Sunday, September 28, 2014

VIDEO: 'USમાં વસતા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો'; પાંચ મિનિટ સ્ટેન્ડિંગ ઓવેશન, 75 મિનિટ સંબોધન

મોદીએ અમેરિકામાં વસતા ભારતીયોને સતત 75 મિનિટ સુધી સંબોધન કર્યું.



(મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે NRIsને સંબોધતા વડાપ્રધાન મોદી)

- ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આપેલું ભાષણ 80 દેશમાં લાઈવ જોવા મળ્યું
- હજારો લોકોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિશાળ સ્ક્રિનમાં મોદીનું ભાષણ લાઈવ જોયું
- પીઆઇઓ કાર્ડ હોલ્ડર્સ માટે મોદીએ આજીવન ભારતીય વિઝા આપવાની જાહેરાત કરી
-  ડેમોક્રેસી, ડેમોગ્રાફી ડિવીડન્ડ અને ડિમાન્ડ ભારતની ત્રણ મોટી તાકાત
- ભારતે મંગળયાન અમદાવાદના રિક્ષા ભાડા કરતાં પણ સસ્તામાં પહોંચાડ્યું
'હું નાનો માણસ છું, ચા વેચતાં વેચતાં અહીં આવ્યો છું, મારે નાના લોકો માટે મોટા કામ કરવા છે'
અમેરિકાપ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કસ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત એક ભવ્ય સમારંભમા નરેન્દ્ર મોદીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, એક જમાનો હતો કે, જ્યારે ભારતને સાપોનો અને કાળા જાદુ કરનારાઓનો દેશ માનવામાં આવતો હતો પરંતુ આજે ભારતે આઈટીમાં કમાલ કરી બતાવી છે. હવે ભારતના યુવાનો માઉસ ફેરવીને સમગ્ર દુનિયાને ફેરવે છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયાનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે અને તેના માટે અમેરિકામાં વસતા ભારતીયોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. લોકસભા ચૂંટણી જીતાડીને લોકોએ તેમના ખભે જે જવાબદારી મૂકી છે તેને તેઓ નિષ્ઠાથી નિભાવશે અને કોઈને નીચાજોણાનો સમય નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર રચાયા બાદ તેમણે ૧૫ મિનિટનું પણ વેકેશન લીધું નથી.
૨૧મી સદી ભારતની છે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ અને સૌથી યુવાન દેશનું સંમિશ્રણ છે માટે તેની વિકાસની સંભાવનાઓ પણ અમાપ છે. તેના સામર્થ્યને આજે અમેરિકાએ પણ સ્વીકાર્યું છે કે, ૨૧મી સદી ભારતની છે.
મોદીનું સ્ટેજ દર ૧૫ મિનિટે ૩૬૦ ડિગ્રી ફરતું હતું
મેડિસન સ્ક્વેરમાં મોદી માટે ૬ ફૂટ વ્યાસનું એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું, જે દર ૧૫ મિનિટના અંતરાલે ૩૬૦ ડિગ્રી ફરતું રહેતું હતું. આ સાથે જ ન્યૂયોર્કના સુપ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદીના ભાષણને લાઇવ બતાવવામાં આવ્યું હતું. મોદીના સન્માન સમારંભમાં એક ગવર્નર અને ૪૫ સાંસદએ ભાગ લીધો હતો. મોદીએ જાહેરાત કરી કે અમદાવાદમાં આ વખતનો ભારતીય દિવસ ઉજવવાશે.
NRI ગંગાની સફાઈમાં યોગદાન આપે
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડેમોક્રેસી, ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને ડિમાન્ડ આ ત્રણેય વસ્તુઓ દુનિયામાં ફક્ત ભારત પાસે જ છે. ભારતે ગંગા શુદ્ધિકરણ અને સ્વચ્છતા અભિયાન છેડયું છે. ગંગાની સફાઇ માટે તમે પણ યોગદાન આપો.
પ્રવાસન હેતુ માટે વિઝા ઓન અરાઇવલની જાહેરાત
મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વિઝા ધરાવનાર લોકોને લાઇફ લોંગ વિઝા આપવામાં આવશે. જે લોકો લાંબા સમયથી ભારતમાં રહે છે તેમને વારંવાર પોલીસ સ્ટેશનોમાં જવાની જરૃર નહીં રહે. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજીન (પીઆઇઓ) અને ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) વચ્ચેના તફાવતને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે લોકોને ભારતીય મૂળની પત્ની નથી ધરાવતા તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે મોદીએ પીઆઇઓ અને ઓસીઆઈ સ્કીમને એક કરી દેવાની જાહેરાત કરી હતી. અમેરિકન નાગરિકોને લાંબા સમયના વિઝા આપવાની અને વિઝા ઓન અરાઇવલની સાથે જ એનઆરઆઈઓ માટે ટૂંક સમયમાં જ એક નવી સ્કીમની જાહેરાત કરવાની વાત પણ કરી હતી.
સેન્ટ્રલ પાર્કમાં વિશ્વશાંતિની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક ખાતે રોક સમારંભમાં વિશ્વશાંતિ માટે આહ્વાન કર્યું હતું. મોદીએ પાંચથી સાત મિનિટ અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. સમાપ્તિ મોદીએ સંસ્કૃતના શ્લોક સાથે કરી હતી.૧૫મી ઓગસ્ટેના રોજ લાલ કિલ્લા પરથી આપેલાં ભાષણમાં કરેલા સફાઇનાં આહ્વાનનો વડા પ્રધાને ન્યૂયોર્કમાં પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે યુવાશક્તિ વિશ્વને બદલી નાખશે. વિશ્વભરમાં સ્વચ્છતા અને ગરીબી ઉન્મૂલન માટે અભિયાન ચલાવી રહેલાં સંગઠન ગ્લોબલ સિટિઝનના કાર્યકરોને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે ન્યૂયોર્કવાસીઓ તમે કેમ છો... ટેલિવિઝન, સ્માર્ટફોન,ટેબ્લેટ અને લેપટોપ પર કાર્યક્રમ જોઇ રહેલાં લોકોને નમસ્તેનું અભિવાદન કર્યું હતું.
મેડિસન સ્ક્વેર ખાતે પત્રકાર રાજદીપ સરદેસાઈ પર હુમલો
મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે નરેન્દ્ર મોદીનાં ભાષણ પહેલાં કેટલાક મોદીસમર્થકોએ ભારતીય પત્રકાર રાજદીપ સરદેસાઈ પર હુમલો કર્યો હતો. એમ માનવામાં આવે છે કે કેટલાક મોદીસમર્થકો સાથે ચડભડ થયા બાદ ધક્કામુક્કીની નોબત આવી હતી. રાજદીપે જણાવ્યું હતું કે મેડિસન સ્ક્વેર ખાતે કેટલાક મૂર્ખો પણ હતાં.

Wednesday, September 24, 2014

ભારતનું મંગળયાન સફળતાપુર્વક મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત થઇ ગયુ

વિશ્વ વારંવાર નિષ્ફળ, ત્યારે ભારત પ્રથમ પ્રયાસે થયું પાસ

મંગળ પર યાન મોકલનારો એશિયાનો પ્રથમ અને વિશ્વનો ચોથો દેશ બની ગયું ભારત

 
 
ભારતનું મંગળયાન સફળતાપુર્વક મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત થઇ ગયુ છે. વિશ્વભરમાં આ યાનની હિલાચાલ પર નજર રાખવામાં આવતી હતી, અને સફળતાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે. અત્યાર સુધી મંગળ પર 51 મિશન વિશ્વ કક્ષાએ યોજવામાં આવ્યા છે જેમાંથી રશિયા, અમેરિકા અને યુરોપીયન સ્પેસ એજન્સીને સફળતા મળી છે. ભારતે પ્રથમ પ્રયત્નમાં જ ખુબજ ઓછા ખર્ચે (અન્ય દેશોના પ્રોજેક્ટ્સની સરખામણીએ) બનેલા મંગળયાનને મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત કરવાની સફળતા મેળવી છે. ભારત હસ્તક અત્યારે પૃથ્વીની સંચાર કક્ષામાં 35 ઉપગ્રહો છે જે ટેલિવિઝન બ્રોડકાસ્ટીંગ અને રિમોટ સેન્સીંગની કામગીરી સાથે જોડાયેલા છે. ગત વર્ષે ભારતે સૌથી પહેલો મિલિટરી સેટેલાઇટ પણ લોન્ચ કર્યો હતો, જેનાથી નેવલ ઇન્ટેલિજન્સમાં મદદ મળે છે. અહીં વિશ્વના ખાસ માર્સ મિશન વિશે માહિતી આપવામાં આવી છે.ઈસરોએ પ્રથમ પ્રયાસમાં જ યાનને મંગળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનો બનાવનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં મોકલવામાં આવેલા યાનના સ્તર તથા ખનીજ બંધનનો અભ્યાસ કરશે. ઉપરાંત યાન પર મુકવામાં આવેલા મિથેન સેન્સર્સની મદદથી ત્યાંના કેમિકલ બંધારણ અંગે માલૂમ પડશે.
 
અગાઉ માત્ર અમેરિકા, યુરોપ તથા રશિયા જ મંગળ પર તેમના યાન ઉતારી શક્યા છે. એશિયામાંથી જાપાન અને ચીન નિષ્ફળ રહ્યાં છે. ભારતનું મિશન મંગળયાન વિશ્વની અન્ય તમામ એજન્સીઝ કરતાં સસ્તું મિશન છે.
અમેરિકી યાન મેવન સોમવારે રાત્રે પહોંચ્યું

સોમવારે રાત્રે અમેરિકાનાં મેવને  મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો. બધા સેન્સર્સ અને સિસ્ટમ્સને ચાલુ કરી દેવામાં આવ્યાં છે. આ યાન લોકહેડ માર્ટિન કોર્પોરેશને તૈયાર કર્યું છે. આ કંપની વિમાન પણ બનાવે છે અને ભારતીય વાયુદળને હળવા લડાયક વિમાનો આપવાની સ્પર્ધામાં પણ હતી.
 
નાસાના મિશન ચીફ દોવસ્કીએ ભારતના મિશનના સફળતાની કામના કરી છે. મેવન યાન મંગળ પરના વાતાવરણનો અભ્યાસ કરશે. આ યાનને તા. 18 નવેમ્બર 2013ના લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યારે તે સોમવારે (તા. 22મી સપ્ટેમ્બર 2014)ના મંગળ પર પહોંચ્યું 
 

અમેરિકાનું ક્યુરિયોસિટી 


નાસા દ્વારા ક્યુરિયોસિટી મોકલવામાં આવ્યું હતું. તા. 26મી નવેમ્બર 2011ના મોકલવામાં આવેલું આ યાન તા. 6 ઓગસ્ટ 2012ના પહોંચ્યું હતું. આ યાનની ઉપર લેબોરેટ્રી પણ છે. જે ખડકો, રેતી, સ્થાનિક ભૂગોળ સ્થિતિ, તથા વાતાવરણનો અભ્યાસ કરી રહ્યું છે.  
માર્સ એક્સપ્રેસ

તા. 2 જૂન 2003ના આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. તા. 26મી ડિસેમ્બર 2003ના આ યાન મંગળ પર પહોંચ્યું હતું. તે સમયે યુરોપિયન સ્પેસ એજન્સીએ 300 મિલિયન યુરોનો ખર્ચ કર્યો હતો. તેનું મુખ્ય કામ મંગળની હાઈ ડેફિનેશન તસવીરો લેવાનું તથા મંગળ પરના વાતાવરણનો અભ્યાસ કરવાની છે. 
1.  અમેરિકાનું મરિનર 1964માં બીજી સીડી પર જ નાપાસ થયું હતું
કુલ 21 મિશન મોકલ્યાં:  પહેલી વખત 1964માં અમેરિકાએ મરિનર-3 યાન મોકલ્યું હતું. તે પૃથ્વીની કક્ષા પહેલાં જ નષ્ટ થઇ ગયું હતું. - 9 મંગળની કક્ષામાં પહોંચ્યાં. - 1 યાન પૃથ્વીની કક્ષા પહેલાં નષ્ટ થયું. - 1 પૃથ્વીની કક્ષા સુધી પહોંચી શક્યું. - 4 ડેન્જર ઝોનમાં ગાયબ - 4 લેન્ડર અને 4 રોવર સફળ.
 
2.  રશિયા (સોવિયત સંઘ) 1960-71 સુધી નવ વખત અસફળ
કુલ 19 મિશન મોકલ્યાં: પહેલો સફળ પ્રયાસ 1971માં જ માર્સ-2 હતો, જે મંગળની કક્ષા સુધી પહોંચ્યો. - 4 મંગળની કક્ષા સુધી પહોંચ્યું. - 1 મંગળની કક્ષા સુધી પહોંચીને ફેલ. - 5 ડેન્ઝર ઝોનમાં ગાયબ. - 3 પૃથ્વીની કક્ષા સુધી પહોંચ્યાં. - 2 પૃથ્વીની કક્ષા પહેલાં નષ્ટ. - 4 લોન્ચ પર જ ફેલ.
 
3.  યુરોપિયન સ્પેસ એજન્સીનું 2003માં પહેલું મિશન ડેન્ઝર ઝોનમાં ગાયબ.

કુલ 2 મિશન મોકલ્યાં:  2003માં મોકલવામાં આવેલું બીગલ-2 લેન્ડર ડેન્જર ઝોનમાં ગાયબ થયું. - તે જ વર્ષે માર્સ એક્સપ્રેસ ઓર્બિટર મંગળની કક્ષામાં સ્થાપિત કરાયું હતું.
4.   જાપાન 1998માં પાંચમી સીડી સુધીને લપસી પડ્યું
એક જ મિશન: મંગળની કક્ષામાં પહોંચીને નોઝોમી યાન નષ્ટ થઇ ગયું.
 
5.   ચીનનો 2011માં પહેલો પ્રયાસ નિષ્ફળ
એક જ મિશન: ચીનનું પહેલું મિશન યિંગહુઓ-1 પૃથ્વીની કક્ષાથી પહેલાં જ ગાયબ થઇ ગયું હતું.

ચીનના પેટમાં તેલ રેડાયેલું


ચીને ૨૦૧૧માં આ દિશામાં પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિષ્ફળ રહ્યું હતું. આથી જ જ્યારે વર્ષ 2013ના નવેમ્બર મહિનામાં ભારતે આ મિશન પર યાન મોકલ્યું ત્યારે ચીનના અખાબર ગ્લોબલ ડેઈલીએ તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં કરોડો લોકો ભૂખથી પીડાતા હોય ત્યારે આ પ્રકારના સ્પેસક્રાફ્ટ પાછળ ખર્ચો કરવો યોગ્ય નથી. ચીનના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર તેનું યાન મોકલવાના કામમાં લાગેલા છે.

YouTubeથી 8 વર્ષનો ઇવાન કમાય છે દર વર્ષે 7.91 કરોડ રૂપિયા..!!!!

8 વર્ષનો ઇવાન YouTubeથી દર વર્ષે 

7.91 કરોડ રૂપિયા કમાય છે 

જો તમે 8 વર્ષના હશો તો તમે કોઇ કમાલ કર્યો હતો, જે લોકોને આર્કષિત કરી શકે? કદાચ નહીં, માત્ર 8 વર્ષના ઇવાને કંઇક એવું કર્યું કે જે આર્કષણનું કેન્દ્ર બન્યો છે. ઇવાન યુટ્યુબ પર EvanTubeHDચેનલ ચલાવી રહ્યો છે જેનાથી તે દર વર્ષે 1.3 મિલિયન ડોલર (લગભગ 7.91 કરોડ રૂ.) કમાય છે. 
 
ઇવાનનું આ યુટ્યુબ ચેનલ ફેમિલિ અને કિડ્સ ફ્રેન્ડલી છે, જ્યાં તે ટોયઝ અને વીડિયો ગેમ્સની સમીક્ષા કરીને અપલોડ કરે છે. આ ચેનલથી બાળકોને અનેક ટોયઝ અને વીડિયો ગેમ્સ જોવા મળે છે. આ બાળકોના નોલેજને વધારે છે અને સાથે પેરન્ટ્સ પણ બાળકોના ચેનલ જોવા પ્રેરાય છે. 
 
