Wednesday, September 24, 2014

નવરાત્રીને રાક્ષસોનો તહેવાર કહેનારા મોદી ટોપી વાળા ઇમામ મહેંદી હસન પર ઠાસરા કોર્ટ બહાર હુમલો

 ઇમામ મહેંદી હસન પર ઠાસરા કોર્ટ બહાર હુમલો



- રૂસ્તમપુરા ગામમાંથી ઠાસરાના ઇમામની 295 (ક) હેઠળ ધરપકડ
- ગઈકાલે સાંજે સવા પાંચ વાગ્યે ઘરેથી ધરપકડ કરાઈ
- વિવાદિત નિવેદન બાદ ભૂગર્ભમાં જતા રહ્યા હતા
 
નડિયાદ: નવરાત્રી રાક્ષસોનો તહેવાર છે તેવું નિવેદન કરીને વિવાદનો મધપૂડો છેડનારા રૂસ્તમપુરાના સૂફી સંત ઈમામ મહેંદી હસન પર આજે કોર્ટ બહાર હુમલો થયો હતો. પોલીસ જ્યારે ઈમામને લઈને ઠાસરા કોર્ટમાં પહોંચી ત્યારે કોર્ટ બહાર એક યુવકે તેમને તમાચો મારી દીધો હતો. અન્ય બે યુવકોએ પણ તેમના પર હુમલો કર્યો હતો. આ જ સમયે વિહિપના 200 થી 250 જેટલા કાર્યકરો પણ હાજર હતા, જેમણે ઈમામ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે, પરિસ્થિતિ પામી ગયેલી પોલીસે તાત્કાલિક તેમને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈમામની નવરાત્રી પર અભદ્ર નિવેદન બદલ ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.

ઈમામ પર થયેલા હુમલાનો ઘટનાક્રમ
 
* વિવાદિત નિવેદન કરનાર ઈમામને આજે સવારે 10.30 કલાકે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા
* 10.45 કલાકે તેમને પોલીસ જીપમાં બેસાડી ઠાસરા કોર્ટમાં લઇ જવામાં આવ્યા
* સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ પોલીસ જીપનો કાફલો તૈનાત હતો
* કોર્ટ પહોંચતાની સાથે જ ઈમામ જીપમાંથી ઉતર્યા ત્યારે રાકેશ પટેલ નામના યુવક અને તેના બે સાથીદાર દ્વારા ઈમામ પર હુમલો કરવામાં આવ્યો
* રાકેશ પટેલે ઈમામને એક તમાચો મારી નીચે પછાડી દીધા હતા.
* પોલીસે પરિસ્થિતિ પારખીને રાકેશ અને તેના સાથીઓની ધરપકડ કરી હતી અને ઈમામને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા
* કોર્ટની બહાર વિહિપના 200 થી 250 લોકો દ્વારા ઈમામ વિરુદ્ધ સુત્રોચાર
ઠાસરાના ઇમામની 295 (ક) હેઠળ ધરપકડ

સૂફી સંતે તાજેતરમાં જ નવરાત્રિ બાબતે વિવાદિત નિવેદન કરતાં ચારેબાજુ વિરોધનો વંટોળ ઊભો થતાં ભૂગર્ભમાં જતાં રહ્યા હતા. તેઓની વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સંદર્ભે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. તેઓ રૂસ્તમપુરા ખાતે આવ્યા હોવાની બાતમી પોલીસને મળતાં મંગળવારે રૂસ્તમપુરા ખાતેથી સાંજે 5:15 કલાકે તેમની અટકાયત કરવામાં આવી હતી.

હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રિ સંદર્ભે રૂસ્તમપુરાના સૂફી સંતે કરેલાં નિવેદન બાદ હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ તેઓને વખોડી કાઢ્યો હતો. તેમજ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથેનું આવેદનપત્ર મામલતદાર કચેરીએ આપ્યું હતું, જેથી પોલીસે તેઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઠાસરાના પીએસઆઇ વસંત પટેલે જણાવ્યું હતું કે ‘રૂસ્તમપુરાના સૂફી સંત દ્વારા કરવામાં આવેલાં વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે અમને ફરિયાદ મળી હતી. ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. સોમવારે પણ તેમને શોધવા અમે ઠેર-ઠેર તપાસ કરી હતી, પણ પત્તો લાગ્યો નોહતો. જોકે, મંગળવારે તેઓ પોતાના ઘરે હોવાની બાતમી મળતાં રૂસ્તમપુરા તેમનાં ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
સંભવિત સજા| ત્રણ વર્ષની કેદ થઈ શકે

કલમ 295(ક) હેઠળ ગુનો એટલે કોઈપણ વર્ગના ધર્મનું અથવા ધાર્મિક માન્યતાનું અપમાન કરીને, તેમની ધાર્મિક લાગણીઓને આઘાત પહોંચાડવાના ઈરાદાથી કરેલાં હેતુપૂર્વક અને દ્વેષપૂર્ણ કૃત્ય છે. આ ગુનો પુરવાર થાય તો ત્રણ વર્ષની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે તેમ ધારાશાસ્ત્રી ઉમેશ ઢગટે જણાવ્યું હતું.

No comments:

Post a Comment