Friday, September 12, 2014

Don't miss story on Love Jihad....

એક બાજુ લહુ-જિહાદ (ખૂનામરકી) 

બીજી બાજુ લવ-જિહાદ (પ્રેમ જાળ)     - સુરેશ ગાંધી

(PART -1)
એક નૉર્વેજીયન ઈમામ મુલ્લા અને એક યુરોપીય પત્રકાર વચ્ચે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ. વર્ષ હતું 2006નું. પત્રકાર હતો ઑસ્લો ન્યૂઝપેપર 'Dagbladet'નો. પત્રકારે કરેલી દલીલોના કોઈ જવાબ મુલ્લા પાસે ન હતા ત્યારે છંછેડાઈને મુલ્લાજીએ પત્રકારને દમ મારતાં કહ્યું, `તમારું પરિવર્તન કરનાર એક માત્ર અમે જ છીએ તે ધ્યાનમાં રાખજો. યુરોપમાં જે રીતે પરિવર્તન થઈ રહ્યું છે તેનો તમને ખ્યાલ આવે છે ને ? યુરોપમાં મચ્છરોની માફક મુસલમાનોની વસતિ વધી રહી છે. પશ્ર્ચિમ યુરોપ્ની એક મહિલા સરેરાશ 1.4 બાળકો પેદા કરે છે, જ્યારે યુરોપમાં જ રહેતી મુસ્લિમ મહિલા 3.5ના દરે બાળક પેદા કરી રહી છે. હવે કહો યુરોપ્નું ભવિષ્ય કેવું હશે ? યાદ રાખો અમારી વિચારવાની પદ્ધતિ તમારી પદ્ધતિ કરતાં વધારે શક્તિશાળી છે.'
આ માત્ર એક મુલ્લા બોલતા ન હતા પણ સમગ્ર મુસ્લિમ દુનિયાની જગતને દહલાવી દેનાર દહાડ હતી. ઇસ્લામની કલ્પ્ના મુજબ સમગ્ર વિશ્ર્વને દાર-ઉલ-ઇસ્લામ એટલે માત્ર ઇસ્લામ ધર્મની ભૂમિ બનાવી દેવાના ખ્વાબને સાકાર કરવાના અનેક રસ્તા અજમાવાયા છે તેમાં પહેલો માર્ગ:- `કાં તો ઇસ્લામ કબૂલ કરો અથવા મૌત સ્વીકારો'નું સૂત્ર લઈ જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવી ઇસ્લામની ભૂમિ બનાવવી. વર્તમાન વિશ્ર્વના અનેક દેશો આ રીતે મુસ્લિમ દેશ બનેલ છે. બીજો માર્ગ:- ઇસ્લામ શ્રેષ્ઠ માર્ગ છે તેવો પ્રચાર કરીને ઇસ્લામનો ફેલાવો કરવો, પરંતુ આ માર્ગે ઇસ્લામને નોંધપાત્ર સફળતા મળી નથી. ત્રીજો માર્ગ:- દેશમાં વસતા બિન-મુસ્લિમ લોકોને હાંકી કાઢી ઇસ્લામની ભૂમિ બનાવવી દા.ત. કાશ્મીર, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરે. ચોથો માર્ગ:- પડોશી દેશમાં ઘૂસણખોરી કરી મુસ્લિમોની વસતિ વધારવી દા.ત. આસામ, પ. બંગાળ વગેરે. પાંચમો માર્ગ - એક કરતાં વધારે પત્ની રાખી અનેક બાળકો પેદા કરી વસતિ વધારવી. છઠ્ઠો માર્ગ છે - લવ-જિહાદનો. લવ-જિહાદ અંતર્ગત બિન-મુસ્લિમ તરુણીઓને બનાવટી પ્રેમ દ્વારા ફસાવી, તેમને મુસ્લિમ બનાવી તેમની સાથે શાદી કરી લેવી અને વિશ્ર્વભરમાં ચાલતી જિહાદ માટે શક્ય હોય તો આ મહિલાઓનો ઉપયોગ કરવો. કટ્ટરવાદીઓને વિશ્ર્વાસ છે કે જે દરે અત્યારે મુસ્લિમ વસતિ વિશ્ર્વભરમાં વધી રહી છે તે જોતાં 2050 સુધીમાં અનેક દેશોમાં મુસ્લિમ કાં તો બહુમતીમાં હશે અથવા તો પ્રભાવશાળી લઘુમતીમાં તો હશે જ. કેટલાક નિષ્ણાતોના મત મુજબ આ સદીના અંત પહેલાં કદાચ હિંદુ જ આ દેશમાં લઘુમતીમાં હશે તેવી શંકા વ્યક્ત કરાઈ છે.