ઇવાન દ્વારા યુટ્યુબ પર પોસ્ટ કરાયેલી સમીક્ષાને કારણે આ વર્ષે 1.3 મિલિયન ડોલરની કમાણી થઇ શકે છે.
 ઇવાન અને તેના પિતાએ તેને એક ફન પ્રોજેક્ટની જેમ શરૂઆત કરી, બંનેએ મળીને એન્ગ્રી બર્ડસ સ્ટોપ મોશન ક્લે મોડલ વીડિયોઝ બનાવ્યા. ઇવાને તેને યુટ્યુબ પર પોસ્ટ કર્યા છે. તેણે પોતાના દોસ્તોની સાથે શેર કરી શકે છે.
 
- ન્યૂઝવીકને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં ઇવાનના પિતા જારેડે બતાવ્યુ કે આ કમાણીનો આ સાધન બનાવ્યું છે. બાળકો તેમાં રૂચિ વધારી રહ્યા છે અને ચેનલને માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા છે. 
 
- ઇવાનના પિતાનું કહેવું છે કે અમે પોતાના વિશે વધારે જાણકારી સાઇટ પર આપતા નથી. અમે ઇચ્છતા નથી કે અમારા પરિવાર કે પુત્રના વિશે લોકો જાણે અને પછી કોઇ અમારા ઘર સુધી આવે.


સમજાઇ ગયો બિઝનેસ


-ઇવાનના વાયરલ વીડિયો જોઇને તેના બિઝનેસમાં જાણી શકાયું છે. ન્યૂઝવીકથી વાત કરતાં ઇવાનના પિતા જારેડે જણાવ્યું કે ચેનલને સંચાલિત કરવા માટે તેની પાસે એક સેલ ટીમ છે. 
 
- સેલ ટીમ બ્રાન્ડ્સ અને બિઝનેસ કરનારા સાથે ડીલ કરે છે, એડ લાવવાનું કામ ટીમ દ્વારા કરાયું છે. સેલ્સ ટીમ ચેનલમાં ઇન્વેસ્ટ કરવા માટે ડીલ કરે છે. આ વીડિયોની અંદર અને આસપાસ એડને બતાવવામા આવી રહી છે.
 
- વધારે રેવન્યૂ વીડીયોની સાથે દેખાતા એડથી મળી રહી છે. નેટવર્કની બહાર યુટ્યુબ/ગૂગલ, સાઇટ પર એડને પ્લેસ કરવાનું કામ કરે છે.

અનેક ઓપ્શન

 
- કંટેટમાં અનેક ઓપ્શન્સ હોય છે, જેનાથી વીડિયોમાં એડના ફોરમેન્ટને નાંખી શકાય છે. એડની પસંદગી હાયર પાવર દ્રારા કરાઇ રહ્યો છે. 
 
- ઇવાન પોતાના ફેવરિટ ટોયઝ અને વીડિયો ગેમ્સના રિવ્યૂ યુટ્યુબ પર પોસ્ટ કરે છે. તેના પિતા આ દરેક ચીજને રેકોર્ડ કરે છે. બંને મળીને ટોયઝ અને વીડિયો ગેમ્સમાં કંઇક સ્પેશિયલ ઇફેક્ટ નાંખે છે અને તને યુટ્યુબ પર અપલોડ કરે છે. 
 
-ક્યારેક ઇવાનની બહેન અને મા પણ ગેમ્સને માટે કેમિયોનું કામ કરે છે. આ રિવ્યૂ લોકલ બાળકોને આર્કષે છે.  


દર મહિને બનાવે છે વીડિયો


- ઇવાનના પિતાએ બતાવ્યું કે શરૂઆતમાં એક એન્ગ્રી બર્ડ્સ સ્ટોપ મોશન ક્લે મોડલ વીડિયો બનાવાયો છે. ઇવાને તેને યુટ્યુબ પર પોસ્ટ કરવા કહ્યું.  ત્યારબાદ આ ફન પ્રોજેક્ટની રીતે દર મહિને વીડિયો બનવા લાગ્યો.
 
- ઇવાનના પિતાનું કહેવું છે કે એક ક્લે મોડલ વીડિયો જેટલો રૂચિકર બન્યો  છે કે તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે ઇવાનને અનેક સારા ઓફર્સ મળી રહ્યા છે. અમે કોશિશ કરી રહ્યા છે કે વધારે જાણકારી પ્રોડક્ટને માટે આપવામા આવે.

બની ગયો સેલિબ્રિટી

 - ઇવાનના પિતાનું કહેવું છે કે ઇવાન પોતાના કામથી સેલિબ્રિટી તો બન્યો, પરંતુ તેને આ વાતનો અહેસાસ નથી. દરેક બાળકોની જેમ તે રોજ સ્કૂલ જાય છે અને હોમવર્ક પણ કરે છે, દોસ્તો સાથે રમે છે અને કરાટે ક્લાસમાં પણ જાય છે. સાથે જ તે કમ્પ્યુટર પર પણ કામ કરે છે.
 
- ઇવાન અને તેની ટીમે બે નવા ચેનલ લોન્ચ કર્યા છે. EvanTubeRaw ચેનલમાં એવા ફીચર્સ છે જેમાં સીન્સને દેખાડવામાં આવે છે ત્યાં જ EvanTubGaming ચેનલ પર પિતા- બાળક પર આધારિત વીડિયો ગેમ્સ છે. 

નવરાત્રીને રાક્ષસોનો તહેવાર કહેનારા મોદી ટોપી વાળા ઇમામ મહેંદી હસન પર ઠાસરા કોર્ટ બહાર હુમલો

 ઇમામ મહેંદી હસન પર ઠાસરા કોર્ટ બહાર હુમલો



- રૂસ્તમપુરા ગામમાંથી ઠાસરાના ઇમામની 295 (ક) હેઠળ ધરપકડ
- ગઈકાલે સાંજે સવા પાંચ વાગ્યે ઘરેથી ધરપકડ કરાઈ
- વિવાદિત નિવેદન બાદ ભૂગર્ભમાં જતા રહ્યા હતા
 
નડિયાદ: નવરાત્રી રાક્ષસોનો તહેવાર છે તેવું નિવેદન કરીને વિવાદનો મધપૂડો છેડનારા રૂસ્તમપુરાના સૂફી સંત ઈમામ મહેંદી હસન પર આજે કોર્ટ બહાર હુમલો થયો હતો. પોલીસ જ્યારે ઈમામને લઈને ઠાસરા કોર્ટમાં પહોંચી ત્યારે કોર્ટ બહાર એક યુવકે તેમને તમાચો મારી દીધો હતો. અન્ય બે યુવકોએ પણ તેમના પર હુમલો કર્યો હતો. આ જ સમયે વિહિપના 200 થી 250 જેટલા કાર્યકરો પણ હાજર હતા, જેમણે ઈમામ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે, પરિસ્થિતિ પામી ગયેલી પોલીસે તાત્કાલિક તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈમામની નવરાત્રી પર અભદ્ર નિવેદન બદલ ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.

ઈમામ પર થયેલા હુમલાનો ઘટનાક્રમ
 
* વિવાદિત નિવેદન કરનાર ઈમામને આજે સવારે 10.30 કલાકે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા
* 10.45 કલાકે તેમને પોલીસ જીપમાં બેસાડી ઠાસરા કોર્ટમાં લઇ જવામાં આવ્યા
* સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ પોલીસ જીપનો કાફલો તૈનાત હતો
* કોર્ટ પહોંચતાની સાથે જ ઈમામ જીપમાંથી ઉતર્યા ત્યારે રાકેશ પટેલ નામના યુવક અને તેના બે સાથીદાર દ્વારા ઈમામ પર હુમલો કરવામાં આવ્યો
* રાકેશ પટેલે ઈમામને એક તમાચો મારી નીચે પછાડી દીધા હતા.
* પોલીસે પરિસ્થિતિ પારખીને રાકેશ અને તેના સાથીઓની ધરપકડ કરી હતી અને ઈમામને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા
* કોર્ટની બહાર વિહિપના 200 થી 250 લોકો દ્વારા ઈમામ વિરુદ્ધ સુત્રોચાર
ઠાસરાના ઇમામની 295 (ક) હેઠળ ધરપકડ

સૂફી સંતે તાજેતરમાં જ નવરાત્રિ બાબતે વિવાદિત નિવેદન કરતાં ચારેબાજુ વિરોધનો વંટોળ ઊભો થતાં ભૂગર્ભમાં જતાં રહ્યા હતા. તેઓની વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સંદર્ભે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. તેઓ રૂસ્તમપુરા ખાતે આવ્યા હોવાની બાતમી પોલીસને મળતાં મંગળવારે રૂસ્તમપુરા ખાતેથી સાંજે 5:15 કલાકે તેમની અટકાયત કરવામાં આવી હતી.

હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રિ સંદર્ભે રૂસ્તમપુરાના સૂફી સંતે કરેલાં નિવેદન બાદ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તેઓને વખોડી કાઢ્યો હતો. તેમજ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથેનું આવેદનપત્ર મામલતદાર કચેરીએ આપ્યું હતું, જેથી પોલીસે તેઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઠાસરાના પીએસઆઇ વસંત પટેલે જણાવ્યું હતું કે ‘રૂસ્તમપુરાના સૂફી સંત દ્વારા કરવામાં આવેલાં વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે અમને ફરિયાદ મળી હતી. ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. સોમવારે પણ તેમને શોધવા અમે ઠેર-ઠેર તપાસ કરી હતી, પણ પત્તો લાગ્યો નોહતો. જોકે, મંગળવારે તેઓ પોતાના ઘરે હોવાની બાતમી મળતાં રૂસ્તમપુરા તેમનાં ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
સંભવિત સજા| ત્રણ વર્ષની કેદ થઈ શકે

કલમ 295(ક) હેઠળ ગુનો એટલે કોઈપણ વર્ગના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાનું અપમાન કરીને, તેમની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઈરાદાથી કરેલાં હેતુપૂર્વક અને દ્વેષપૂર્ણ કૃત્ય છે. આ ગુનો પુરવાર થાય તો ત્રણ વર્ષની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે તેમ ધારાશાસ્ત્રી ઉમેશ ઢગટે જણાવ્યું હતું.

નવરાત્રિમાં સંસ્કૃત ગરબા.........


त्वां विना श्याम अहम् एकाकी भवामि



(राग ः तारा विना श्याम मने...)
त्वां विना श्याम अहम् एकाकी भवामि
रासक्रीडायै आगम्यताम् (२)
गरबाक्रीडन्त्यः गोप्यः हो हो
शून्याः गोकुलस्य वीथ्यः
शून्यासु नगरीषु गोकुलस्य वीथिषु (२)
रासक्रीडायै आगम्यताम्... (२)
 त्वां विना श्याम् एकाकी भवामि...
रासक्रीडायै आगम्यताम्... (२)
शरदरात्री इयम् शोभना हो हो
चन्द्रिका उदिता मनोहरा
त्वमागच्छतु श्याम रासक्रीडायां श्याम (२)
रासक्रीडायै आगम्यताम्... (२)
त्वां विना श्याम् एकाकी भवामि...
रासक्रीडायै आगम्यताम्... (२)

संस्कृतमातुः सेवायाम् हो हो
भारतमातुः सेवायाम्
अस्मानुपकर्तुम् आशिषं दातुं (२)
आशिषं दातुम् आगम्यताम् |
 त्वां विना श्याम् एकाकी भवामि...
रासक्रीडायै आगम्यताम्... (२)
 - श्रीमिहिरः उपाध्यायः

पक्षिणो हे... पक्षिणः....
(राग ः पंखीडा ओ पंखीडा)

पक्षिणो हे... पक्षिणः... पक्षिणः हे... पक्षिणः
पक्षिणः उड्डीयन्तां पावागढं रे
महाकाल्यै कथयतु गरबा रमताम् रे ॥
हे... ग्रामस्वर्णकारबन्धोशीघ्रमागच्छ |
मम मात्रे सुन्दरं मञ्जीरमानय ॥
शोभनं मनोहरं च दिव्यमानय रे
महाकाल्यै कथयतु गरबा रमताम् रे ॥ १ ॥
हे... ग्राममणिकारबन्धो तूर्णमागच्छ
मम मात्रे सुन्दरं कङ्कणमानय रे
शोभनं मनोहरं च दिव्यमानय रे
महाकाल्यै कथयतु गरबा रमताम् रे ॥ २ ॥
हे... ग्रामवस्त्रकारबन्धो शीघ्रमागच्छ |
मम मात्रे शोभनम् अशुकम् आनय
शोभनं मनोहरं च दिव्यमानय रे
महाकाल्यै कथयतु गरबा रमताम् ॥ ३ ॥
- पंडित रामकिशोरः त्रिपाठी

જ્યાં આજે પણ પુરુષો દ્વારા ગરબી ગવાય છે

ઝાલાવાડની પરંપરા 

જ્યાં આજે પણ પુરુષો દ્વારા ગરબી ગવાય છે

36.jpgઆજે ઝાલાવાડમાં પુરુષો દ્વારા જ ગરબી ગાવાની પરંપરા અકબંધ છે, જેમાં સુરેન્દ્રનગરના વાદીપરા ચોક (હવે બાબુ રાણપુરા ચોક)ની ગરબી અને વઢવાણ વાઘેશ્ર્વરી ચોકની ગરબી મુખ્ય ગણાવી શકાય.
આજે 72 વર્ષની ઉંમરે પહોંચેલ કંઠ, કહેણી અને કવિતાની ત્રિવિધ શક્તિ ધરાવતા અલગારી લોકગાયક બાબુ રાણપુરા ચોકની નાનકડી હનુમાનજીની દેરીએથી પોતાની 24-25 વર્ષની ઉંમરથી રમવા જતા. વાદીપરા ગરબી અંગે વાત કરતાં તેઓ કહે છે કે, ‘કોઈપણ જાતનાં ઉપકરણો વિના માત્ર પ્રકૃતિનો પ્રકાશ લઈ જમણો પગ ઉપર લઈ જઈ ઠેક મારી અહીં માત્ર પુરુષો જ ગરબી રમે છે. શિવનો ડમરૂનો રૂદ્રતાલનો ભાગ નૃત્યમાં આવે તે અહીં જોઈ શકાય છે. અહીં તિથિ પ્રમાણે ગરબી ગવાય છે.’
‘લગભગ સો વર્ષ પહેલાં કેશવલાલ પરીખે આ ગરબીની શરૂઆત કરેલી. આજે પણ તેમના પરિવારને ત્યાંથી જ ગરબીની પધરામણી થાય છે. માત્ર એક વીજળીના બલ્બના પ્રકાશે કોઈપણ વાદ્ય, માઈક કે શણગાર વિના ગરબીમાં માતાજીનો ફોટો અને દીવો રાખી ગરબી પુરુષો દ્વારા જ લેવાય છે.’
પહેલે દિ’ ઘટસ્થાપ્નનો ગરબો, સોમવારે શંકર વિવાહ, બુધવારે બ્રાનો ગરબો, શનિવારે હનુમાનજીનો ગરબો, રવિવારે આનંદનો ગરબો, આઠમના દિ’ ધનુષધારીનો ગરબો એવા પ્રાચીન ગરબા તેમજ ભટ્ટ વલ્લભ ધોળા રચિત ગરબા જ ખાસ ગવાય છે. રાત્રે 10 વાગ્યે શરૂ થતા ગરબા એકાદ વાગ્યે સામાન્યત: પૂરા થઈ જાય છે.

