Wednesday, September 24, 2014

વિદેશમાં પણ ઉજ્વાય છે નવરાત્રિ

હિન્દુઓ બીજા દેશોમાં પણ નવરાત્રિ ઊજવે છે

વ્યવસાય અર્થે ભારતીય વિશ્ર્વના મોટાભાગના દેશોમાં વત્તેઓછે અંશે વસી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને ધર્મની અસર વર્તાવાની. જોકે આ લોકોની ઢબ અને પરંપરા અને નવરાત્રિની ઉજવણીમાં ભારતીય છાંટ જરા ઓછી જોવા મળે છે અથવા તો જોવા જ નથી મળતી. પરંતુ મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મોરેશિયસ અને ફીજી સહિતના અનેક દેશોમાં મા શક્તિની આરાધનાનું આ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાય છે.
33.jpg
ભારતમાં નવરાત્રિની ઉજવણીમાં શક્તિની આરાધના દ્વારા કરાય છે. લોકો નવરાત્રિ દરમિયાન પ્ાૂજા કરે છે અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો ગરબા તથા રાસ ગાઈને નવરાત્રિ ઉજવે છે. બંગાળમાં દુર્ગાપ્ાૂજા થાય છે અને તે દરમિયાન પણ ન્ાૃત્ય થાય છે પણ વિશ્ર્વના બીજા દેશોમાં નવરાત્રિની ઉજવણી જુદી રીતે થાય છે. સ્વાભાવિક રીતે જ જે દેશોમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ વધારે હોય અને જે દેશોમાં હિન્દુઓની વસતી નોંધપાત્ર હોય તે દેશોમાં જ નવરાત્રિની ઉજવણી થાય. જ્યાં હિન્દુ સંસ્કૃતિ નથી તેવા વિશ્ર્વના બીજા દેશોમાં નવરાત્રિની ઉજવણી ભારતીય પરંપરાથી પ્રભાવિત છે પણ વિશ્ર્વના કેટલાય દેશો એવા છે કે જે નવરાત્રિ ઊજવે છે તો ખરા પણ તેમની ઉજવણી પર ભારતીયતાની કોઈ અસર જોવા મળતી નથી.
નવરાત્રિ : નેપાળનો સૌથી લાંબો તહેવાર
34.jpgવિશ્ર્વમાં એક સમયે નેપાળ એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. હવે નથી. પણ નેપાળમાં આજેય હિન્દુઓ બહુમતીમાં છે. નેપાળની કુલ વસતીમાં 80 ટકા કરતાં વધારે હિન્દુઓ છે. પરિણામે નવરાત્રિની ઉજવણી નેપાળમાં ધામધૂમથી થાય છે. મા શક્તિની આરાધનાનું આ પર્વ નેપાળનો સૌથી લાંબો તહેવાર છે અને નેપાળીઓ આ પર્વની ઉજવણી પતંગ ઉડાડીને કરે છે. સળંગ 10 દિવસ સુધી લોકો પતંગ ઉડાડે છે અને આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. નેપાળમાં નવરાત્રિને દસૈન કહેવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ નવરાત્રિના નવ દિવસો અને દસમો દિવસ દશેરાનો એમ 10 દિવસનો જ  આ તહેવાર છે પણ તેની ઉજવણી લોકો સાવ અલગ રીતે કરે છે. ભારતીયો જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જુગાર રમે છે જ્યારે નેપાળમાં નવરાત્રિ દરમિયાન જુગાર રમાય છે. એ જ રીતે વાંસના ઝૂલા લગાવવામાં આવે છે. આ ઝૂલાને પિંગ કહેવામાં આવે છે અને આ પિંગ પર બાળકો મજા કરે છે. નેપાળ ભારતની લગોલગ આવેલું છે પણ તેની નવરાત્રિની ઉજવણી પર ભારતીય પરંપરાની જરાય અસર નથી કે ગરબા જેવું કંઈ જોવા મળતું નથી. નવરાત્રિના 10 દિવસ દરમિયાન દેશભરમાં મેળા યોજાય છે અને લોકો તેમાં ફરીને મજા કરે છે. ભારતમાં બીજા તહેવારોની જે રીતે ઉજવણી થાય છે તે રીતે નેપાળમાં નવરાત્રિ ઉજવાય છે. દશેરાના દિવસે ભારતની જેમ જ રાવણદહનના કાર્યક્રમ થાય છે.