સ્ટીફન બ્રાઉન નામના લેખકે 16 ઑક્ટોબર, 2009માં 'The love Jihad' શીર્ષક હેઠળ લખેલા લેખમાં કહ્યું
છે કે -
Love Jihad is a form of demographic aggression. Like the stealth Jihad, which employs political activiser to achieve Islamist aims in western societies. It employs deception and is viewed as an useful tactic in bringing about Islamic world domination. જિહાદ બે પ્રકારની દેખાય છે (1) ઉગ્ર જિહાદ, જેમાં મુસ્લિમો આતંકવાદી ગતિવિધિ કરે છે. શસ્ત્રોનો ઉપયોગ થાય છે. (2) Stealth Jihad, ચૂપચાપ થતી જિહાદ જે દેખાવમાં આ પ્રકારની પ્રવૃત્તિમાં જિહાદની ભૂમિકા શાંત અને ચૂપચાપ રીતે તૈયાર કરવામાં આવે છે. જેમાં Love-Jihadનો એક વધુ ઉમેરો થયો છે. લવ-જિહાદમાં ક્યાંય (Love) પ્રેમ નથી. માત્ર બિન-મુસ્લિમ (હિન્દુ - ખ્રિસ્તી - યહૂદી) લોકો પ્રત્યેની ઘૃણામાંથી પેદા થયેલ રણનીતિ છે. દરેક મુસ્લિમ યુવક લવ-જિહાદ બાબતે અતિ ઉત્સાહી છે, કારણ કે તેમાં તેને કંઈ જ ગુમાવવાનું નથી. અનેક યુવકો લવ-જિહાદના ટ્રેક-શૂઝ પહેરી લવ-રેસમાં દોડવા હણહણાટી સાથે થનગને છે.
Mari Najare
માત્ર યુવતીઓ જ નહીં, યુવકો પણ શિકાર
લવ-જિહાદની બીજી વિશેષતા એ છે કે માત્ર યુવતીઓ જ નહીં, યુવકોને પણ લવ-જિહાદના ફાંસલામાં ફસાવવામાં આવે છે. તાલીમ પામેલી મુસ્લિમ યુવતી બિન-મુસ્લિમ યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને મુસ્લિમ બનાવે છે. ઇસ્લામનું શિક્ષણ આપી આ યુવકના મનમાં તેના પોતાના ધર્મની વિરુદ્ધ વિષ ભરવામાં આવે છે. તેનામાં ઇસ્લામ માટે અહોભાવ ઉત્પ્ન્ન કરવામાં આવે છે. દુનિયામાં મુસ્લિમો પ્રત્યે થતા અન્યાય અને તેમની ઉપર ગુજારાતા ત્રાસની વિડિયો ફિલ્મ બતાવી તેનું બ્રેઈન-વૉશ કરવામાં આવે છે. મુસ્લિમ બનેલ આ યુવકની આંખોમાં ઝનૂન અને જિહાદનું ઝેર આંજવામાં આવે છે. આખરે આ યુવક હાથમાં ધારણ કરે છે હથિયાર અને બની જાય છે ત્રાસવાદી. બસ, ખેલ ખતમ. આ જિહાદીઓને મરવા માટે જે બકરો જોઈએ છે તે આસાનીથી મળી જાય છે.

