતી.
મને લાગ્યું કે તે બધા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરી રહી છે. પણ પાછળથી મને ખબર પડી કે તેની પાસે મલયાલમ ભાષામાં છપાયેલું ઇસ્લામ ધર્મનું અઢળક સાહિત્ય હતું. લવ-જિહાદીએ તેનું બ્રેઇન-વૉશીંગ કરી નાખ્યું હતું. તે ઇસ્લામથી પ્રભાવિત થઈ ચૂકી હતી. તેણે મંદિરે જવાનું બંધ કર્યું હતું. તેણે કપાળમાં બિંદી લગાવવાનું બંધ કર્યું હતું. હું તેને આગ્રહ કરી શકતો ન હતો, કારણ કે હું જ સામ્યવાદી હોવાથી મંદિરે જતો ન હતો. વધુમાં મારા ઘરમાં ધર્મના સંસ્કારો મળે તેવું કોઈ વાતાવરણ ન હતું. મારી પુત્રીમાં થતાં પરિવર્તનો ઓળખવામાં હું નિષ્ફળ નીવડ્યો હતો. આમ મારી એક પુત્રી તો ચાલી ગઈ પણ હવે મને મારી બીજી પુત્રીની ચિંતા છે. અગાઉની ઘટનાનું પુનરાવર્તન મારા પરિવારમાં ન થાય તેની હું કાળજી રાખું છું.