વઢવાણમાં વાઘેશ્ર્વરી ચોકમાં પણ માત્ર પુરૂષો જ ગરબી  ગાય  છે

આવી જ એક બીજી પ્રાચીન ગરબી જ્યાં પુરુષો દ્વારા જ ગવાય છે તે વઢવાણના વાઘેશ્ર્વરી ચોક નવરાત્રી યુવક મંડળની ગરબી છે. જ્યાં કોઈ હોદ્દેદાર નથી. આ ગરબી અંગે વાત કરતાં વઢવાણના કલાકાર શ્રી કિરણભાઈ ત્રિવેદી કહે છે કે, ‘સો વર્ષથી વધુ પુરાણી આ ગરબી અગાઉ બ્રાણની ગરબી ગણાતી, જ્યાં પરંપરાગત પિતાંબર (મુકુટો) કે ધોતી પહેરીને ભૂદેવો ગરબા ગાતા. આજે અન્ય જ્ઞાતિના લોકો પણ ગરબા ગાવા આવે છે.’
શરૂઆતમાં ફાનસ અને મશાલના પ્રકાશમાં અહીં  ગરબા ગવાતા, હવે એક બલ્બનું અજવાળું હોય છે. સુશોભનમાં માત્ર ગરબી અને ચાચર અને વાજિંત્રમાં માત્ર તબલાં. માઇકનો ક્યારેય ઉપયોગ અહીં નથી કર્યો. અહીં માત્ર પુરાતન ગરબા જ ગવાય છે અને તે પણ દિવસ-દિવસ મુજબના ખાસ ગરબા. ચોથા અને છઠ્ઠા નોરતાના દિ’ શિવવિવાહ, પાંચમા નોરતે શણગારનો ગરબો, સાતમા નોરતે બ્રાનો ગરબો, આઠમના દિ’ ધનુષધારીનો ગરબો, પાંચ કડા, ચાચર વધાવવાના તથા ક્ષમાપ્ના ગરબા ગવાય છે. કોરડા લેવાની પ્રથા આજે પણ ચાલુ છે.
કોરડા એટલે લોખંડની પાંચ સાંકળોની સેર જે હવામાં વીંઝી વ્યક્તિ પોતાના બરડા પર મારતા હોય છે. યુવાનો પણ આમાં ઉમંગથી ભાગ લે છે.
છઠ્ઠા નોરતાના દિ’ શુદ્ધ શાસ્ત્રીય રાગ પર આધારિત ‘લોલનો ગરબો’ ગાવાની પ્રથા હતી જે આજે હયાત નથી રહી, કારણ કે આ પ્રકારનો ગરબો ગવરાવનાર લાયક વ્યક્તિઓ હયાત નથી. બે કે ત્રણ વ્યક્તિ ગરબો ગવરાવે અને બાકીના બધા ફેર ફરતા ગરબો ઝીલે. બહેનો ફરતી જગ્યામાં બેસીને ગરબા જુએ છે.
આઠમા નોરતાને દિ’ ધનુષધારીનો ગરબો તેમજ અન્ય ગરબા બીજે દિ’ સૂર્યોદય સુધી ચાલે છે. અહીં દર્શનાર્થે આવતા દરેકને પાયેલા સીંગદાણા (ખાંડની ચાસણી ચડાવેલા) તેમજ રેવડીનો પ્રસાદ શરૂઆતથી અપાય છે. આજે પણ આ પરંપરા ચાલુ છે.
આમ ઝાલાવાડ તેની વિશિષ્ટ પરંપરા સાથે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. નવરાત્રીમાં પુરુષો દ્વારા પરંપરાગત રીતે કરાય. બાહ્ય આડંબર વિના ગવાતા ગરબા એમાં એક છે. 

હિન્દુ પરંપરામાં વર્ષમાં પાંચ નવરાત્રિની ઉજવણી

હિન્દુ પરંપરામાં વર્ષમાં પાંચ નવરાત્રિની ઉજવણી

નવરાત્રિ નવ દિવસ માટે જ ઉજવાય છે અને મા શક્તિની આરાધનાના પર્વ તરીકે ઉજવાય છે. ભારતમાં વસંત નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ, શરદ નવરાત્રિ, પૌષ નવરાત્રિ અને માઘ નવરાત્રિ એમ પાંચ નવરાત્રિની ઉજવણી કરાય છે.
વસંત નવરાત્રિ કે ચૈત્ર નવરાત્રિ

વસંત નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે. વસંત નવરાત્રિ સાથે જોડાયેલી દંતકથા પ્રમાણે આ નવરાત્રિની ઉજવણીની શરૂઆત કૌસલરાજ સુદર્શને કરી હતી. રાજકુમારી શશિકલાના સ્વયંવરમાં તેણે સુદર્શનને પસંદ કર્યો અને બંનેનાં લગ્ન થઈ ગયાં તે પછી યુદ્ધજીતે તેની સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધમાં દેવીએ સુદર્શનની તરફદારી કરી તેથી યુદ્ધજીતે તેમની મજાક ઉડાવી. દેવીએ ક્રોધે ભરાઈને યુદ્ધજીત અને તેની સેનાનો નાશ કરી દીધો હતો. તે પછી દેવીએ સુદર્શનને હવન કરી આ પ્રસંગની ઉજવણી કરવા કહ્યું. સુદર્શને ભારદ્વાજ ઋષિની મદદથી હવન કર્યો અને એ સાથે જ ચૈત્ર નવરાત્રિની ઉજવણી શરૂ થઈ. આ નવરાત્રિ ઉત્તર ભારતમાં વધારે ઉજવાય છે.

ગુપ્ત  નવરાત્રિ

ગુપ્ત નવરાત્રિ અષાઢ અથવા ગાયત્રી અથવા શાકંભરી નવરાત્રિ પણ કહેવાય છે. આ નવરાત્રિ અષાઢ માસમાં ઉજવાય છે. આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત રીતે માં શક્તિની આરાધના કરાય છે. ખાસ કરીને પ્ાૂર્વ ભારતનાં રાજ્યોમાં આ નવરાત્રિની ઉજવણી વધારે થાય છે. પ્ાૂર્વ ભારતમાં માં શક્તિને જીવનનું પ્રેરકબળ માનવામાં આવે છે અને તે કારણે તેમની ભક્તિ સૌથી વધારે થાય છે.

શરદ નવરાત્રિ

શરદ નવરાત્રિ મહાનવરાત્રિ મનાય છે કેમ કે તે સૌથી વધારે ઉજવાય છે. સૌથી વ્યાપકપણે ઉજવાતી આ શરદ નવરાત્રિ આસો માસમાં ઉજવાય છે. તેને શરદ નવરાત્રિ કહે છે, કેમ કે શરદ ઋતુ દરમિયાન તેની ઉજવણી કરાય છે. ગુજરાત સહિતનાં રાજ્યોમાં શરદ નવરાત્રિની ઉજવણી થાય છે. આ નવરાત્રિ દરમિયાન ગરબા ગાવાની અદ્ભુત પરંપરા ગુજરાતમાં વિકસી. આ પરંપરા છેક અગિયારમી સદીમાં અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે. બંગાળી પરંપરામાં પણ આ દિવસો દરમિયાન દુર્ગાપૂજા થાય છે તેના કારણે પણ શરદ નવરાત્રિ વધારે પ્રચલિત છે પણ નવરાત્રિને વૈશ્ર્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં ગુજરાતીઓનો ફાળો મોટો છે.

માઘ નવરાત્રિ

એ પછી આવતી માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે. માગશર મહિનામાં ઉજવાતી આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત રીતે શક્તિની આરાધાન કરીને ઇચ્છિત ફળ મેળવી શકાય છે તેવી માન્યતા છે. સ્વાભાવિક રીતે જ આ નવરાત્રિની ઉજવણી પણ પ્ાૂર્વ ભારતનાં રાજ્યોમાં વધારે થાય છે. આ નવરાત્રિ દરમિયાન પણ નવ દિવસ સુધી જાહેરમાં ઉત્સવ મનાવવાની પરંપરા છે.

પૌષ  નવરાત્રિ

પૌષ નવરાત્રિ દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. આ નવરાત્રિ દરમિયાન પણ ઉત્સવની જેમ તેની ઉજવણી કરવાને બદલે પૂજાપાઠ કરવાનું ચલણ વધારે છે.
દરેક નવરાત્રિની પરંપરા અનોખી છે અને તેનો સમય છે તે પણ ઋતુઓને ધ્યાનમાં રાખીને જ અસ્તિત્વમાં આવ્યો છે. 

વિદેશમાં પણ ઉજ્વાય છે નવરાત્રિ

હિન્દુઓ બીજા દેશોમાં પણ નવરાત્રિ ઊજવે છે

વ્યવસાય અર્થે ભારતીય વિશ્ર્વના મોટાભાગના દેશોમાં વત્તેઓછે અંશે વસી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની અસર વર્તાવાની. જોકે આ લોકોની ઢબ અને પરંપરા અને નવરાત્રિની ઉજવણીમાં ભારતીય છાંટ જરા ઓછી જોવા મળે છે અથવા તો જોવા જ નથી મળતી. પરંતુ મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મોરેશિયસ અને ફીજી સહિતના અનેક દેશોમાં મા શક્તિની આરાધનાનું આ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાય છે.
33.jpg
ભારતમાં નવરાત્રિની ઉજવણીમાં શક્તિની આરાધના દ્વારા કરાય છે. લોકો નવરાત્રિ દરમિયાન પ્ાૂજા કરે છે અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો ગરબા તથા રાસ ગાઈને નવરાત્રિ ઉજવે છે. બંગાળમાં દુર્ગાપ્ાૂજા થાય છે અને તે દરમિયાન પણ ન્ાૃત્ય થાય છે પણ વિશ્ર્વના બીજા દેશોમાં નવરાત્રિની ઉજવણી જુદી રીતે થાય છે. સ્વાભાવિક રીતે જ જે દેશોમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ વધારે હોય અને જે દેશોમાં હિન્દુઓની વસતી નોંધપાત્ર હોય તે દેશોમાં જ નવરાત્રિની ઉજવણી થાય. જ્યાં હિન્દુ સંસ્કૃતિ નથી તેવા વિશ્ર્વના બીજા દેશોમાં નવરાત્રિની ઉજવણી ભારતીય પરંપરાથી પ્રભાવિત છે પણ વિશ્ર્વના કેટલાય દેશો એવા છે કે જે નવરાત્રિ ઊજવે છે તો ખરા પણ તેમની ઉજવણી પર ભારતીયતાની કોઈ અસર જોવા મળતી નથી.
નવરાત્રિ : નેપાળનો સૌથી લાંબો તહેવાર
34.jpgવિશ્ર્વમાં એક સમયે નેપાળ એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. હવે નથી. પણ નેપાળમાં આજેય હિન્દુઓ બહુમતીમાં છે. નેપાળની કુલ વસતીમાં 80 ટકા કરતાં વધારે હિન્દુઓ છે. પરિણામે નવરાત્રિની ઉજવણી નેપાળમાં ધામધૂમથી થાય છે. મા શક્તિની આરાધનાનું આ પર્વ નેપાળનો સૌથી લાંબો તહેવાર છે અને નેપાળીઓ આ પર્વની ઉજવણી પતંગ ઉડાડીને કરે છે. સળંગ 10 દિવસ સુધી લોકો પતંગ ઉડાડે છે અને આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. નેપાળમાં નવરાત્રિને દસૈન કહેવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ નવરાત્રિના નવ દિવસો અને દસમો દિવસ દશેરાનો એમ 10 દિવસનો જ  આ તહેવાર છે પણ તેની ઉજવણી લોકો સાવ અલગ રીતે કરે છે. ભારતીયો જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જુગાર રમે છે જ્યારે નેપાળમાં નવરાત્રિ દરમિયાન જુગાર રમાય છે. એ જ રીતે વાંસના ઝૂલા લગાવવામાં આવે છે. આ ઝૂલાને પિંગ કહેવામાં આવે છે અને આ પિંગ પર બાળકો મજા કરે છે. નેપાળ ભારતની લગોલગ આવેલું છે પણ તેની નવરાત્રિની ઉજવણી પર ભારતીય પરંપરાની જરાય અસર નથી કે ગરબા જેવું કંઈ જોવા મળતું નથી. નવરાત્રિના 10 દિવસ દરમિયાન દેશભરમાં મેળા યોજાય છે અને લોકો તેમાં ફરીને મજા કરે છે. ભારતમાં બીજા તહેવારોની જે રીતે ઉજવણી થાય છે તે રીતે નેપાળમાં નવરાત્રિ ઉજવાય છે. દશેરાના દિવસે ભારતની જેમ જ રાવણદહનના કાર્યક્રમ થાય છે.

કમ્બોડિયામાં નવરાત્રિ

હિન્દુ સંસ્કૃતિનો જ્યાં પ્રભાવ છે તે દેશોમાં કમ્બોડિયા પણ છે. અંગકોરવાટ સહિતનાં મંદિરો માટે જાણીતું કમ્બોડિયા નવરાત્રિની ઉજવણી પોતાની સ્ટાઈલમાં કરે છે. અહીં નવરાત્રિને બૌદ્ધ ધર્મનો સ્પર્શ થયો છે તેથી નવરાત્રિ દરમિયાન રાત્રે દીપ જલાવીને ઉજવણી કરાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દીપ જલાવાય છે અને આરાધના કરાય છે.

ફીઝીમાં પણ નવરાત્રિની ધૂમ

ફીઝીમાં હિન્દુઓની વસતી 30 ટકા કરતાં વધારે છે. અહીં હિન્દુઓ પ્રભાવશાળી છે અને રાજકીય રીતે પણ વર્ચસ્વ ધરાવે છે. ફીઝીમાં નવરાત્રિ દમામભેર ઉજવાય છે. અહીં નવરાત્રિ દરમિયાન કેમ્પ ફાયર  સહિતના કાર્યક્રમો થાય છે. ભારતમાં જે રીતે પરંપરાગત ગરબા થાય છે તે રીતે લોકો ન્ાૃત્ય નથી કરતા પણ આગની આસપાસ ન્ાૃત્ય કરે છે. એ સિવાય શક્તિની આરાધના કરાય છે અને તેને માટે હોમહવન કરવામાં આવે છે. ભારતમાં ઉજવાતી નવરાત્રિની અસર હેઠળ અહીં પણ દાંડિયા અને ગરબા હવે થાય છે પણ પરંપરાગત રીતે અહીં જે નવરાત્રિ ઉજવાય છે તેમાં રાસ-ગરબા ગેરહાજર હોય છે.  વિશ્ર્વમાં હિન્દુઓની નોંધપાત્ર વસતી ધરાવતો બીજો દેશ મોેરીશિયસ છે. મોરીશિયસમાં કુલ વસતીના 40 ટકા કરતાં વધારે હિન્દુઓ છે. અહીંની નવરાત્રિ ભારતીય નવરાત્રિથી બિલકુલ અલગ છે. અહીં લોકો ભારતમાં જે રીતે દિવાળી ઉજવાય છે તે રીતે નવરાત્રિ ઉજવે છે. લોકો રાત્રે ફટાકડા ફોડે છે અને મીઠાઈ વહેંચે છે. નવાં કપડાં પહેરીને એકબીજાને મળે છે અને એકબીજાના ઘરે જઈને શક્તિની આરાધનામાં ભાગ લે છે. શક્તિપ્ાૂજાના કાર્યક્રમો પણ યોજાય છે.
વિશ્ર્વમાં હિન્દુઓની વસતી જે દેશોમાં નોંધપાત્ર છે તેવા બીજા દેશોમાં ફિલિપાઈન્સ, મ્યાંમાર, વેસ્ટ ઇન્ડિઝના ગુયાના તથા ત્રિનિદાદ અને ટોબેગો ટાપુઓ મુખ્ય છે. આ સિવાય પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ હિન્દુઓની વસતી ધરાવે છે. ફિલિપાઈન્સ, બર્મા, વેસ્ટ ઇન્ડિઝના ગુયાના તથા ત્રિનિદાદ અને ટોબેગો ટાપુઓમાં રહેનારા હિન્દુઓ ભારતથી જ ગયા છે. તેથી તેઓ પોતાની સાથે ભારતીય પરંપરાને પણ લેતા ગયા છે. પરિણામે તેમની નવરાત્રિની ઉજવણી ભારતીય પરંપરા પ્રમાણે છે. ફરક ભારતના કયા દેશોમાંથી તે ગયા છે તેના આધારે પડે છે પણ તેમની ઉજવણી ભારતીય હોય છે તેમાં શક નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ આ વાત લાગુ પડે જ  છે પણ ત્યાં કટ્ટરવાદનો પ્રભાવ એટલો બધો છે કે ત્યાં નવરાત્રિ જેવા હિન્દુ તહેવારોની ઉજવણી જ લુપ્ત થતી જાય છે. 

નવરાત્રિના નવ રંગો.......!!

