Wednesday, September 24, 2014

ભારતનું મંગળયાન સફળતાપુર્વક મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત થઇ ગયુ

વિશ્વ વારંવાર નિષ્ફળ, ત્યારે ભારત પ્રથમ પ્રયાસે થયું પાસ

મંગળ પર યાન મોકલનારો એશિયાનો પ્રથમ અને વિશ્વનો ચોથો દેશ બની ગયું ભારત

 
 
ભારતનું મંગળયાન સફળતાપુર્વક મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત થઇ ગયુ છે. વિશ્વભરમાં આ યાનની હિલાચાલ પર નજર રાખવામાં આવતી હતી, અને સફળતાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ ભારતને અભિનંદન પાઠવ્યા છે. અત્યાર સુધી મંગળ પર 51 મિશન વિશ્વ કક્ષાએ યોજવામાં આવ્યા છે જેમાંથી રશિયા, અમેરિકા અને યુરોપીયન સ્પેસ એજન્સીને સફળતા મળી છે. ભારતે પ્રથમ પ્રયત્નમાં જ ખુબજ ઓછા ખર્ચે (અન્ય દેશોના પ્રોજેક્ટ્સની સરખામણીએ) બનેલા મંગળયાનને મંગળ ગ્રહની કક્ષામાં સ્થાપિત કરવાની સફળતા મેળવી છે. ભારત હસ્તક અત્યારે પૃથ્વીની સંચાર કક્ષામાં 35 ઉપગ્રહો છે જે ટેલિવિઝન બ્રોડકાસ્ટીંગ અને રિમોટ સેન્સીંગની કામગીરી સાથે જોડાયેલા છે. ગત વર્ષે ભારતે સૌથી પહેલો મિલિટરી સેટેલાઇટ પણ લોન્ચ કર્યો હતો, જેનાથી નેવલ ઇન્ટેલિજન્સમાં મદદ મળે છે. અહીં વિશ્વના ખાસ માર્સ મિશન વિશે માહિતી આપવામાં આવી છે.ઈસરોએ પ્રથમ પ્રયાસમાં જ યાનને મંગળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનો બનાવનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં મોકલવામાં આવેલા યાનના સ્તર તથા ખનીજ બંધનનો અભ્યાસ કરશે. ઉપરાંત યાન પર મુકવામાં આવેલા મિથેન સેન્સર્સની મદદથી ત્યાંના કેમિકલ બંધારણ અંગે માલૂમ પડશે.
 
અગાઉ માત્ર અમેરિકા, યુરોપ તથા રશિયા જ મંગળ પર તેમના યાન ઉતારી શક્યા છે. એશિયામાંથી જાપાન અને ચીન નિષ્ફળ રહ્યાં છે. ભારતનું મિશન મંગળયાન વિશ્વની અન્ય તમામ એજન્સીઝ કરતાં સસ્તું મિશન છે.
અમેરિકી યાન મેવન સોમવારે રાત્રે પહોંચ્યું

સોમવારે રાત્રે અમેરિકાનાં મેવને  મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો. બધા સેન્સર્સ અને સિસ્ટમ્સને ચાલુ કરી દેવામાં આવ્યાં છે. આ યાન લોકહેડ માર્ટિન કોર્પોરેશને તૈયાર કર્યું છે. આ કંપની વિમાન પણ બનાવે છે અને ભારતીય વાયુદળને હળવા લડાયક વિમાનો આપવાની સ્પર્ધામાં પણ હતી.
 
નાસાના મિશન ચીફ દોવસ્કીએ ભારતના મિશનના સફળતાની કામના કરી છે. મેવન યાન મંગળ પરના વાતાવરણનો અભ્યાસ કરશે. આ યાનને તા. 18 નવેમ્બર 2013ના લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યારે તે સોમવારે (તા. 22મી સપ્ટેમ્બર 2014)ના મંગળ પર પહોંચ્યું 
 

અમેરિકાનું ક્યુરિયોસિટી 


નાસા દ્વારા ક્યુરિયોસિટી મોકલવામાં આવ્યું હતું. તા. 26મી નવેમ્બર 2011ના મોકલવામાં આવેલું આ યાન તા. 6 ઓગસ્ટ 2012ના પહોંચ્યું હતું. આ યાનની ઉપર લેબોરેટ્રી પણ છે. જે ખડકો, રેતી, સ્થાનિક ભૂગોળ સ્થિતિ, તથા વાતાવરણનો અભ્યાસ કરી રહ્યું છે.  
માર્સ એક્સપ્રેસ