શિક્ષણ ક્ષેત્રમાં સંસ્કારનો ખાલીપો
સન 1956માં કેરળ પ્રદેશ અલગ બન્યો ત્યારથી આજ દિન સુધી શિક્ષણમંત્રી તરીકે માત્ર એક હિન્દુને બાદ કરતાં બાકીના તમામ શિક્ષણમંત્રીઓ અ-હિન્દુ રહ્યા છે. વધુમાં કેરળના જીવનમાં ખ્રિસ્તી, મુસ્લિમ અને સામ્યવાદીઓના પ્રભાવને કારણે કેરળનાં પાઠ્યપુસ્તકોમાંથી હિંદુ દેવ-દેવીઓ, સંતો, મહાપુરુષો, સમાજસુધારકો તથા હિંદુ સંસ્કારોને દ્ઢ બનાવે તેવી તમામ વિગતો કાઢી નાખવામાં આવી છે.
એક રસપ્રદ ઘટના એવી પણ છે કે સન 1973માં પંડિત નહેરુનાં લખાણોનો એક સંગ્રહ કેરળની શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે લેવાનો નિર્ણય થયો. આ પુસ્તકમાં સ્વતંત્રતા પૂર્વેની મુસ્લિમ લીગની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી અને લીગની નીતિઓની ટીકા પણ કરવામાં આવી હતી. કેરળની મુસ્લિમ લીગે આનો જબરદસ્ત વિરોધ કર્યો. પરિણામે કેરળની શાળાઓમાં અભ્યાસક્રમમાંથી નહેરુનું આ પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું. રાજનીતિનો કરિશ્મા ગણાતી અને પાકિસ્તાનના ટુકડા કરી નાખનાર લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી પણ કેરળના મુસ્લિમોની જીદ આગળ ઝૂકી ગયાં.
તરૂણીઓ પર બોલીવુડનો પ્રભાવ
કેરળની નવી પેઢીમાં બોલીવુડનો ભારે પ્રભાવ છે. જોકે કેરળમાં મલયાલમ ફિલ્મોની ભરમાર છે છતાં હિન્દી ફિલ્મો ત્યાં ભારે લોકપ્રિય છે. છેલ્લા બે દશકામાં સંખ્યાબંધ મુસ્લિમ હીરો ફિલ્મમાં ચમકવા લાગ્યા છે. અગાઉ બોલીવુડની ફિલ્મો પારસી, મારવાડી, સિંધી, ભાટિયા અને લોહાણા વેપારીઓના પૈસાથી બનતી.
હવે આ ફિલ્મોમાં અન્ડરવર્લ્ડનું અઢળક નાણું ઠલવાતું હોવાથી યોજના અનુસાર કતારબંધ મુસ્લિમ ખાનો હીરો બનીને આવી ગયા છે. અનુપમખેરની ફિલ્મ ધ વેન્સ ડે માં એક્ટર બનવાની ઇચ્છા ધરાવતો એક યુવક પોલીસ ઓફિસર સાથેની વાતચીતમાં બોલે છે `સર ફિલમ મૈં હમ હીરો કૈસે બન સકતે હૈં, વહાઁ તો સબ ખાન હી ખાન હૈં.' થિયેટરો અને ચનલો પર દર્શાવતી હિન્દી ફિલ્મોમાં શાહરૂખખાન, સલમાનખાન, આમિરખાન, સૈફ અલીખાન, અરબાજખાન, સોહિલખાન, ફરદીનખાન, ઈમરાન હાશ્મી અને અમીરખાનના ભાણિયા ઇમરાનખાનથી માંડી ફરહાન અખ્તર સુધીના મુસ્લિમ હીરો હિન્દુ હીરોઈનો સાથે ભરપૂર રોમાન્સ કરતા બતાવવામાં આવે છે તેની સૂક્ષ્મ અસર આ કુમળી અને નબળા મનની હિન્દુ તરુણીઓ પર પડે છે. આ મુસ્લિમ અભિનેતાઓ હિન્દુ તરુણીઓના મનના માણીગર અજાણપણે બની જતા હોય છે. તરુણી વિચારે છે કે ફિલ્મની હિન્દુ હીરોઈન કોઈ મુસ્લિમ ખાન સાથે રોમાન્સ કરતી હોય તો હું પણ કોઈ ખાન સાથે રોમાન્સ કેમ ન કરું ? નબળી માનસિકતાવાળી આ હિન્દુ તરુણીઓના મનમાં રોમાન્સનાં બીજ વવાઈ ગયા બાદ શાહીન ફોર્સ જેવી મુસ્લિમ મહિલા ગેંગો ઇશ્કની વાડ પર ઊભેલી તરુણીને સંયમની વાડ ઠેકીને કોઈ રોમિયોએ પાથરેલી જાળમાં કબૂતરીની માફક ફસાઈ જવામાં ધક્કો મારવાનું કામ કરે છે.
અંગ્રેજીમાં જેને silly sixteen કહે છે તેવી ટીનેજર્સ તરુણીઓ 16 વર્ષની ઉંમરે (silly) મૂર્ખ, ભાવુક, ભોળી હોય છે. તેની આ અવસ્થા પણ તેને લવ-જિહાદનો શિકાર બનાવી દે છે.
બોલીવુડનો તરુણીઓના મન પર કેટલો પ્રભાવ હોય છે તે બાબતની એક ચોંકાવનારી ઘટના મુંબઈમાં બનેલી. કૌશલ્યા સુદર્શન નામની એક તરુણી મુંબઈમાં કફ પરેડમાં રહે છે. તે શાહરૂખ ઉપર એટલી ફિદા હતી કે એક દિવસ આવેશમાં આવી જઈ શાહરૂખનો ફોટો છાતીસરસો ચાંપી ત્રીજા માળેથી ભૂસકો માર્યો. સદ્‌ભાગ્યે તે ફ્રેક્ચર સાથે બચી ગઈ. પણ આ ઘટનાની નોંધ વર્તમાનપત્રોએ લઈ તરુણીઓની માનસિકતા તરફ સમાજનું ધ્યાન દોરવાનો અવશ્ય પ્રયત્ન કર્યો હતો.
અંતમાં....

વાચક મિત્રો, આ લવ-જિહાદીઓ માત્ર હિન્દુ અને ખ્રિસ્તી તરુણીઓને જ શિકાર બનાવે છે એવું નથી, તેઓ હિન્દુ અને ખ્રિસ્તી યુવકોને પણ લવ-જિહાદના ષડયંત્રમાં ફસાવી તેમને બરબાદ કરે છે.

No comments:

Post a Comment