પ્રાણેશ બન્યો જાવેદ

હિન્દુ મટી મુસલમાન ત્રાસવાદી બનેલ યુવકોમાં સૌથી ચોંકાવનારી ઘટના પ્રાણેશ પિલ્લાઈની છે. કેરળનો આ પ્રાણેશ પિલ્લાઈ 15/જૂન/2004ના રોજ કેટલાક આતંકવાદી તથા પાકિસ્તાની નાગરિકો સામે કારમાં બેસી ગુજરાતમાં આવ્યો હતો અને ગુજરાતની પોલીસે પ્રાણેશ તથા અન્ય ત્રાસવાદીઓને ઠાર માર્યા, કારણ કે તે બધા ગુજરાતના મુખ્યમંત્રીની હત્યા કરવાના બદઇરાદાથી આવ્યા હતા. પ્રાણેશ નામના આ હિન્દુ યુવકને સાજિદા નામની મુસ્લિમ યુવતીએ લવ-જિહાદમાં ફસાવ્યો. સાજિદાને પરણવા માટે પ્રાણેશે 1995માં મુસ્લિમ ધર્મ અપ્નાવ્યો અને તે પ્રાણેશમાંથી જાવેદ બની ગયો. મુસ્લિમ બન્યા પછી તેનું બ્રેઈન-વૉશીંગ કરવામાં આવ્યું.
તેને ઘોર હિન્દુ-વિરોધી બનાવી દેવામાં આવ્યો. 1997માં પ્રાણેશ ઉર્ફે જાવેદ સામે રાયૉટીંગના ચાર કેસ નોંધાયા હતા. આ પ્રાણેશ ઉર્ફે જાવેદને મુંબઈની ઈશરત જહાઁ નામની મુસ્લિમ યુવતી સાથે પણ સંબંધ હતા. આ ઈશરતે જાવેદને પ્રેમપાશમાં બાંધી ગુજરાતમાં આતંક સર્જવા માટે ઉશ્કેર્યો હતો તેવું મનાય છે. ઈશરત આતંકવાદી યુવતી હતી જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જાવેદ અને ઈશરત પતિ-પત્નીના સંબંધો બતાવી હોટેલમાં રોકાતાં. ઈશરત જહાઁ હકીકતમાં પ્રાણેશ (જાવેદ)ની બીજી પત્ની હતી. ઑક્ટોબર 13, 2009ના 'The Hindu' દૈનિક પત્રિકા અનુસાર પ્રાણેશ અને ઈશરત લખનૌની મેજબાન હોટેલમાં 2004ના મે મહિનામાં એક જ રૂમ નંબર-204માં પતિ-પત્ની તરીકેની ઓળખ સાથે રોકાયાં હતાં. ઈશરત જહાઁને ગુજરાતમાં ઠાર માર્યા બાદ લશ્કરે તોઈબાના માઉથપીસ જેવા GHAZWA Timesએ જુલાઈ, 2004માં લખ્યું છે કે ઈશરત જહાઁ લશ્કરે તોઈબાની સક્રિય કાર્યકર (activist) હતી.
જૉસેફ બન્યો યાસીન
યુવકને લવ-જિહાદમાં ફસાવી તેને મુસ્લિમ ત્રાસવાદી બનાવવાની બીજી ઘટના વર્ગીસ જૉસેફની છે. વર્ગીસ જૉસેફ કેરળમાં અર્નાકુલમની એક ગુનેગાર ગેંગનો સાગરિત હતો. આ વર્ગીસ જૉસેફને પણ લવ-જિહાદનો શિકાર બનાવી તેને મુસ્લિમ બનાવી દેવાયો. હવે વર્ગીસ જૉસેફ મોહંમદ યાસીન બની ગયો. મુુસ્લિમ બનાવ્યા બાદ યોજના મુજબ તેને ત્રાસવાદી બનાવી દેવામાં આવ્યો. સદ્‌ભાગ્યે જમ્મુ-કાશ્મીરની ભારતીય સેનાએ આ વર્ગીસ જૉસેફ (યાસીન) અને બીજા ત્રણ મુસ્લિમ આતંકવાદીને ઠાર માર્યા હતા.
જૉસેફ ઉર્ફે મોહંમદ યાસીનને ઠાર માર્યા પછી ભારતીય ગુપ્તચર વિભાગે શોધી કાઢ્યું કે મુસ્લિમ બનેલ યુવકોને ત્રાસવાદી બનાવવાની ટ્રેનીંગ આપવાની શિબિરો કેરળ અને કર્ણાટકનાં ગીચ જંગલોમાં ચાલે છે. માહિતી મુજબ આશરે 200 જેટલા યુવકોને ત્રાસવાદીની ટ્રેનીંગ અપાઈ હતી. આ 200 યુવકોમાં 27 યુવકો હિન્દુ હતા અને 6 ખ્રિસ્તી હતા, જેમણે ઇસ્લામ કબૂલ્યો હતો. આ તમામ 33ને લવ-જિહાદના પેંતરામાં ફસાવી આતંકવાદી બનાવવામાં આવ્યા હતા. એવું મનાય છે કે આ શિબિરોમાં શ્રીલંકાના તમિળ ટાઇગર્સ (LTTE)ના આતંકવાદીઓ પણ આ યુવકોને પ્રશિક્ષણ આપતા હતા. એનો અર્થ એ થયો કે લવ-જિહાદીઓનો સંબંધ LTTE સાથે પણ છે.

માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ લવ-જિહાદ

વધુ ચોંકાવનારી બાબત એ છે કે લવ-જિહાદ માત્ર ભારતમાં જ નથી ચાલતી. યુરોપ્ના અનેક દેશોમાં પણ આ પ્રવૃત્તિ ચાલે છે. અલબત્ત જે દેશમાં મુસ્લિમોની પ્રભાવી વસતિ છે ત્યાં પ્રભાવી ઢંગથી લવ-જિહાદની ગતિવિધિ ચાલે છે. બ્રિટનમાં આ પ્રવૃત્તિ ધમધમે છે. જે શહેરોમાં હિન્દુ -શીખ પરિવારો મોટી સંખ્યામાં વસે છે ત્યાં હિન્દુ - શીખ તરુણીઓને ફસાવવાનું કામ યોજનાબદ્ધ રીતે ચાલે છે.
22 ફેબ્રુઆરી, 2007ના રોજ યુ.કે.ના પોલીસ રિપોર્ટની નોંધ આ પ્રમાણે હતી - 'Police protect girls forced to convert to Islam' મટ્રોપોલિટન પોલીસના વડા સર લાન ર્બ્લર તાજેતરમાં એક હિન્દુ કૉન્ફરન્સમાં મહેમાન તરીકે આવ્યા હતા. આ સમારંભમાં એ મુદ્દો ખૂબ ચર્ચાયો કે બ્રિટનમાં ખાસ કરીને લંડન જેવાં શહેરોમાં લવ-જિહાદી રોમિયો દ્વારા ત્યાંની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી ભોળી અસુરક્ષિત હિન્દુ - શીખ તરુણીઓ સાથે સંબંધો સ્થાપી તેમની સાથે લગ્ન કરી તરુણીઓને મુસ્લિમ બનાવવામાં આવે છે. સંપર્ક કરતી વખતે આ મુસ્લિમ રોમિયો પોતાનું અસલી મુસ્લિમ નામ છુપાવે છે અને શીખનું કડું પહેરી, રૉકી કે રાજ જેવાં હિન્દુ નામ બતાવી સરળતાથી યુવતીને ફસાવી દે છે.
એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં (છેલ્લા છ-આઠ મહિનામાં) 100 થી 120 તરુણીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ ઘટી છે, સંમેલનમાં પોલીસ વડાએ તરુણીઓનાં મા-બાપ્ને હિંમતપૂર્વક પોલીસકેસ કરવાની સલાહ આપી હતી, કારણ કે અનેક પરિવારો પ્રતિષ્ઠા ખરડાય નહીં તે કારણસર ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા.
બ્રિટિશ ઑર્ગેનિઝેશન ઑફ શીખ સ્ટુડન્ટ્‌સના પ્રમુખ રણજિતસિંઘે પણ આ વાત કબૂલી છે. બ્રિટનના હિંદુ ફોરમના સેક્રેટરી રમેશ કલ્લીદાઈએ જણાવ્યું છે કે શીખ - હિન્દુ પરિવારોની સેંકડો યુવતીઓને ડરાવીને, લલચાવીને મુસ્લિમ લવ-જિહાદીઓએ બરબાદ કરી નાંખી છે. બ્રિટનની પોલીસ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ મુસ્લિમ યુવકો દ્વારા થતા આક્રમક ધર્મપરિવર્તન (aggresive conversions)ની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અનેક યુવતીઓને બચાવી રહ્યા છે. એક શીખ સંગઠને બ્રિટનમાં આ અંગેની એક હેલ્પ-લાઇન પણ શરૂ કરી છે. તેમજ શીખ ગુરુદ્વારાઓમાં થતા મેળાવડામાં આ સમસ્યા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.
ઇઝરાયલમાં પણ લવ-જિહાદ ?
આપણને આશ્ર્ચર્ય થશે કે આરબ મુસ્લિમો સામે સતત સંઘર્ષ કરતા ઇઝરાયલમાં પણ લવ-જિહાદની પ્રવૃત્તિ શરૂ થઈ છે.
25 સપ્ટેમ્બર, 2009ના રોજ પ્રગટ થયેલ સમાચાર આ પ્રકારે હતા - 'Israeli drive to prevent Jewish girls dateing Arbas' ફોરેન કૉરસ્પૉન્ડેન્ટ જોનાયન કુક દ્વારા આ રીપોર્ટીંગ થયું હતું. આ સમાચાર મુજબ ઇઝરાયલમાં યહૂદી યુવતીઓ આરબ યુવકો સાથે ડેટીંગ માટે જવા માંડી છે અને તેને પરિણામે અનેક યહૂદી તરુણીઓ આરબ યુવકો સાથે ભાગીને લગ્ન કરી ઇસ્લામ અંગિકાર કરતી જોવા મળે છે. ઇઝરાયલમાં સિવિલ મેરેજ પર પ્રતિબંધ છે તેથી યહૂદી યુવતી અને આરબ યુવક લગ્ન કરવા માટે ઇઝરાયલ છોડી અન્ય દેશમાં ચાલ્યા જાય છે.