નવરાત્રિના નવ દિવસે કયા રંગો પહેરાય ?



મા શક્તિના ગમે તે સ્વરૂપ્ની આરાધના કરતા હો પણ તેમને પહેરાવવાનાં વસ્ત્રોનો ચોક્કસ રંગ નિશ્ર્ચિત હોય છે. આ રંગ જે તે દિવસના માહાત્મ્યને આધારે નક્કી થયો છે. અત્યારે આધુનિકતાના કારણે અલગ અલગ પ્રકારનાં વસ્ત્રો યુવક-યુવતીઓ પહેરે છે તેથી તેમાં ચોક્કસ દિવસે ચોક્ક્સ રંગો પહેરવાની પરંપરા લુપ્ત થઈ ગઈ છે. મા શક્તિનાં વસ્ત્રો જે રંગનાં હોય તે જ રંગનાં વસ્ત્રો પહેરવાથી પુણ્ય તો મળે જ છે પણ સાથે સાથે એક માહોલ પણ સર્જાય છે.

લાલ : નવરાત્રિની શરૂઆત થાય તે દિવસે માટીનો કુંભ મૂકવામાં આવે છે અને તેને ઘટસ્થાપ્ના કહેવામાં આવે છે. આ દિવસે જે પૂજા કરાય છે તેને પ્રથમી પૂજા અથવા તો પદયામી પૂજા પણ કહેવામાં આવે છે. આ દિવસે મા શક્તિને લાલ કલરનાં વસ્ત્રો પહેરાવાય છે. લાલ રંગ હિન્દુ સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે તેથી પહેલા દિવસે લાલ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

આસમાની : નવરાત્રિનો બીજો દિવસ પ્રીતિ દ્વિતીયા તરીકે ઓળખાય છે. આ દિવસે આકાશના આસમાની જેવા રંગનાં વસ્ત્રો માં શક્તિને પહેરાવાય છે. માં શક્તિનો વ્યાપ આકાશની જેમ અનંત સુધી છે તે દર્શાવવા આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.  શક્તિની સ્થાપ્ના પછી તરત જ તેની અનંતતાનો અહેસાસ કરાવવા માટે આ દિવસે આસમાની રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

પીળા : નવરાત્રિનો ત્રીજો દિવસ સ્થાન વૃદ્ધિ ગૌરી વ્રતનો હોય છે. આ દિવસને સિંદૂર તૃતીયા અથવા તો સૌભાગ્ય તૃતીયા પણ કહે છે. સૌભાગ્ય સાથે પીળા રંગનો સંબંધ છે તેથી આ દિવસે મા શક્તિને પીળા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસને સૌભાગ્યવતીઓ માટે ખાસ દિવસ ગણવામાં આવે છે.
ચોથો દિવસ ભૌમા ચતુર્થી અથવા તો શક્તિ શરણ ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે મા શક્તિની આરાધનાથી આયુષ્ય વધે છે તેવી માન્યતા છે. આ દિવસે પણ મા શક્તિને પીળા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. પીળા રંગને આયુષ્ય સાથે જોડવામાં આવે છે, તેનું કારણ હળદર છે. હળદરને સ્વાસ્થ્યવર્ધક તરીકે ગણવામાં આવે છે.

લીલો : નવરાત્રિનો પાંચમો દિવસ લલિતા પંચમી અથવા તો મહાપંચમી તરીકે ઉજવાય છે. આ દિવસે મા શક્તિને લીલા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. લીલો રંગ હરિયાળીનો સંકેત આપે છે. હરિયાળી એટલે સમૃદ્ધિ અને સુખ. જીવનમાં સુખ અને સમૃદ્ધિનો અહેસાસ સતત થાય એટલા માટે આ રંગને સતત સાથે રાખવો જરૂરી છે.

રાખોડી : નવરાત્રિનો છઠ્ઠો દિવસ શુદ્ધ ષષ્ઠી તરીકે ઉજવાય છે. આ દિવસે રાખોડી કલરનાં
વસ્ત્રો મા શક્તિને પહેરાવાય છે. હિન્દુ સંસ્કૃતિ શુદ્ધીકરણ માટે યજ્ઞ કરવાની પરંપરા ધરાવે છે. આ યજ્ઞ કરવાથી બધાં પાપો બળીને નાશ પામે છે અને જે રાખ રહી જાય છે તે અત્યંત શુદ્ધ હોય છે. આ શુદ્ધિને તન સાથે લગાડવાથી તન અને મન બંને શુદ્ધ થાય છે તેથી છઠ્ઠા દિવસે રાખોડી રંગનાં વસ્ત્રોનું મહત્ત્વ છે.

કેસરી : નવરાત્રિનો સાતમો દિવસ મહાસપ્તમી કહેવાય છે. આ દિવસથી ત્રિરાત્રિ વ્રત શરૂ થાય છે. આ દિવસે મા શક્તિને કેસરી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. હિન્દુ સંસ્કૃતિમાં કેસરી રંગનું બહુ મહત્ત્વ છે તે કહેવાની જરૂર નથી. આ રંગ અધ્યાત્મનો રંગ છે અને ત્રણ રાત્રિના ઉપવાસ દ્વારા અધ્યાત્મનો રંગ ચડાવવાની શરૂઆત થાય છે તેથી એ દિવસે કેસરી રંગ પહેરવાનો મહિમા છે.

સફેદ : નવરાત્રિનો આઠમો દિવસ મહાઅષ્ટમીનો દિવસ છે અને તે દિવસે મા શક્તિને સફેદ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે અને અધ્યાત્મા સાથે જ્ઞાન આવે છે તેથી આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.

ગુલાબી : નવરાત્રિના નવમા દિવસે મા શક્તિને ગુલાબી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. મહાનવમીના આ દિવસે આયુધ પ્ાૂજા થાય છે. તેને સુહાસિની પ્ાૂજાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.  અધ્યાત્મ અને જ્ઞાન બાદ સહજ બની જવાય છે તેનું પ્રતીક આ રંગ છે. 

જય હો જય હો મા જગદંબે.....આરતીના રચયિતા કોણ ? ખબર છે ?........

ભણે શિવાનંદ સ્વામી...

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરીમા મંછાવટી નગરી સોળ સહસ્ર ત્યાં સોહેક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી
જય હો જય હો મા જગદંબે
31.jpg
આજે ગુજરાતભરમાં નવરાત્રિની રમઝટ જામી છે. રાત્રિના બાર કે બે વાગ્યા સુધી. ગુજરાતણો અને ગુજરાતી પુરુષો ગરબે ઘૂમે છે.
પહેલાં તો શેરીએ શેરીએ ગરબા થતા. મોહલ્લામાતા (મલ્લામાતા)ની દીપમાળ અને આરતી માટે તથા ગરબાના ખર્ચ માટે શેરી કે સોસાયટીમાં ફાળો ઉઘરાવાતો. શેરીની બહેનો અને વહુઆરુઓ ગરબે ઘૂમતી. માતાની ભક્તિમાં રમમાણ થઈને ઘૂમતી ગુજરાતણોએ આખા દેશમાં નવરાત્રિની એક જુદી જ ભાત પાડી છે.
આ દિવસોમાં જે કુટુંબો પોતાને ત્યાં ગરબો લ્યે છે ત્યાં અને મોહલ્લામાતામાં દીવાઓ પ્રગટાવી આરતી ગાય છે. આ આરતી કોણે લખી, તેના શબ્દોના અર્થ શું વગેરેની ચર્ચા બહુ ઓછી થાય છે. પણ શ્રદ્ધાભક્તિથી આરતી ગવાય છે. આરતીના અંતમાં ગવાય છે.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશેમા જે ભાવે ગાશે....ભણે શિવાનંદ સ્વામી (2)સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે.મારી અંબા દુ:ખ હરશે
જય હો જય હો મા જગદંબે
આમ આરતી ગાનારનું ભલું થાય તેવું ગાનાર વાંછે છે પણ આવી હલકભરી, જીભલડીએ રમતી, ભાવભરી આરતીના રચયિતા કોણ ? તેની કદાચ બહુ ઓછાને જાણ છે.
આપણે આરતીના અંતમાં શિવાનંદ સ્વામીનું નામ લઈએ છીએ પણ એ શિવાનંદ કોણ અને ક્યાંના એની ઘણા ઓછા લોકોને ખબર છે. કોઈક વળી જરા મગજ કસે તો કહે કે આ આરતી ગુજરાતીમાં છે માટે કોઈ ગુજરાતી જ આનો રચનાકાર હોવો જોઈએ પણ તેની પાસે પણ આથી વધુ કશી જ માહિતી નથી હોતી.
આ આરતીના કવિ છે શ્રી શિવાનંદ પંડ્યા. તેમનું મૂળ વતન સુરત. સુરતના અંબાજી રોડ પર આવેલા નાગર ફળિયામાં શ્રી વામદેવ પંડ્યાના ઘેર વિક્રમ સંવત 1597માં તેમનો જન્મ થયો.
બાળપણથી જ ભક્તિનો રંગ
આમ તો સુરતની ગણના મોજીલા માનવીઓની નગરી તરીકે ત્યારે પણ થતી, અને આજે પણ થાય છે. તેમાં શ્રી વામદેવ પંડ્યાનો પરિવાર નોખો તરી આવતો. શ્રી શિવાનંદ નાનપણથી જ ભક્તિના રંગે રંગાયા. ભણતર દરમિયાન પણ તેઓ ભક્તિરસની વાતોમાં વધારે દિલચશ્પી ધરાવતા. ધીરે ધીરે તેઓ ભક્તિ - ભજનો તરફ ઢળ્યા.
તેઓ એક સારા કવિ અને સાહિત્યકાર હતા. તેમના જીવનની મોટા ભાગની માહિતી ઉપલબ્ધ નથી; પણ સુરતના ઇજનેર શ્રી ગણપતલાલ ઠાકોરદાસ પચ્ચીગરે આ અંગે ઊંડું સંશોધન કર્યું.
શ્રી પચ્ચીગર 1956માં બી.ઈ. (સિવિલ) થયા અને નર્મદા પ્રોજેક્ટમાં મુખ્ય ઇજનેર તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે. ઇજનેર હોવા છતાં ભક્તહૃદયી શ્રી પચ્ચીગરને સાહિત્ય તરફ પણ વિશેષ અભિરુચિ હતી. તેમના સંશોધન પ્રમાણે શ્રી શિવાનંદ પંડ્યા ભગવાન શંકરના પરમ ઉપાસક હતા અને તેમણે ભગવાન શંકરની પણ આરતીની રચના કરી છે.
જયદેવ જયદેવ, જય હરિહરા શિવજય હરિહરાગંગાધર, ગિરિજાવર ઈશ્ર્વર ઓમ્કારા
ઓમ હર હર મહાદેવ
આજે પણ આ આરતી અનેક શિવમંદિરોમાં ગવાય છે અને માત્ર ભગવાન શંકર માટે જ નહીં પણ અન્ય દેવી-દેવતાઓ માટે પણ તેમણે આરતી લખી છે. એક એવો તર્ક પણ થાય છે કે કેટલાક ઊગતા કવિઓએ પોતાની આરતી પ્રચલિત થાય તે માટે ‘શિવાનંદ સ્વામી’ના નામે આરતીઓ લખી છે. એ જે હોય તે પણ તેમના નામે લખાયેલી આરતીઓએ માત્ર ગુજરાત જ નહીં દેશના અન્ય પ્રાંતોમાં અને અમેરિકા, ઇંગ્લન્ડ, ફ્રાંસ, જર્મની જેવા દેશોમાં પણ આ આરતી ધૂમ મચાવે છે. આવા માતબર દેશોમાં વસતા ગુજરાતીઓએ લોકપ્રિય બનાવી છે. ખરેખર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
માતાજીની ઉપાસના એ જાણે શિવાનંદ પંડ્યાનું જીવનકાર્ય થઈ ગયું. તેમણે પચ્ચીસ વર્ષની યુવાન વયે દેવી ભગવતીની ઉપાસના આદરી. સતત પાંત્રીસ વર્ષની ઉપાસના - કઠિન ઉપાસનાએ સંવત 1657માં રેવા (નર્મદા) તીરે તેમની આરાધનાની પૂર્ણાહુતિ થઈ.
કહેવાય છે કે ચતુર્ભુજા માતા મહાલક્ષ્મીએ તેમને પ્રત્યક્ષ દર્શન દીધાં અને માતાજીની પ્રાર્થના કરતાં જે આરતી તેમના કંઠમાંથી વહેવા માંડી તે જ આ આરતી....
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિઅખિલ બ્રાંડ નિપજાવ્યા પડવે પંડ્ય થયાં
જય હો... જય હો... મા જગદંબે - 1 -
અને અંતમાં પોતાના માતાજીના સાક્ષાત્કારને અજરામર કરવા કવિ શિવાનંદ પંડ્યા મુક્ત કંઠે ગાય છે.
સંવત સોળ સત્તાવન સોળસેં બાવીસમાં (બે વાર)સંવત સોળે પ્રગટ્યાં રેવાને તીરે
ઓમ જય હો જય હો મા જગદંબે.
હા, સમયે સમયે આરતીના શબ્દોમાં અપભ્રંશ થતો રહ્યો છે. જેમ કે ‘જય હો’ને બદલે હવે ‘જયો’ શબ્દ બોલાય છે.
મૂળ આરતીમાં 18 કડીઓ છે. માતાજીના પરમધામ મણિદ્વીપ, માણેકધામમાં 18 કિલ્લા છે. જોકે કાળક્રમે આરતીમાં ક્ષેપકરૂપે બીજી કડીઓ ઉમેરાતી ગઈ છે. આરતીના રચયિતા શિવાનંદ પંડ્યા પણ સમય જતાં ‘ભણે શિવાનંદ સ્વામી’ એ નામે એટલે કે શિવાનંદ સ્વામી તરીકે જ ઓળખાવા લાગ્યા.
શિવાનંદ સ્વામી ગૃહસ્થ હતા. તેમને ત્રણ પુત્રો હતા. શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા. તેમના પુત્ર ચંદ્રવિદ્યાનંદ અને દીકરી ડાહીગૌરી થયાં. ચંદ્રવિદ્યાનંદને બ્રિટિશ સરકાર તરફથી રાવ બહાદુરનો ઇલ્કાબ મળ્યો હતો, તેમના પુત્ર શ્રી પુષ્પેન્દ્ર પંડ્યાએ ભારતના લશ્કરમાં આર્મી આફિસર તરીકે સેવાઓ આપી.
શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા. તેમની દીકરી ડાહીગૌરીનાં લગ્ન કવિ નર્મદાશંકર સાથે થયાં. કવિ નર્મદનાં આ બીજાં લગ્ન હતાં.
શિવાનંદ સ્વામીના વારસોએ અખિલ ભારતીય સ્તરે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમની સાતમી પેઢીએ થયેલા પુષ્પેન્દ્ર આર્મી આફિસર હતા.
પુષ્પેન્દ્રના પુત્ર હરીન પંડ્યા નૌકાદળમાં કેપ્ટન હતા. બીજા પુત્ર ક્ષીતીનભાઈ મેજર જનરલ હતા. કારગીલ યુદ્ધ વખતે ક્ષીતીનભાઈ નિવૃત્ત હોવા છતાં દેશભક્તિથી પ્રેરાઈને સામે ચાલીને પોતાની સેવાઓ લશ્કરને આપી. ભારત સરકારે પણ તેમને ‘વિશિષ્ટ સેવાપદક’ દ્વારા સન્માન્યા.
આ પરિવારની છઠ્ઠી પેઢીના જમાઈ કવિ નર્મદે કહ્યું છે કે, ‘શિવાનંદની પાંચમી પેઢીએ ગૌરીનંદ થયા. તેઓ રાગ-રાગિણીઓમાં કથાવાર્તા કરતા. તે સમયમાં તેમના જેવો કથાકાર બીજો કોઈ હતો નહીં એવું છૂટથી બોલાય છે.
ગૌરીનંદ ભરૂચની અદાલતમાં શાસ્ત્રી (નાજર) હતા. તેમને ત્રણ પુત્રો હતા. મોટો પુત્ર મણીનંદ પૂનાની અદાલતમાં શાસ્ત્રી હતો. વચેટ ત્રિપુરાનંદ કવિ નર્મદાશંકરના સસરા અને ત્રીજા લલિતાનંદ સુરતની અદાલતમાં શાસ્ત્રી હતા.
સ્વામી શિવાનંદે ઉત્તરાવસ્થામાં સંન્યાસ ગ્રહણ કર્યો. પંચ્યાશી વર્ષની પાકટ વયે વિ. સં. 1682 (ઈ. સ. 1626)માં સમાધિ લીધી.
આજે પણ ગુજરાત અને ગુર્જરભાષીઓ. શિવાનંદ સ્વામીની આરતીઓ ગાઈ તેમનું ઋણ અદા કરે છે.                                                         - ભાસ્કર વા. પંડ્યા