કમ્બોડિયામાં નવરાત્રિ

હિન્દુ સંસ્કૃતિનો જ્યાં પ્રભાવ છે તે દેશોમાં કમ્બોડિયા પણ છે. અંગકોરવાટ સહિતનાં મંદિરો માટે જાણીતું કમ્બોડિયા નવરાત્રિની ઉજવણી પોતાની સ્ટાઈલમાં કરે છે. અહીં નવરાત્રિને બૌદ્ધ ધર્મનો સ્પર્શ થયો છે તેથી નવરાત્રિ દરમિયાન રાત્રે દીપ જલાવીને ઉજવણી કરાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દીપ જલાવાય છે અને આરાધના કરાય છે.

ફીઝીમાં પણ નવરાત્રિની ધૂમ

ફીઝીમાં હિન્દુઓની વસતી 30 ટકા કરતાં વધારે છે. અહીં હિન્દુઓ પ્રભાવશાળી છે અને રાજકીય રીતે પણ વર્ચસ્વ ધરાવે છે. ફીઝીમાં નવરાત્રિ દમામભેર ઉજવાય છે. અહીં નવરાત્રિ દરમિયાન કેમ્પ ફાયર  સહિતના કાર્યક્રમો થાય છે. ભારતમાં જે રીતે પરંપરાગત ગરબા થાય છે તે રીતે લોકો ન્ાૃત્ય નથી કરતા પણ આગની આસપાસ ન્ાૃત્ય કરે છે. એ સિવાય શક્તિની આરાધના કરાય છે અને તેને માટે હોમહવન કરવામાં આવે છે. ભારતમાં ઉજવાતી નવરાત્રિની અસર હેઠળ અહીં પણ દાંડિયા અને ગરબા હવે થાય છે પણ પરંપરાગત રીતે અહીં જે નવરાત્રિ ઉજવાય છે તેમાં રાસ-ગરબા ગેરહાજર હોય છે.  વિશ્ર્વમાં હિન્દુઓની નોંધપાત્ર વસતી ધરાવતો બીજો દેશ મોેરીશિયસ છે. મોરીશિયસમાં કુલ વસતીના 40 ટકા કરતાં વધારે હિન્દુઓ છે. અહીંની નવરાત્રિ ભારતીય નવરાત્રિથી બિલકુલ અલગ છે. અહીં લોકો ભારતમાં જે રીતે દિવાળી ઉજવાય છે તે રીતે નવરાત્રિ ઉજવે છે. લોકો રાત્રે ફટાકડા ફોડે છે અને મીઠાઈ વહેંચે છે. નવાં કપડાં પહેરીને એકબીજાને મળે છે અને એકબીજાના ઘરે જઈને શક્તિની આરાધનામાં ભાગ લે છે. શક્તિપ્ાૂજાના કાર્યક્રમો પણ યોજાય છે.
વિશ્ર્વમાં હિન્દુઓની વસતી જે દેશોમાં નોંધપાત્ર છે તેવા બીજા દેશોમાં ફિલિપાઈન્સ, મ્યાંમાર, વેસ્ટ ઇન્ડિઝના ગુયાના તથા ત્રિનિદાદ અને ટોબેગો ટાપુઓ મુખ્ય છે. આ સિવાય પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ હિન્દુઓની વસતી ધરાવે છે. ફિલિપાઈન્સ, બર્મા, વેસ્ટ ઇન્ડિઝના ગુયાના તથા ત્રિનિદાદ અને ટોબેગો ટાપુઓમાં રહેનારા હિન્દુઓ ભારતથી જ ગયા છે. તેથી તેઓ પોતાની સાથે ભારતીય પરંપરાને પણ લેતા ગયા છે. પરિણામે તેમની નવરાત્રિની ઉજવણી ભારતીય પરંપરા પ્રમાણે છે. ફરક ભારતના કયા દેશોમાંથી તે ગયા છે તેના આધારે પડે છે પણ તેમની ઉજવણી ભારતીય હોય છે તેમાં શક નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ આ વાત લાગુ પડે જ  છે પણ ત્યાં કટ્ટરવાદનો પ્રભાવ એટલો બધો છે કે ત્યાં નવરાત્રિ જેવા હિન્દુ તહેવારોની ઉજવણી જ લુપ્ત થતી જાય છે. 

No comments:

Post a Comment