તા. 2 જૂન 2003ના આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. તા. 26મી ડિસેમ્બર 2003ના આ યાન મંગળ પર પહોંચ્યું હતું. તે સમયે યુરોપિયન સ્પેસ એજન્સીએ 300 મિલિયન યુરોનો ખર્ચ કર્યો હતો. તેનું મુખ્ય કામ મંગળની હાઈ ડેફિનેશન તસવીરો લેવાનું તથા મંગળ પરના વાતાવરણનો અભ્યાસ કરવાની છે. 
1.  અમેરિકાનું મરિનર 1964માં બીજી સીડી પર જ નાપાસ થયું હતું
કુલ 21 મિશન મોકલ્યાં:  પહેલી વખત 1964માં અમેરિકાએ મરિનર-3 યાન મોકલ્યું હતું. તે પૃથ્વીની કક્ષા પહેલાં જ નષ્ટ થઇ ગયું હતું. - 9 મંગળની કક્ષામાં પહોંચ્યાં. - 1 યાન પૃથ્વીની કક્ષા પહેલાં નષ્ટ થયું. - 1 પૃથ્વીની કક્ષા સુધી પહોંચી શક્યું. - 4 ડેન્જર ઝોનમાં ગાયબ - 4 લેન્ડર અને 4 રોવર સફળ.
 
2.  રશિયા (સોવિયત સંઘ) 1960-71 સુધી નવ વખત અસફળ
કુલ 19 મિશન મોકલ્યાં: પહેલો સફળ પ્રયાસ 1971માં જ માર્સ-2 હતો, જે મંગળની કક્ષા સુધી પહોંચ્યો. - 4 મંગળની કક્ષા સુધી પહોંચ્યું. - 1 મંગળની કક્ષા સુધી પહોંચીને ફેલ. - 5 ડેન્ઝર ઝોનમાં ગાયબ. - 3 પૃથ્વીની કક્ષા સુધી પહોંચ્યાં. - 2 પૃથ્વીની કક્ષા પહેલાં નષ્ટ. - 4 લોન્ચ પર જ ફેલ.
 
3.  યુરોપિયન સ્પેસ એજન્સીનું 2003માં પહેલું મિશન ડેન્ઝર ઝોનમાં ગાયબ.

કુલ 2 મિશન મોકલ્યાં:  2003માં મોકલવામાં આવેલું બીગલ-2 લેન્ડર ડેન્જર ઝોનમાં ગાયબ થયું. - તે જ વર્ષે માર્સ એક્સપ્રેસ ઓર્બિટર મંગળની કક્ષામાં સ્થાપિત કરાયું હતું.
4.   જાપાન 1998માં પાંચમી સીડી સુધીને લપસી પડ્યું
એક જ મિશન: મંગળની કક્ષામાં પહોંચીને નોઝોમી યાન નષ્ટ થઇ ગયું.
 
5.   ચીનનો 2011માં પહેલો પ્રયાસ નિષ્ફળ
એક જ મિશન: ચીનનું પહેલું મિશન યિંગહુઓ-1 પૃથ્વીની કક્ષાથી પહેલાં જ ગાયબ થઇ ગયું હતું.

ચીનના પેટમાં તેલ રેડાયેલું


ચીને ૨૦૧૧માં આ દિશામાં પ્રયત્ન કર્યો હતો. પરંતુ નિષ્ફળ રહ્યું હતું. આથી જ જ્યારે વર્ષ 2013ના નવેમ્બર મહિનામાં ભારતે આ મિશન પર યાન મોકલ્યું ત્યારે ચીનના અખાબર ગ્લોબલ ડેઈલીએ તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, દેશમાં કરોડો લોકો ભૂખથી પીડાતા હોય ત્યારે આ પ્રકારના સ્પેસક્રાફ્ટ પાછળ ખર્ચો કરવો યોગ્ય નથી. ચીનના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર તેનું યાન મોકલવાના કામમાં લાગેલા છે.

No comments:

Post a Comment