નવદુર્ગાનાં નવ સ્વરૂપો

ભગવતી દુર્ગાનાં નવ મહત્ત્વનાં સ્વરૂપો

ભગવતી દુર્ગાનાં નવ મહત્ત્વનાં સ્વરૂપો છે, જે નવદુર્ગા કહેવાય છે. નવરાત્રિ દરમિયાન અનિષ્ટના વિનાશ માટે અને ધર્મના સંરક્ષણ માટે દુર્ગાદેવીનાં આ જુદાં જુદાં સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. આ નવદુર્ગાના  પ્રકાર આ મુજબના છે.
                                     શૈલપુત્રી
22.jpgનવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી છે. જે હિમાલયની પુત્રી છે. બે હાથ ધરાવતી આ માતાના એક જમણા હાથમાં ત્રિશૂળ અને બીજા (ડાબા) હાથમાં કમળ છે. તેમની સવારી નંદી ઉપર છે.
પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી મનને ‘મૂલાધારચક્ર’માં સ્થિત કરે છે. મા પૂર્વ જન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યારૂપે જન્મ્યાં હતાં અને તેમનું નામ પાર્વતી - હેમવતી પણ કહેવાય છે. કહેવાય છે કે, આ દેવીએ હેમવતી સ્વરૂપે દેવોનો ગર્વ ભાંગ્યો હતો.
                    બ્રચારિણી
23.jpgમા નવદુર્ગાના બીજા સ્વરૂપ્નું નામ બ્રચારિણી કહેવાય છે. આ માતાના જમણા હાથમાં જપ્ની માળા અને ડાબા હાથમાં કમંડળ છે. પૂર્વ જન્મમાં હિમાલયને ઘેર પુત્રી રૂપે ઉત્પ્ન્ન થયાં અને નારદના કહેવાથી શંકરને પતિરૂપે પ્રાપ્ત કરવા તપશ્ર્ચર્યા કરી હતી જેના પરિણામે બ્રચારિણી દેવીના નામથી ઓળખાય છે. તેમની કૃપાથી સર્વત્ર સિદ્ધિ અને વિજય પ્રાપ્તિ થાય છે.
ચંદ્રઘંટા
24.jpgમા નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ્નું નામ ‘ચંદ્રઘંટા’ કહેવાય છે. જે કનક જેવી ક્રાંતિ ધરાવે છે. માના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ હોઈ તેમને ચંદ્રઘંટા કહેવાય છે. તેમની કૃપાથી સાધકનાં અને ભક્તોનાં કષ્ટોનું નિવારણ થાય છે. તેમના દસ હાથ છે અને દરેક હાથમાં ખડ્ગ વગેરે શસ્ત્ર, બાણ વગેરે અસ્ત્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન સિંહ છે. તેમના ધ્યાનથી ભક્તો - સાધકોનું ઇહલોક - પરલોકમાં કલ્યાણ અને સદગતિ થાય છે.
કુષ્માંડ
25.jpgમા દુર્ગાના ચોથા સ્વરૂપ્નું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે. તેમની શક્તિ બ્રાંડને પેદા કરનારી છે, તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.
                                         સ્કંદમાતા
26.jpgમા દુર્ગાના પાંચમા સ્વરૂપ્નું નામ ‘સ્કંદમાતા’ કહેવાય છે. તેઓ શૈલપુત્રી બ્રચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયાં તેથી સ્કંદ તેમના પુત્રરૂપે પ્રગટ થયા તેમની માતા હોવાથી ‘સ્કંદ માતા’ કહેવાયા. આ સ્કંદ દેવોના સેનાપતિ હતા, પુરાણો અનુસાર તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે. સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તો - સાધકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ - સુખનો અનુભવ મળે છે.
                 કાત્યાયની
27.jpgમા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ્નું નામ ‘કાત્યાયની’ કહેવાય છે. કાત્યાયની અમોધ ફળદાયી છે. એવું કહેવાય છે કે, એમના નામથી કાત્યાયન આચાર્ય થયા છે, જેમણે પાણિનીની અષ્ટાધ્યાયીની પૂર્તિ કરવાને માટે વાર્તા બનાવી છે. તેમને ‘વરુરુચિ’ પણ કહે છે. કાત્યાયન ઋષિએ એવી આશાએ તપ કર્યુ કે તેમને પુત્રી થાય ને ભગવતી ઋષિની ભાવના પૂર્ણ કરવા તેમને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયાં, એથી તેમનું નામ કાત્યાયની પડ્યું છે. વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા માટે યમુનાકાંઠે કાત્યાયની પૂજા-તપ કર્યુ હતું તેથી તેઓ વ્રજમંડળની અધીશ્ર્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માના ભક્તો - સાધકોથી તેમની ઉપાસનાથી રોગ-શોક સંતાપ, ભયમુક્ત થાય છે અને ભક્તિથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. તેમનું વાહન સિંહ છે.
                                                  કાળરાત્રિ
28.jpgમા દુર્ગાના સાતમા સ્વરૂપ્નું નામ ‘કાળરાત્રિ’ કહેવાય છે. આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી ‘કાળરાત્રિ’ કહેવાયા એમના માથાના વાળ છુટ્ટા છે અને એમના ગળામાં વીજળી જેવી ચમકતી માળા છે. એમનાં ત્રિનેત્ર બ્રાંડ જેવા ગોળ છે, નાકથી શ્ર્વાસ-પ્રશ્ર્વાસ લેતાં હજારો અગ્નિની જેમ જ્વાળાઓ નીકળતી રહે છે. તેઓનું વાહન ગર્દભ છે. (શીતળાનું વાહન પણ ગર્દભ હોય છે.) ઉપર ઉઠાવેલા હાથમાં ચમકતી તલવાર છે અને નીચેના હાથમાં વરદ મુદ્રા છે. જેનાથી ભક્તો-સાધકોને શુભ ફળ આપ્નારી છે. તેમનું એક નામ ‘શુભંકરી’ છે, ભક્તોએ કોઈપણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે મા ‘કાળરાત્રિ’ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે.
                                         મહાગૌરી
29.jpgમા દુર્ગાના આઠમા સ્વરૂપ્નું નામ ‘મહાગૌરી’ કહેવાય છે. એમનો વર્ણ ગૌર છે અને તેમને ચાર ભૂજાઓ છે, શુભ્ર વસ્ત્રધારી છે, એમને ત્રણ નેત્રો છે. તેમનું વાહન ‘વૃષભ’ (બળદ) છે, જમણા હાથમાં અભયમુદ્રા, અને નીચેના હાથમાં કરમુદ્રા છે, દક્ષિણ હાથમાં ડમરુ છે. નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો, જ્યારે શિવજીએ ગંગાજળ મસળી તેમના દેહને ધોયો, ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો તે અત્યંત ગૌર બની ગયો, તેથી વિશ્ર્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયાં
સિદ્ધદાત્રી
30.jpgમા દુર્ગાના નવમા સ્વરૂપ્નું નામ ‘સિદ્ધદાત્રી’ કહેવાય છે. માર્કર્ંડય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે, એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધદાત્રી છે. બ્રવૈવત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્પા, મહિમા, ઈશિત્વવશિત્વ, સર્વ કામ સાધના પરકાયા-પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકત્વ, ભાવનાસિદ્ધિ, આ અઢાર સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. દેવી પુરાણ કહે છે કે, ભગવાન શિવે તેમની આરાધના સમયે બધી સિદ્ધિઓ આપી, તેમની કૃપાએ એમનું અડધું અંગ દેવીનું થઈ ગયું, જેથી એમનું નામ ‘અર્ધનારીશ્ર્વર’ પ્રસિદ્ધ થઈ ગયું. આ દેવી સિંહવાહિની છે. તેમને ચાર ભૂજા છે, તથા હંમેશાં પ્રસન્નવદના છે, દુર્ગાના આ સ્વરૂપ્નું દેવ, ઋષિ-મુનિ સિદ્ધ યોગી-સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે.

ગુજરાતનો ગૌરવવંતો મહોત્સવ નવરાત્રી

ગુજરાતનો ગૌરવવંતો મહોત્સવ નવરાત્રી
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
21.jpg
નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા, ઓળખાણ. આ ઉત્સવ દરમિયાન ગુજરાતીઓ શેરીઓમાં - પોળોમાં - મેદાનોમાં ગરબે ઘૂમવા ઊમટી પડે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશરની આ કાવ્યપંક્તિને અનુરૂપ ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે, ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે. આ ઉત્સવની ગુજરાતીઓ જ નહિ, પરંતુ તેમની સાથે વસતાં અન્ય પ્રદેશવાસીઓ પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો નવરાત્રી એક મહોત્સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ગાંડા કરી મૂકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘૂમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.
નવરાત્રી એટલે નવ દિવસ આદ્યશક્તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્તિ. હિન્દુ ધર્મમાં પાંચ દેવો મુખ્ય રીતે પુજાય છે - ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્ણુ, સૂર્ય દેવ અને આદ્યશક્તિ મા. દરેક જીવાત્માના જીવનમાં માતાનું સ્થાન હંમેશાં ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્ત્વ વધારે હોય છે. માતા એ જનની છે - બાળકનું લાલનપાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહિ - તેથી જ માતાનું અનેરું સ્થાન હોવાથી હંમેશાં માતાને પહેલાં પ્રણામ કરવામાં આવે છે. ઈશ્ર્વરમાં પહેલાં માતાના સ્વરૂપ્નું નિરૂપણ કરવામાં આવે છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવત્વમેવ બંધુશ્ર્ચ સખા ત્વમેવત્વમેવ વિદ્યા દ્રવિણમ્ ત્વમેવ
ત્વમેવ સર્વમ્ મમ્ દેવ દેવ.

તેથી જ નવરાત્રી દરમિયાન માતાની ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ આસો સુદ 1 થી આસો સુદ 9 સુધી ઊજવાય છે અને આસો સુદ 10 વિજયાદશમીને દિવસે માતાજીને વિદાય અપાય છે, પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી હોય છે.
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
અષાઢ સુદ 1 થી અષાઢ સુદ 9  દુર્ગોત્સવ -
આસો સુદ 1 થી આસો સુદ 9
મહા સુદ 1 થી મહા સુદ 9
આ ચારેય નવરાત્રીઓમાં દેવી સંપ્રદાયવાળા એક સરખી રીતે ભક્તિ ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે નવરાત્રીઓનું મહત્ત્વ વધુ છે.
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9
આસો સુદ 1 થી આસો સુદ 9
યોગાનુયોગ આ બંને નવરાત્રી દરમિયાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો ઉલ્લેખ થાય છે. ચૈત્ર નવરાત્રીની સમાપ્તી ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રીરામનાં પ્રાદુર્ભાવનો દિવસ અને દેવી ભાગવત અનુસાર આસો સુદ 1 થી આસો સુદ 9ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશક્તિ માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્રતટથી પ્રયાણ કર્યંુ હતું. 

નવરાત્રીમાં યોજાતી એક વિશિષ્ટ પરંપરા

નવરાત્રીમાં યોજાતી એક વિશિષ્ટ પરંપરા  લીલાપુરની ભવાઈ


08.jpgગુજરાતની લોકસંસ્કૃતિમાં ભવાઈ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભવાઈના પિતામહ ગણાતા અસાઈત ઠાકરે ભવાઈના 365 જેટલા વેશ રચ્યા છે. જે અનેક રીતે તેના વિશિષ્ટ તત્ત્વો ધરાવે છે. આજે પણ રાજ્યમાં અનેક સ્થળે ભવાઈના વેશ ભજવાય છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે ભજવાતી ભવાઈ એક વિશિષ્ટ અને આગવી પરંપરા ધરાવે છે. લીલાપુરમાં ભજવાતી ભવાઈની શરૂઆત એક સદી પહેલાં થઈ. બન્યું એવું કે ત્યાંના બ્રાણો શ્રી રવિશંકર મહેતા, શ્રી કાળીદાસ રાવલ અને શ્રી કેશવલાલ જાની કાંઝ ગામે ગયેલા. ત્યાં ચૈત્રમાસમાં ભવાઈ ભજવાય. ત્યાંની ભવાઈ જોઈ લીલાપુરના બ્રાણોને પોતાના ગામમાં પણ આવી ભવાઈ ભજવાવી જોઈએ એમ થયું. એ બધાએ પોતાની ઇચ્છા શ્રી ભાઈશંકર લાલજી મહેતાને જણાવી. તેમણે પ્રસ્તાવ વધાવી લીધો. આમ, માતાજીની ભક્તિની શ્રદ્ધામાંથી જન્મેલી એક ઇચ્છા આજે ‘એક સદીથી એક પરંપરા’ બની ગયેલ છે.
લીલાપુરમાં ભવાઈ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ સાતમ, આઠમ અને નોમ દરમિયાન ભજવાય છે, પણ તે માટેની તૈયારી તો જળઝીલણી એકાદશી - ભાદરવા સુદ અગિયારસના રોજ માતાજીને કંકોત્રી લખીને કરવામાં આવે છે. જળઝીલણી એકાદશીને દિવસે લખાતી કંકોત્રી દ્વારા નવરાત્રીમાં થનાર ભવાઈમાં પધારવા માતાજીને આમંત્રણ અપાય છે.
આસો મહિનાની સાતમના દિવસે એટલે કે સાતમા નોરતાની સાંજે બે-ત્રણ બ્રાણો માતાજીને લેવા માટે મંગળદીવેથી ભવાઈની સાખીઓ બોલ્યા પછી ગરબી ગાતાં ગાતાં ગામને પાદર જાય છે. ત્યાર બાદ બ્રાણો સાથે અન્ય લોકો તેમની પાછળ સાઝ સાથે માતાજીને તથા માતાજીને લેવા ગયેલ બ્રાણોને લેવા માટે જાય છે. વાજતેગાજતે સૌ માતાજીને ચોકમાં લઈ આવે છે. ચોકમાં આવ્યા બાદ બે બ્રાણો માતાજીનો પડ સાધે પડ જગાડે છે. (ભૂમિ પૂજન કરે છે) ઉપરાંત ભવાઈ - રમનારને ઈજા ન થાય અને માતાજી એમનું રક્ષણ કરે એ માટે પણ પડ બંધાય છે. ત્યાર બાદ સાયંકાળની આરતી થાય છે. આરતી બાદ માતાજીની મંગળ દીવાએ - નક્કી કરેલ સ્થાને સ્થાપ્ના થાય છે. માતાજીની સ્થાપ્ના બાદ સાખી બોલાય છે અને ઘીની જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે વિનંતી કરવામાં આવે છે કે, ભવાઈ રમનાર ભાઈઓ માતાજીના પડમાં કોઈ પણ પ્રકારનો વેરભાવ મનમાં રાખશો નહીં, ને મા જગદંબાની યથાશક્તિ ભક્તિ કરશો. ઘીના દીવાની જ્યોત સાડા ત્રણ દિવસ સુધી અખંડ રાખવામાં આવે છે. દશેરાના દિવસે માતાજીનો પડ વધાવવામાં આવે છે. અહીંથી ભવાઈ રમનાર સૌ વાજતેગાજતે મંગળ દીવે જાય છે અને ત્યાં ઘૂઘરો છૂટે છે.