પેટેહ ટિક્વા શહેરના એક પ્રતિષ્ઠિત નાગરિક શ્રી હકાક જણાવે છે કે `રશિયન' યહૂદી યુવતીઓ કે જેમનાં માતપિતા છેલ્લાં વીસ વર્ષમાં સોવિયેત સંઘના પતન બાદ રશિયા છોડી ઇઝરાયલ આવ્યાં, આ પરિવારો આરબોની દ્ષ્ટિએ સાવ અસુરક્ષિત પાત્રો છે. આ રશિયન યહૂદી યુવતીઓ આરબ યુવકોનો આસાનીથી શિકાર બની જાય છે, કારણ કે આ રશિયન યહૂદી તરુણોને યહૂદી ધર્મનું ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત થયેલ નથી.
મોશે નામના એક સજ્જને જેરુસલેમ પોસ્ટ ન્યૂઝ પેપરને જણાવ્યું કે `છેલ્લાં 10 વર્ષમાં યિસગાટ ઝીવ નામના અમારા શહેરમાંથી 60 જેટલી યહૂદી યુવતીઓ પેલેસ્ટાઈનના વેસ્ટબેંકનાં ગામોમાં આરબ યુવકો સાથે ભાગી ગઈ છે અને અત્યારે તે ક્યાં છે તેનો કોઈ પત્તો નથી. તેથી આપણે યહૂદી તરુણીઓનો સંપર્ક કરી આરબ યુવકો સાથેના સંબંધોથી કેવી સમસ્યાઓ ઊભી થાય છે તેની ભયાનકતાથી તેમને વાકેફ કરવી જોઈએ.'
ઇઝરાયલ જાગે છે અને પગલાં લે છે
સન 2008માં દક્ષિણ ઇઝરાયલના કિરયાત ગાટ નામના શહેરમાં શાળાઓમાં વિશેષ પ્રકારના સંખ્યાબંધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં યહૂદી વિદ્યાર્થીઓને એક ટૂંકી વિડિયો ફિલ્મ બતાવવામાં આવતી જેનું ટાઇટલ 'sleeping with the enemy' - `શત્રુ સાથે શયન' - છે. આ ફિલ્મ દ્વારા એવો બોધપાઠ શીખવવામાં આવતો કે યહૂદી - આરબ દંપતી એ અકુદરતી ઘટના છે.
સન 2004માં સાફેદ નામના ગામમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યાં જેમાં યહૂદી યુવતીઓને ચેતવવામાં આવી કે આરબ યુવક સામેનો પ્રેમસંબંધ તમને નિર્દય મારઝૂડ, ડ્રગનો શિકાર, વેશ્યાવાડામાં કે ગુનાખોરીના જગતમાં લઈ જશે. સાફેદના મુખ્ય રબી (ધર્મગુરુ) સમ્યુઅલ ઇલિયાહુએ સ્થાનિક સમાચારપત્રને જણાવ્યું કે `યહૂદી તરુણીને ફોસલાવી ઉઠાવી જવાનું કામ એ આરબ જગતે છેડેલું એક નવા પ્રકારનું યુદ્ધ જ છે.' મોટાભાગના ઇઝરાયલી યહૂદીઓ માને છે કે યહૂદી - આરબ સંબંધો ઇઝરાયલ રાષ્ટ્રના યહૂદીપણા સામેનો મોટો પડકાર છે. સન 2007માં આ વિશે એક સંસ્થાએ યહૂદીઓનો જનમત જાણવાનો પ્રયત્ન કર્યો તો મોટા ભાગના યહૂદીઓ એવું માનતા દેખાયા કે યહૂદી-આરબ લગ્નને દેશદ્રોહ તરીકે (National treason) ગણાવો જોઈએ.
પીસગાટ ઝીવ નામના શહેરમાં યહૂદી યુવતીઓ અને આરબ યુવકોનાં છાનાંછપ્નાં મળવાનાં મિલનસ્થાનો પર ચાંપતી નજીર રાખી આવાં મિલનો રોકવા માટેની હિલચાલ યહૂદી યુવા સંગઠનો દ્વારા શરૂ થઈ છે.
કીરયાત ગાટ અને સાફેદ શહેરોમાં એક ધાર્મિક સંગઠનને `યહૂદી મહિલા બચાવો'ના નામે જાગરણ કાર્યક્રમો શરૂ કર્યા છે. ઇઝરાયેલમાં શરૂ થયેલી વેબસાઈટ પર મહિને સામાન્ય રીતે એક સો કૉલ મળે છે, જેમાં યહૂદી મહિલા અને આરબ યુવકના સંબંધોની વાત હોય છે. આ પ્રકારની માહિતી મળતાં જ આરબ વસતિમાં ફસાયેલી આ યહૂદી મહિલાને બચાવી લેવાનું મિલિટરી પ્રકારનું ઑપરેશન કરવામાં આવે છે. આ વેબસાઈટ કહે છે કે `અમારા માટે પ્રત્યેક યહૂદીઆત્મા અત્યંત કિંમતી છે. આમાંથી એક પણને ગુમાવવાનું અમને પાલવે તેમ નથી !