હવે અન્ય લોકો પણ આ ભવાઈમાં ભાગ લે છે

લીલાપુરની ભવાઈ લગભગ લીલાપુરના બ્રાણો દ્વારા જ ભજવાતી. જોકે હવે આવું રહ્યું નથી. અન્ય ભક્તો પણ ભાગ લે છે. નવરાત્રીના દિવસોમાં લીલાપુરના વતની બ્રાણો લીલાપુર આવી જાય છે.
સાતમ, આઠમ અને નોમના દિવસો દરમિયાન ભજવાતા વેશોમાં ગણપતિ, જૂઠણ, ભોઈરાજ, ભોયણ, કંસારા, ગટારામ, મુંડા, બહુચરાજી, શંકર પાર્વતી, મિયાં-બીબી - સામલિયા ને બ્રાણોના વેશો ઘણે ભાગે ભજવાય છે. આમાં ગટારામ, કંસારા, બહુચરાજી, સામલિયો, મુંડા, મિયાં-બીબીના વેશો લોકોને વધુ ગમે છે.
ભવાઈની સફળતાનો આધાર તેના સંવાદો છે. સરળ, રોજબરોજની બોલીમાં અને મર્માળા, મર્મસ્પર્શી હોય છે અને આને લીધે છે જીવંતતા આવે છે. કલાકાર અને પ્રેક્ષકો વચ્ચે તાદાત્મ્ય સધાય છે. તેથી જ લગભગ આખી રાત ચાલતી આ ભવાઈમાં સહેજેય થાક લાગતો નથી કે રજૂઆત નિરસ બનતી નથી અને દર્શકને જકડી રાખે છે.
સ્ત્રીપાત્ર અંગે એક વિશિષ્ટ બાબત છે. જે ભાઈ સ્ત્રીનું પાત્ર લે છે તેમણે મંગળ દીવો પ્રગટાવે ત્યારથી બંગડી પહેરવી પડે. દશેરાના દિવસે ઘૂઘરા છૂટે ત્યારે જ બંગડી કઢાય. જોકે આ પ્રથા હાલ ચુસ્તપણે પળાતી નથી.
પોશાક અને સજાવટને અભિનયનું અંગ ગણવામાં આવ્યું છે. લીલાપુરની ભવાઈના વેશોના પાત્રોનો ‘આહાર્ય’ પણ પરંપરાગત છે. સ્થાનિક મંડળ આ પોશાક ધરાવે છે.
ભવાઈમાં સામાન્ય રીતે ભૂંગળ, પખવાજ, નરઘાં ઝાંઝ અને હારમોનિયમનો ઉપયોગ વાદ્ય તરીકે થાય છે.
એક સદી પહેલાં શરૂ થયેલ ભવાઈ પરંપરા આજે પણ અસ્ખલિત ચાલી રહી છે. માતાજી પ્રત્યેની ભક્તિને લઈને ઉદ્ભવેલ ભવાઈ પરંપરા આજે તો લીલાપુર ગામના ધાર્મિક અને સામાજિક જીવનનું અવિભાજ્ય અંગ બની ગયેલ છે.                     

ભક્તિ અને શક્તિનું પર્વ નવરાત્રી

ભક્તિ અને શક્તિનું પર્વ નવરાત્રી


તહેવારોના ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ સાથે-સાથે વર્તમાન સંદર્ભમાં સામાજિક પાસા સાથે જોડીને તેને ઊજવવામાં આવે તો સમાજ સોળે કળાએ ખીલી ઊઠે છે. આજે નવરાત્રીના પ્રસંગે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે ત્યારે આપણે  નવરાત્રી અને વિજ્યાદશમીના પૌરાણિક મહત્ત્વ, ધાર્મિક મહત્ત્વ અને વર્તમાન સામાજિક જવાબદારી વિશે ચર્ચા કરીશું.


ભારતીય સંસ્કૃતિ વિશાળ છે. અનેક ધર્મના લોકોને પોતાની છત્રછાયામાં સમાવીને બેઠેલો આ દેશ હંમેશાં તહેવારોની ઉજવણીથી ધમધમતો રહે છે. વર્ષ દરમિયાન અનેક નાના-મોટા તહેવારો ઉજવાતા રહે છે અને આ તહેવારો જ દેશના લોકોને હંમેશાં ઉત્સાહિત અને શક્તિથી ભરપૂર રાખે છે.
એક રીતે જોઈએ તો આ તહેવારોની ઉજવણીનું એક આગવું કારણ છે, માત્ર મોજ-મસ્તી ખાતર આ તહેવારોની ઉજવણી નથી થતી. દરેક તહેવારની ઉજવણી પાછળ એક સામાજિક કારણ હોય છે.
નવરાત્રી - દશેરાનું પૌરાણિક માહાત્મ્ય
આજે આપણે વાત કરવી છે ગુજરાતનાં અને હવે દેશની સીમાઓ પાર કરીને ઠેર-ઠેર પ્રસરી ગયેલા નવરાત્રીના તહેવારની. આ નવરાત્રીનું પૌરાણિક મહત્ત્વ જોઈએ તો પૃથ્વી, પાતાળ અને બ્રાંડ સમગ્ર જગ્યાએ મહિષાસુર નામનો એક રાક્ષસ ત્રાહિમામ્ વરસાવતો હતો. પાછું ખુદ બ્રાજીએ એને વરદાન આપ્યું હતું કે કોઈ પુરુષ તેને મારી નહીં શકે. માટે તેનો નાશ કરવા બ્રા, વિષ્ણુ અને મહેશે તેમની જુદી જુદી શક્તિઓ સંકલિત કરીને દુર્ગામાતાનો અવતાર ધરતી પર ઊતાર્યો. પૂરા નવ દિવસ એક પ્રચંડ યુદ્ધ ખેલાય છે અને છેલ્લે દસમા દિવસે દુર્ગામાતાનો વિજય થાય છે. જેને આપણે દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઊજવીએ છીએ. દશેરા સાથે રામના રાવણ પરના વિજયની વાત પણ જોડાયેલી છે. એ વખતે સંરક્ષણ મંત્રાલય કરતાં યુદ્ધ મંત્રાલયનું મહત્ત્વ વધારે હતું. શિવાજીએ પણ આ જ દિવસે ઔરંગઝેબ સામે સૈન્ય દોર્યું હતું.
શૂરાતન પ્રગટાવવા ઉજવાય છે દશેરા
સમાજના લોકોમાં શૂરાતન પ્રગટાવવા માટે દશેરાનો ઉત્સવ ઊજવાય છે. આ પર્વમાં સીમોલ્લંઘનનું પણ ખૂબ મહત્ત્વ છે. સીમોલ્લંઘન એટલે બીજો કોઈ આપણી સીમામાં દખલગીરી કરે તો એનો જડબાતોડ જવાબ આપવો. યુદ્ધ જો અનિવાર્ય જ હોય તો શત્રુના હુમલાની રાહ જોયા વિના જ આક્રમણ કરી તેને પરાસ્ત કરવો. આ પ્રસંગે રઘુરાજા અને કૌત્સની એક કથા યાદ આવે છે. કૌત્સ એક ગરીબ ઘરનો યુવાન હતો. આશ્રમમાં અનેક ધનવાન શિષ્યોની વચ્ચે રહી ગુરુજી પાસે જ્ઞાન મેળવતો હતો. જ્યારે રઘુરાજા ખૂબ જ ભાવુક રાજા હતા. તે દર બાર વર્ષે પોતાનું તમામ ધન સમાજના કલ્યાણ માટે દાનમાં આપી દેતા અને પોતાની પાસે ફક્ત એક ધોતી રાખીને શમીના વૃક્ષ નીચે તપ કરવા બેસતા.
હવે બન્યું એવું કે કૌત્સની વિદ્યા પૂર્ણ થઈ. વિદાય લેતી વખતે તમામ ધનવાન શિષ્યોએ ગુરુને સારી એવી દક્ષિણા આપી પણ ગુરુજીએ કૌત્સ પાસેથી કંઈ પણ લેવાની ના પાડી. કૌત્સે ગુરુજીને દક્ષિણા આપવાની જીદ કરી. લાખ આનાકાની બાદ પણ એ ના માન્યો એટલે ગુરુજીએ ગુસ્સે થઈને ગરીબ કૌત્સને 14 કરોડ સુવર્ણમુદ્રા દક્ષિણામાં આપવા જણાવ્યું. ફરતો - ફરતો કૌત્સ રઘુરાજા તપ કરવા બેઠા હતા તે શમીના વૃક્ષ તરફ આવ્યો. જેવી જાણ થઈ કે રઘુરાજા તેમનું તમામ ધન દાનમાં આપીને બેઠા છે એટલે એ પાછો વળવા જતો હતો ત્યાં જ રઘુરાજાએ એને રોક્યો અને કહ્યું કે, ‘‘તું અવશ્ય મારી પાસે કંઈ લેવા આવ્યો હોઈશ...’’ મારી પાસેથી કોઈ પાછું જાય એ મને મંજૂર નથી. માગ વત્સ તારે શું જોઈએ છે ? અને કૌત્સે 14 કરોડ સુવર્ણમુદ્રા માગી.
રઘુરાજા પાસે તો કંઈ જ હતું નહીં. એમણે કુબેર પાસે 14 કરોડ સુવર્ણમુદ્રા ઉધાર માગી. કુબેરે ના પાડી એટલે એમણે એમની સીમા ઉલ્લંઘીને કુબેર પર બાણ ચઢાવ્યું અને શમી પર સુવર્ણમુદ્રાઓનો વરસાદ થયો. આખા ઢગલામાંથી કૌત્સે ફક્ત 14 કરોડ મુદ્રા લીધી. જરૂરથી વધારે ન લેવું એવો કૌત્સનો આગ્રહ હતો તો સામે રાજકોષમાં આ ધન ન સમાવવા માટે રઘુરાજાનો આગ્રહ હતો. આજે પણ ઘણી જગાએ શમીનાં પાંદડાંઓ સુવર્ણમુદ્રાના પ્રતીકરૂપે ભેટમાં અપાય છે.
આમ દશેરા એટલે સમાજમાં રહેલી દીન, હીન, લાચાર મનોદશા અને ભોગવૃત્તિને ખતમ કરવા કેડ કસવાનો દિવસ. ધન-વૈભવ અને અલબત્ત સુખ પણ વહેંચીને ભોગવવાનો દિવસ. દશેરા એટલે નવ-નવ નોરતાંની આરાધના બાદ આવતો વીરતાનો વૈભવ, શૌર્યનો શણગાર અને પરાક્રમનું પર્વ.

અનિષ્ટોનો નાશ કરવાનું પર્વ

નવરાત્રીનો ઉત્સવ મહિસાસુર જેવા દેશનાં અનિષ્ટોના નાશ માટે  શક્તિ સંકલિત કરવાનું પર્વ છે. નવરાત્રી એ આસુરી વૃત્તિ પર વિજય મળે તેવી પ્રાર્થના કરવાનો અવસર છે.
અસુર એટલે ‘અસુષુ રમન્તે ઇતિ અસુરા:’ એટલે કે ભોગોમાં જ રમમાણ - આત્મલક્ષી વ્યક્તિ. ભોગોમાં જ અસુર રહેલો છે. નવરાત્રી એના નાશ માટે સંઘબળનું પર્વ છે. સંગઠનનું પર્વ છે. સ્ત્રીશક્તિ એ માનવજાતનું ગર્ભસ્થળ છે, માટે સ્ત્રી સૌ પ્રથમ મા છે, શક્તિ છે, જગતજનની છે, આદ્યશક્તિ છે. નવ મહિનાના ગર્ભાધાનકાળના પ્રતીકરૂપે આ શક્તિપૂજન નવ દિવસ ઉજવાય છે. માટીના કાચા ઘડામાં એકાવન શક્તિ, આહ્વાન છિદ્રો વચ્ચે પ્રગટાવેલી જ્યોત સાથે મૂકી, શક્તિની આરાધનાનું આ નવરાત્રી પર્વ દુનિયાની તમામ સંસ્કૃતિથી ભારતીય સંસ્કૃતિને જુદી તારવે છે. દુનિયાની કોઈ સંસ્કૃતિમાં સ્ત્રી પ્રત્યેનો આવો પૂજનીય ભાવ અકલ્પ્નીય છે.
નવી પેઢીનાં નોરતાં
ખરેખર તો આ નવ દિવસ એ શક્તિની આરાધનાના દિવસ છે. તમે વર્ષો પહેલાં રમાતા ગરબાના સ્ટેપ્સ જોશો તો ખ્યાલ આવશે કે એ શરીરમાં ઊર્જા અને શક્તિ પ્રદાન કરનાર હતા. જૂના - જમાનાના રાસ, રાસડો, ગરબા, ગરબી, હિંચ, ટીટોડો વગેરેનાં સ્ટેપ્સથી શરીરને એક અનેરી ઊર્જા પ્રદાન થતી હતી. નવરાત્રીના નવે - નવ દિવસ ચાલતા આ ગરબાનું મૂળભૂત ધ્યેય અનેક આયામોથી ભરપૂર હતું. તેમાં નૃત્યના આનંદની સાથે સાથે ભક્તિ, આરાધના અને સમાજસુરક્ષા પણ જોવા મળતી હતી. આ નવ દિવસમાં ગરબા ગાઈ અને રમીને લોકો સમગ્ર શરીરમાં શક્તિનો સંચાર કરતા અને એ શક્તિનો સમાજસુરક્ષા માટે ઉપયોગ કરતા. વધુમાં મનને એક આનંદ પણ પ્રાપ્ત થતો. આજકાલ આનંદના નામે થતી મસ્તીનો પ્રભાવ વધતો દેખાય છે. બાકી નવરાત્રીની ઉજવણી પાછળના મોટાભાગના આશયો લાઉડસ્પીકરોના ઘોંઘાટમાં ચગદાઈને પ્રભુને પ્યારા થઈ ગયા છે.
જનરેશન ફશન : એક ટેન્શન
એક વાત સમજીએ કે જનરેશન બદલાય એટલે ફશન બદલાય, પણ જે ફશન સંસ્કૃતિના ભોગે બદલાતી હોય તેે ફશન ના કહેવાય પણ ટેન્શન કહેવાય. એમાંય છેલ્લાં દસ - પંદર વર્ષમાં તો લોકોએ જડમૂળથી એની કાયાપલટ કરી નાખી છે. જૂના-જમાનાની નવરાત્રી, ત્યારના રાસ ગરબા, બધું ભૂલી જઈએ. નવા જમાનાનો બદલાવ સ્વીકારી લઈએ. છતાં છેલ્લાં થોડાંક વર્ષોમાં તો ગરબાના પટમાંથી ગવાતા અને રમાતા બંને ગરબાઓ અદ્શ્ય થઈ જાય છે. એમાંય જ્યારથી શેરી ગરબાનું સ્થાન પાર્ટી-પ્લોટોએ લીધું છે ત્યારથી તો ગરબો ‘ગરબો’ જ નથી રહ્યો. આખા - ગામ કે સોસાયટીના તમામ યુવક-યુવતીઓના સર્કલથી બનતા મોટા ગોળ ગરબાને બદલે આજકાલ બે-પાંચ જણાનાં ગ્રૂપ મનફાવે એવી અંગભંગિમાઓ આદરીને ગરબાની આખી શૈલીને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
ગરબા ગુમ... ગીતો ગાજ્યાં
ગવાતા ગરબામાં પણ ‘મા પાવા તે ગઢથી...’’ ‘‘ચપટી ભરી ચોખાને...’’ ‘‘ખોડિયાર છે જોગમાયા...’’ જેવા અનેક ગરબાઓ માત્ર કસેટની પટ્ટી પર ફેરફૂદરડી ફરી રહ્યા છે અને ક્યારેક કોઈ પાર્ટી પ્લોટમાં એ ગવાય છે તો એને રિ-મિક્સ કરીને એના શબ્દો સુધ્ધાંમાં ફેરફાર કરીને ખૂબ જ બેહૂદી રીતે રજૂ કરાય છે. એમાંય હમણાં થોડાં વર્ષોમાં હિન્દી ફિલ્મી ગીતોએ, અને બે-ચાર ગરબા ગાઈને ગાયક બની બેઠેલા ગાયકોએ તો નવરાત્રીને સાવ ઉઘાડી કરી નાખી. બે-ચાર વર્ષ પહેલાં જ નવરાત્રીમાં એક પાર્ટી પ્લોટમાં ‘‘ભીગે હોઠ તેરે... પ્યાસા દિલ મેરા... કભી કોઈ રાત મેરે સાથ ગુજાર...’’ એ ગીત પર જુવાનિયાઓ ગરબા રમી રહ્યા હતા. વિચાર કરો માતાજીના પટમાં માતાજીની છબી સામે રાત ગુજારવાની વાત થાય છે.
ઉપરાંત, ‘‘મધરો દારૂડો મેં... પીધો...’’ ‘‘જલસા કર બાપુ જલસા...’’ જેવાં કેટલાંય ગરબાના પટની ગરિમાને અયોગ્ય એવાં ગીતોએ ધૂમ મચાવી છે. ગઈ સાલની જ વાત કરીએ તો નવરાત્રીના નવે... નવ દિવસ તમામ પાર્ટી પ્લોટોમાં ‘‘સનેડો’’ ધૂમ મચાવતો રહ્યો. એક વાર આ ગીતના ‘અંતરા’ સાંભળ્યા પછી ખબર પડે કે ખરેખર આ ગીત માતાજીના પટમાં ગવાય જ નહીં...
એ જ રીતે વસ્ત્રોમાં પણ ઘણો ચેન્જ આવી ગયો છે. જો કે પહેલાંના જમાનાની જેમ અત્યારે પણ યુવકો કેડિયાં પહેરે છે અને યુવતીઓ ઘેરદાર ઘાઘરો પહેરે છે. પણ પ્રશ્ર્ન છે એમના ટોપ્નો. પેલી માથાના વાળથી લઈ હાથના કાંડા સુધીના અંગો ઢાંકતી ચૂંદડી ફશનના વાયરામાં ક્યાંક ઊડી ગઈ છે. એના બદલે પૂરી પીઠ અને અડધી છાતી દેખાય એવી બેકલેસ ચોલી આવી ગઈ છે.
એક સમયે માતાજીના ગરબા થતા હોય તે પટમાં ચપ્પલ પહેરીને જવાની પણ મનાઈ હતી જ્યારે આજે મેચિંગની મોજડી અને ચમકતા ચપ્પલ ફશનનો એક ભાગ બની ગઈ છે.
મોટાં શહેરોનો નવરાત્રી ઉત્સવ એક ફશન પરેડ બનીને રહી ગયો છે. જાણે વસ્ત્ર પરંપરાનું સંકરણ થઈ ગયું છે. પેન્ટ ઉપર સાડી, કેડિયા ઉપર સનગ્લાસ ચશ્માં (હા, અંધારામાંય), કાળા થવાનો મેકઅપ, અવનવા ટેટુ અને વહેલી સવાર સુધી એક પાર્ટી પ્લોટથી બીજા સુધીની દોડધામ.
આપણાં શાસ્ત્રોમાં ચૈત્રી નવરાત્રી કે આસો નવરાત્રીમાં રાત્રીના બીજા પ્રહર પછી ખુલ્લા આકાશમાં સૂવું કે બેસવું નિષેધ ગણાયું છે. જ્યારે અહીં તો બીજા પ્રહર પછી જ બહાર  નીકળાય છે. બારના ટકોરે રાગડા ખેંચવાનો પ્રથમ સૂર ખેંચાય છે.
ગરબાનું વ્યવસાયીકરણ
જ્યારથી ગરબા શેરીમાંથી હટીને પાર્ટી-પ્લોટ્સમાં ઊજવાતા થયા છે. ત્યારથી એનું વ્યાવસાયીકરણ થઈ ગયું છે. ભક્તિનું આ પર્વ નવરાત્રી અગાઉ ગરબાના  વર્ગો  શરૂ થઈ જાય છે. જેમાં હજારો રૂપિયાની ફી લઈને નાસ્તા પાણીનાં સ્ટોલ્સ ઊભા કરીને ત્રણ-ત્રણ ચાર-ચાર ગણા ભાવ લઈ રીતસરની લૂંટ ચલાવવામાં આવે છે. ગરબા શીખવાના પણ પૈસા, ગરબા ગાવા માટે પણ પૈસા અને ગરબાના સ્થળે ઊભા રહેવા માટેના પણ પૈસા. આજકાલ ગરબો આર્થિક બોજ બની ગયો છે. બને ત્યાં સુધી એનું વ્યાવસાયીકરણ અટકાવીએ તો સારું.
07.jpg
ભક્તિ અને શક્તિના પર્વને મસ્તીનુંપર્વ બનતાં અટકાવો
ઘણા લોકો કહેશે કે નવી પેઢી એમના જમાના મુજબ હરે-ફરે, કપડાં પહેરે એમાં ખોટું શું છે ? એમાં ખોટું તો કંઈ જ નથી. પણ નવરાત્રીના નામે યુવાપેઢી કુછંદે ચઢે એ અયોગ્ય છે.
જો કે સાવ એવું પણ નથી. આખી ને આખી નવી પેઢીને દોષ દેવો એ ભૂલ કહેવાય. કહેવાનું એેટલું જ કે નવરાત્રીના નામે આપણી સંસ્કૃતિમાં કેટલાંક દૂષણો ભળી રહ્યાં છે. હજુ મોડું નથી થયું, સમય છે.  યુવાનીના થનગનતા ઘોડા પર સહેજ લગામ રાખી નવી પેઢીની ઘોડાગાડીને કાબૂમાં કરી શકાય તેમ છે. બસ લગામ હાથમાં રાખો પછી એને જે રીતે મનફાવે તેમ જ્યાં વિહરવું હોય ત્યાં વિહરવા દો, જેથી એ ખોટા માર્ગે પહેલું જ ડગલું માંડે ત્યાં એને રોકી શકાય.
બીજી એક વાત કાનની બૂટ પકડીને કબૂલવી પડે કે નવરાત્રીના પર્વને ભક્તિભાવથી ઊજવે છે એવા લોકો પણ ઓછા નથી. આ બગાડનું બીજ તો હજુ મોટાં શહેરોમાં જ રોપાયું છે એમ કહી શકાય. બાકી હજુ એવાં કેટલાંય ગામડાંઓ અને કેટલીય સોસાયટીઓ, શેરીઓ કે ફળિયાંઓ મોજૂદ છે જ્યાં માતાજીની છબી આગળ મૂકેલા ગરબાનાં છિદ્રોમાંથી રેલાતા પ્રકાશના અજવાળામાં ભારતની સંસ્કારિતા પૂરેપૂરી શાલીનતા અને ભક્તિભાવથી ગરબે ઘૂમતી જોવા મળે છે. હોમ, હવન, યજ્ઞ, ચંડીપાઠ, અનુષ્ઠાન, ઉપવાસ, આરતી, ભક્તિ વગેરે કરીને માતાજીના પર્વની પૂરેપૂરી ગરિમા જાળવનારો પણ એક મોટો વર્ગ છે. જેને લીધે જ આપણી સંસ્કૃતિ હજી ટકી રહી છે.
આ લેખ લખવા પાછળનો હેતુ માત્ર નવરાત્રીના પાવન પર્વમાં ઘૂસણખોરી કરવા મથી રહેલા કેટલાંક અનિષ્ટો તરફ ધ્યાન દોરવાનો અને માત્ર એટલું કહેવાનો છે કે આ પાવન પર્વ ભક્તિ અને શક્તિનું છે. એના બદલે માત્ર મસ્તીનું બનીને ના રહી જાય એનું ધ્યાન રાખવાની ફરજ આપણી છે. નવરાત્રીના આ ગરબાની સાચી ગરિમા જાળવવાનું ભગીરથ કાર્ય યુવાવર્ગને સોંપતા પહેલાં તેમને ગરબાની સાચી ગરિમા સમજાવવા માટે છે.
આપણે નવ દિવસમાં નવ મિનિટ ખર્ચીશું તો પણ ઘણો... ઘણો... ઘણો ફરક પડશે. બાકી નવે નવ રાત્રીને પૂરેપૂરા થનગનાટ... તરવરાટ... રણઝણાટ... ધમધમાટ અને ઝગમગાટથી માણવામાં કશો વાંધો નથી.       - રાજ ભાસ્કર

Sunday, September 21, 2014

PM मोदी - एक्सक्लूसिव इंटरव्यू

सीएनएन पर नरेंद्र मोदी का पूरा इंटरव्यू हिंदी में पढ़ें

प्रधानमंत्री नरेंद्र मोदी ने अपनी अमेरिका यात्रा से पहले सीएनएन के वरिष्ठ पत्रकार फरीद जकारिया को एक्सक्लूसिव इंटरव्यू दिया। पढ़िए उस इंटरव्यू के सवालों के जवाबः-







फरीद जकारियाः आपके चुनाव के बाद लोगों ने एक प्रश्न दोबारा पूछना शुरू कर दिया है, जो पिछले दो दशकों में कई बार पूछा जा चुका है। वह यह है, कि क्या भारत अगला चीन होगा? क्या भारत स्थिरता से 8 से 9 प्रतिशत की दर से विकास कर पाएगा और खुद को बदलकर दुनिया में बदलाव ला सकेगा?
प्रधानमंत्री मोदीः देखिए, भारत को कुछ भी बनने की जरूरत नहीं है। भारत को भारत ही बनना चाहिए। ये वो देश है, जो कभी सोने की चिड़िया कहा जाता था। हम जहां थे, वहां से नीचे आए हैं। फिर से उठने की हमारी संभावनाएं बढ़ी हैं। दूसरी बात है, अगर आप पिछली पांच शताब्दियों या दस शताब्दियों का डिटेल देखेंगे, तो आपके ध्यान में आएगा, कि भारत और चीन ने हमेशा एक साथ विकास किया है। पूरे विश्व की जीडीपी में दोनों का योगदान हमेशा समान रहा है, और पतन भी दोनों का साथ-साथ हुआ है। ये युग फिर से एशिया का आया है। और बहुत तेजी से भारत और चीन दोनों साथ-साथ आगे बढ़ रहे हैं।
फरीद जकारियाः लेकिन मुझे लगता है, लोग अभी भी यह सोचते होंगे, कि क्या भारत 8 से 9 प्रतिशत की विकास दर हासिल कर सकता है, जो चीन लगातार 30 सालों से हासिल करता आ रहा है, जबकि भारत ने यह काफी छोटे से अरसे के लिए किया है?
प्रधानमंत्री मोदीः पहला, मेरा पूरा विश्वास है, कि भारत में ये क्षमताएं अपरंपार हैं। मुझे क्षमताओं के विषय में आशंका नहीं है। एक सौ पच्चीस करोड़ नागरिकों के उद्यमी स्वभाव पर मेरा पूरा भरोसा है। बहुत क्षमताएं है। सिर्फ क्षमताओं को कैसे हासिल करना है, उसका रोडमैप मेरे मन में बहुत स्पष्ट है।
फरीद जकारियाः पिछले दो साल में पूर्वी चीन के समुद्र और दक्षिणी चीन के समुद्र में चीन के व्यवहार ने इसके कई पड़ोसियों को चिंता में डाला है। फिलीपींस और वियतनाम में राष्ट्रप्रमुखों ने यह चिंता जताते हुए काफी कठोर वक्तव्य दिए हैं। क्या आपको इसकी चिंता है?
प्रधानमंत्री मोदीः भारत की मिट्टी अलग प्रकार की है। सवा सौ करोड़ लोगों का देश है। हर छोटी-मोटी चीजों से चिंतित होकर देश नहीं चलता है। लेकिन समस्याओं की तरफ हम आंख बंद करके भी नहीं रह सकते हैं। हम 18वीं शताब्दी में नहीं रह रहे हैं। सहभागिता का युग है ये। और हर किसी को हर किसी की मदद लेनी पड़ेगी और हर किसी को हर किसी की मदद करनी पड़ेगी। चीन भी एक बहुत पुरातन सांस्कृतिक विरासत वाला देश है। और जिस प्रकार से चीन में आर्थिक विकास की ओर ध्यान गया है, तो वो भी विश्व से अलग होना पसंद करेगा, ऐसा मैं नहीं मानता हूं। हम भी चीन की समझदारी पर भरोसा करें, विश्वास करें, कि वह वैश्विक कानूनों को स्वीकार करेगा, और सबके साथ मिलजुलकर आगे बढ़ने में वह अपनी भूमिका निभाएगा।
फरीद जकारियाः क्या आप चीन को देखकर यह महसूस करते हैं, कि यह इतनी तेजी से विकसित हो सका है, वास्तव में मानवीय इतिहास में सबसे तेजी से, क्योंकि यहां अथॉटेरियन सरकार है। क्योंकि यहां पर सरकार के पास अच्छे बुनियादी ढांचे के विकास, निवेश के लिए इंसेंटिव के निर्माण की शक्ति है। क्या आप इसे देखते हैं और यह सोचते हैं, कि लोकतंत्र का यह मूल्य चुकाना पड़ता है, कि आपको सब चीजें धीरे-धीरे करनी पड़ती हैं?
प्रधानमंत्री मोदीः देखिए दुनिया में चीन जैसे एक उदाहरण है, वैसे लोकतांत्रिक देश भी एक उदाहरण हैं। वो भी उतने ही तेजी से आगे बढ़े हैं। ऐसा नहीं है, कि लोकतंत्र है तो ग्रोथ संभव नहीं है। आवश्यकता है कि हम अपने लोकतांत्रिक फ्रेमवर्क में रहें। क्योंकि वह हमारा डीएनए है। वह हमारी बहुत बड़ी अमानत है। उसमें हम कोई समझौता नहीं कर सकते।
फरीद जकारियाः यदि आप चीन सरकार की शक्ति को देखें, तो क्या आप नहीं चाहेंगे, कि आपके पास कुछ वैसी ही अथॉरिटी हो?
प्रधानमंत्री मोदीः देखिए, मैंने तो लोकतंत्र की ताकत देखी है। अगर लोकतंत्र न होता, तो मोदी जैसा एक गरीब परिवार में पैदा हुआ बच्चा यहां कैसे बैठता? ये ताकत लोकतंत्र की है।
फरीद जकारियाः अमेरिका में कई, और भारत में कुछ लोग हैं, जो चाहते हैं, कि अमेरिका और भारत को निकट सहयोगी होना चाहिए। वे विश्व के सबसे पुराने लोकतंत्र और विश्व के सबसे बड़े लोकतंत्र हैं। लेकिन किसी कारणवश यह कभी नहीं हो सका और हमेशा कुछ बाधाएं और मुश्किलें आती रहीं। क्या आपको लगता है, कि अमेरिका और भारत के लिए रणनीतिक गठबंधन विकसित कर पाना संभव है?
प्रधानमंत्री मोदीः पहली बात है, कि मैं इसका एक शब्द में जवाब देता हूं कि हां! और बड़े विश्वास के साथ मैं कहता हूं, हां। और मैं जो यह हां कहता हूं, उसका मतलब यह है कि भारत और अमेरिका के बीच में कई समानताएं हैं। अब पिछली कुछ सदियों की ओर देखेंगे तो दो चीजें ध्यान में आएंगी। दुनिया के हर किसी को अमेरिका ने अपने में समाया है और हर भारतीय ने दुनिया में हर इलाके में अपने आप को बसाया है। ये एक बहुत टिपिकल नेचर है, दोनों समाजों का। प्राकृतिक रूप से सहअस्तित्व के स्वभाव के ये दोनों देश हैं। दूसरा, ये बात ठीक है, कि पिछली शताब्दी में काफी उतार-चढ़ाव रहा। लेकिन 20वीं सदी के अंत से लेकर 21वीं सदी के पहले दशक में आप देखेंगे कि बहुत बदलाव आया है। संबंध बहुत गहरे हुए हैं। ऐतिहासिक रूप से, सांस्कृतिक विरासत के रूप में इन दोनों देशों की कई साम्यताएं हैं, वो हमें जोड़कर रखती हैं और मुझे लगता है, कि ये जुड़ाव आगे और गहरा होगा।
फरीद जकारियाः ओबामा प्रशासन के साथ आपके अब तक के संपर्क में कई कैबिनेट मंत्री यहां आए हैं। क्या आपको लगता है, कि वॉशिंगटन में वास्तविकता में भारत के साथ संबंधों को ठोस रूप से अपग्रेड करने की इच्छा है?
प्रधानमंत्री मोदीः पहली बात है, कि भारत और अमेरिका के संबंधों को सिर्फ दिल्ली और वॉशिंगटन के दायरे में नहीं देखना चाहिए। एक बहुत बड़ा दायरा है। अच्छी बात यह है, कि दिल्ली और वॉशिंगटन दोनों का मूड भी बड़े दायरे के अनुकूल बनता जा रहा है और उसमें भारत की भी भूमिका है, वॉशिंगटन की भी भूमिका है।
फरीद जकारियाः यूक्रेन में रूस की कार्यवाही के संबंध में भारत कुछ खास सक्रिय नहीं रहा है। आप रूस के द्वारा क्रीमिया पर कब्जा किए जाने के बारे में क्या सोचते हैं?
प्रधानमंत्री मोदीः पहली बात है, कि जो कुछ भी वहां हुआ, जो निर्दोष लोग मारे गए, या एक विमान हादसा जो हुआ, ये सारी बातें दुखद हैं। आज के युग में, मानवता के लिए ये कोई अच्छी बातें नहीं हैं। हमारे यहां एक कहावत है हिंदुस्तान में कि, पहला पत्थर वो मारे, जिसने कोई पाप न किया हो। दुनिया में ऐसे समय उपदेश देने वालों की संख्या तो बहुत रहती है, लेकिन उनके आंचल में देखें तो पता चले कि उन्होंने भी कभी न कभी ऐसे पाप किए हैं। भारत का सोचा-समझा यही दृष्टिकोण है, कि मिल-बैठकर, बातचीत करके समस्याओं का समाधान करने का प्रयास करते रहना चाहिए, निरंतर करते रहना चाहिए।
फरीद जकारियाः एक मुद्दा जिसके लिए भारत विश्व की सुर्खियों में आया है, या लोगों ने इसके बारे में सुना या पढ़ा है, और जो काफी दुर्भाग्यपूर्ण है, वह है, महिलाओं के खिलाफ हिंसा और बलात्कार। आप क्या सोचते हैं, कि भारत में महिलाओं के खिलाफ हिंसा और व्यापक भेदभाव की समस्या क्यों है? और इस बारे में क्या किया जा सकता है?
प्रधानमंत्री मोदीः एक तो इस समस्या का मूल क्या है, हम पॉलिटिकल पंडितों को इसमें उलझना नहीं चाहिए, और ज्यादा नुकसान पॉलिटिकल पंडितों की बयानबाजी से होता है। महिलाओं की इज्जत हम सबकी सामूहिक जिम्मेदारी है और इसमें कोई समझौता नहीं होना चाहिए। कानून व्यवस्था में कोई गिरावट नहीं आना चाहिए। परिवार की संस्कृति को भी हमें एक बार फिर से पुनर्जीवित करना पड़ेगा, जिसमें नारी का सम्मान हो, नारी को समानता मिले, उसका गौरव बढ़े। और उसके लिए प्रमुख एक काम है, बालिकाओं की शिक्षा। उससे भी सशक्तिकरण की पूरी संभावना बढ़ेगी। और मेरी सरकार ने 15 अगस्त को भी बेटी बचाओ, बेटी पढ़ाओ, ये एक मूवमेंट आगे बढ़ाया है।
फरीद जकारियाः आयमान अल जवाहिरी, अलकायदा के मुखिया ने भारत में अलकायदा की शाखा के निर्माण की अपील करते हुए एक वीडियो जारी किया है। वे कहते हैं, कि दक्षिण एशिया में, लेकिन यह संदेश सीधे भारत की ओर निर्देशित है, कि वे मुसलमानों को उस दमन से मुक्त कराना चाहते हैं, जो उन्होंने गुजरात में, कश्मीर में झेला है। क्या आप सोचते हैं? क्या आप चिंता करते हैं, कि इस तरह की कोई मंशा सफल हो सकती है?
प्रधानमंत्री मोदीः मैं समझता हूं, कि हमारे देश के मुसलमानों के साथ ये अन्याय कर रहे हैं। उनको लगता है, कि भारत का मुसलमान उनके नचाने पर नाचेगा, ऐसा अगर कोई मानता है, तो वो भ्रम में है। भारत का मुसलमान हिंदुस्तान के लिए जिएगा, हिंदुस्तान के लिए मरेगा। हिंदुस्तान का बुरा हो, ऐसा कुछ भी वो नहीं चाहेगा।
फरीद जकारियाः यह एक बड़ी बात है, कि आपके पास 17 करोड़ मुसलमान हैं, जबकि अलकायदा के सदस्य नहीं हैं, या बहुत कम हैं। ऐसा क्यों है? यद्यपि अलकायदा अफगानिस्तान में है, और निश्चित ही पाकिस्तान में कई हैं? लेकिन वह क्या बात है, जिससे भारतीय मुस्लिम समुदाय उससे प्रभावित नहीं होता है?
प्रधानमंत्री मोदीः पहली बात है, कि इसका मनोवैज्ञानिक और धार्मिक विश्लेषण करने के लिए मैं अधिकृत नहीं हूं। लेकिन दुनिया में मानवतावाद की रक्षा होनी चाहिए या नहीं होनी चाहिए? मानवतावाद में विश्वास करने वाले लोगों को एक होना चाहिए या नहीं होना चाहिए? दुनिया में संकट मानवतावाद के खिलाफ है। इस देश के खिलाफ, उस देश के खिलाफ, इस जाति के खिलाफ, उस जाति के खिलाफ नहीं है। इसलिए हमें इसको मानवतावादी और मानवताविरोधी के रूप में देखना चाहिए। इससे आगे सोचने की जरूरत नहीं है।
फरीद जकारियाः आज से एक या दो साल बाद आप क्या चाहते हैं, कि लोग क्या कहें, कि नरेंद्र मोदी की, ऑफिस में अपने कार्यकाल के दौरान क्या उपलब्धियां रही हैं?
प्रधानमंत्री मोदीः सबसे बड़ी बात है, देश की जनता का भरोसा। यह भरोसा कभी टूटना नहीं चाहिए। अगर भारत की जनता को यह भरोसा देने में मैं सफल होता हूं, और मेरी वाणी से नहीं, बल्कि व्यवहार से, तो फिर भारत को आगे बढ़ाने में सवा सौ करोड़ देशवासियों की ताकत जी-जान से जुट जाएगी।
फरीद जकारियाः एक अंतिम प्रश्न, आप आराम कैसे करते हैं? जब आप काम नहीं कर रहे हैं, तब आप क्या करना पसंद करते हैं?
प्रधानमंत्री मोदीः पहली बात है, कि मैं ‘नॉट-वर्किंग’’ वाला टाइप ही नहीं हूं। मेरे काम से ही मुझे आनंद आता है, मेरे काम से ही मुझे सुकून मिलता है। हर बार, हर समय मैं नया सोचता रहता हूं। कोई नई योजना बनाता हूं, काम के नए तरीके खोजता हूं। और उसी में जैसे कि एक वैज्ञानिक को अपनी लैब में पागलपन की तरह आनंद आता है, वैसे ही मुझे गवर्नेंस में नई-नई चीजें करने में, लोगों को जोड़ने में, अपने आप में एक आनंद आता है। वही आनंद मेरे लिए काफी है।
फरीद जकारियाः क्या आप ध्यान करते हैं? क्या आप योगा करते हैं?
प्रधानमंत्री मोदीः ये मेरा सौभाग्य रहा कि मेरा बचपन से ही, योगा की दुनिया से परिचय रहा, प्राणायाम से परिचय रहा। और वो मेरे लिए काफी उपयोगी रहा है, और मैं हमेशा हर एक को कहता हूं, कि थोड़ा सा इसको जीवन में हिस्सा बनाइए।
फरीद जकारियाः आपने योगा के फायदों के बारे में एक लंबा भाषण दिया था। बताइए कि आप इसे किस रूप में देखते हैं?
प्रधानमंत्री मोदीः देखिए, कभी भी हमने देखा होगा, हमारा मन एक काम करता है, शरीर दूसरा काम करता है और समय हमें टकराव की दिशा में ला देता है, जो मन, बुद्धि और शरीर तीनों को एक कर पाता है, वो है योगा!

CNN को दिए मोदी के इंटरव्यू की 10 खास बातें

प्रधानमंत्री नरेंद्र मोदी ने पद संभालने के बाद दिए पहले इंटरनैशनल इंटरव्यू में देश-दुनिया के कई मुद्दों पर बातचीत की। सीएनएन के वरिष्ठ पत्रकार फरीद जकारिया को दिए इस इंटरव्यू में मोदी ने देश के विकास से लेकर चीन और अमेरिका के साथ रिश्तों पर भी बात की। पेश हैं इस इंटरव्यू की 10 अहम बातें:

1. लोगों की प्रतिभा को सही दिशा देने का रोडमैप है
पीएम नरेंद्र मोदी ने देश की तरक्की को लेकर पूछे गए सवाल पर कहा, 'एक वक्त हमारे देश को सोने की चिड़िया कहा जाता था। आज हम उस स्थान से फिसले हैं, लेकिन हमारे पास ऊपर उठने का मौका है। आज भी भारतीयों के अंदर असीमित प्रतिभा है। सवा सौ करोड़ लोगों की काबिलियत को सही दिशा देने के लिए मेरे पास पूरा रोडमैप है।'
पीएम ने कहा कि वह भाषणों के बजाय ऐक्शन से सबसे दिल जीतेंगे, तभी सब लोग साथ आएंगे और देश के विकास में योगदान देंगे। यह पूछे जाने पर कि क्या भारत पड़ोसी मुल्क चीन की ही तरह 9-10 पर्सेंट का स्थायी ग्रोथ रेट हासिल कर लेगा, पीएम ने कहा कि पिछले 5-6 दशकों में भारत और चीन ने दुनिया की ग्रोथ में समान योगदान दिया है। आज का दौर एशिया का दौर है और भारत-चीन एकसाथ आगे बढ़ रहे हैं। जब उनसे पूछा गया कि क्या भारत चीन बनता चाहता है, तो मोदी ने कहा कि भारत को भारत ही रहना चाहिए।

2. चीन से चिंता जैसी कोई बात नहीं
चीन की विस्तारवादी नीति से क्या भारत भी चीन के अन्य पड़ोसी देशों की तरह परेशान है, इस सवाल के जवाब में मोदी ने कहा, 'भारत अलग है। यह सवा सौ करोड़ लोगों का देश है। हम अगर हर छोटी बात की चिंता करेंगे तो देश नहीं चल पाएगा। मगर हम समस्याओं से आंख भी नहीं मूंद सकते। हम 18वीं सदी में नहीं रह रहे। यह पार्टनरशिप का युग है। हर एक को किसी न किसी की जरूरत पड़ती ही है। चीन इकनॉमिक डिवेलपमेंट की संस्कृति वाला देश है। ऐसे में उसे भी जरूरत पड़ेगी। हम मिलजुलकर आगे बढ़ेंगे।'

3. लोकतंत्र से विकास की असीम संभावनाएं
पीएम मोदी ने कहा कि विकास के मामले में कम्युनिस्ट चीन अगर एक उदाहरण है तो लोकतंत्र भी कम नहीं है। पीएम से पूछा गया था कि चीन में अधिकारवादी व्यवस्था की वजह से विकास की रफ्तार तेज है, ऐसे में भारत के पास क्या रणनीति है। इस पर उन्होने कहा, 'ऐसा नहीं है कि लोकतांत्रिक देश में विकास नहीं किया जा सकता। लोकतंत्र हमारी विरासत है, यह हमारे डीएनए में है। लोकतंत्र हमें समझौता करना नहीं सिखाता। मैंने लोकतंत्र की ताकत देखी है। मेरे जैसा गरीब परिवार का बच्चा यहां पहुंच सकता है, तो आप देख सकते हैं कि लोकतंत्र कितना शक्तिशाली है।

4. अमेरिका और भारत के रिश्ते मजबूत होंगे
अमेरिका और भारत के रिश्तों के और गहरे होने को लेकर पूरा विश्वास जताते हुए पीएम मोदी ने कहा, 'भारत और अमेरिका में कई समानताए हैं। कुछ दशकों को देखें तो पता चलता है कि अमेरिका ने कई देशों के लोगों को स्वीकार किया है और भारत के लोग दनिया के कई कोनों में पहुंचे हैं। इतिहास और संस्कृति के तौर पर भी दोनों देशों में कई समानताए हैं। ऐसे में दोनों देशों के बीच आपसी रिश्ते सहजता से मजबूत होंगे।'

5. यूक्रेन में जो कुछ हुआ, वह ठीक नहीं 
यूक्रेन संकट पर भारत की ओर से साफ रुख न होने के सवाल पर पीएम ने कहा, 'यूक्रेन में जो कुछ हुआ वह दुखद था। निर्दोष लोगों का मारा जाना, प्लेन को उड़ा दिया जाना सही नहीं है। हमारे यहां कहावत यह है कि पहला पत्थर वह मारे, जिसने खुद को क्राइम न किया हो। हर कोई दूसरों को सलाह देता घूम रहा है। मगर भारत का स्पष्ट विचार है कि इस मुद्दे पर एक मंच पर बैठकर बात करके सुलझाया जाना चाहिए।

6. महिला सशक्तिकरण के लिए प्रतिबद्ध
महिलाओं के खिलाफ अपराधों और महिला सशक्तीकरण के मुद्दे पर पीएम ने कहा कि राजनीतिक पंडित ऐसे मामलों को बिना सोचे-समझे टिप्पणी कर देते हैं, जिससे हालात खराब हो जाते हैं। उन्होंने कहा कि लॉ ऐंड ऑर्डर को दुरुस्त करने के अलावा हमें ऐसा फैमिली कल्चर पैदा करना होगा, जिसमें महिला को समान दर्जा दिया जाए।' पीएम ने बताया कि सरकार ने 15 अगस्त से गर्ल्स चाइल्ड एजुकेशन प्रोग्राम शुरू किया है, जो महिला सशक्तिकरण के लिए उठाया गया अहम कदम है।

7. मुगालते में है अल कायदा
हाल ही में अल कायदा की ओर से भारत के मुस्लिमों पर हो रहे अत्याचारों का हवाला देते हुए अपनी शाखा शुरू करने के ऐलान पर पीएम ने कहा, 'अगर किसी को लगता है कि उनकी धुन पर भारतीय मुस्लिम नाचेंगे तो वह भ्रम में है। भारत के मुसलमान देश के लिए जिएंगे और देश के लिए मरेंगे। वे कभी भारत का बुरा नहीं चाहेंगे।'

8. लड़ाई मानवता और अमानवीय ताकतों में है
पीएम से पूछा गया कि 17 करोड़ की मुस्लिम आबादी होने के बावजूद क्यों भारत में अल कायदा जैसे आतंकी संगठन विस्तार नहीं कर पाए, जबकि पड़ोसी मुल्कों में हालात खराब हैं। इसके जवाब में पीएम ने कहा, 'मैं इस मसले पर कोई मनोवैज्ञानिक अध्ययन नहीं कर सकता, लेकिन यह लड़ाई साफ तौर पर इंसानियत और हैवानियत के बीच की है। यह किसी इलाके या वर्ग से जुड़ा मसला नहीं है। इससे निबटने के लिए मानवतावाद को जिंदा करने और एकीकृत करने की जरूरत है।'

9. मेरे पास आराम का वक्त नहीं
यह पूछे जाने पर कि नॉन वर्किंग आवर्स में वह क्या करते हैं, पीएम ने कहा कि उनके पास ऐसे फुरसत के पल नहीं होते। उन्होंने कहा, 'मैं कभी नॉन वर्किंग नहीं होता। मैं काम में आनंद लेता हूं। हर वक्त कुछ सोचता रहता हूं, योजनाएं बनाता रहता हूं। जैसे साइंटिस्ट को लैब में घंटों बिताकर मजा आता है, वैसे ही मुझे गवर्नेंस में खुशी मिलती है।'

10. हर किसी को योग करना चाहिए
जब पीएम से पूछा गया कि क्या वह किसी तरह का ध्यान या योग करते हैं, उन्होंने कहा, 'यह मेरा सौभाग्य रहा है कि मैं बहुत पहले योग के संपर्क में आया। मैं हर किसी को यह करने की सलाह दूंगा। देखिए कभी-कभी हम नोटिस करते हैं कि दिमाग एक तरह से और शरीर दूसरी तरह से काम करता है। योग दिल, दिमाग और शरीर के बीच सामंजस्य बैठाता है।'