...અને આપણે ત્યાં પણ...
આપણને થાય છે કે આપણા દેશમાં ઇઝારાયલ જેવો સ્પિરિટ ક્યારે જાગશે ? અલબત્ત, આપણે પણ આ સમસ્યાથી ગભરાઈ, હાથ જોડીને બેસી રહ્યા નથી. હિંદુભાવ લઈને કામ કરતાં સંગઠનોના તાલમેલથી હિંદુ જાગરણ, હિંદુ સંગઠન અને હિંદુ બચાવની નોંધપાત્ર કામગીરી ચાલી રહી છે. હિંદુ હેલ્પલાઇન દ્વારા અનેક યુવતીઓને બચાવી લેવામાં આવી રહી છે. આ હિન્દુ હેલ્પલાઇન ભોગ બનેલ અનેક પરિવારોને તમામ પ્રકારની મદદ કરવા સદા તત્પર છે. આર્થિક સહયોગ, કાયદાકીય મદદ, યુવતીને માનસિક સારવાર, ગુંડાગર્દી સામે શક્તિપ્રયોગ આદિ અનેક રીતે મદદરૂપ થવાના પ્રયત્નો ચાલે છે.

આટલું અવશ્ય કરીએ

પરંતુ આ બાબતે સમાજના લોકો જાગે તે અતિ મહત્ત્વનું છે. વર્તમાન પરિસ્થિતિની માંગ છે કે (1) પ્રત્યેક પરિવાર આ પડકારને સમજે અને પોતાના સંતાનોને આ પ્રકારની ચાલતી ભયાનક પ્રવૃત્તિથી ચેતવે, (2) પોતાના પરિવારમાં હિંદુ ધર્મના સંસ્કાર મળે તથા હિંદુ ધર્મ પ્રત્યે, પોતાના દેવો અને ગ્રંથો માટે આસ્થા દ્ઢ થાય તેવું વાતાવરણ ઊભું કરે, (3) હિંદુ ધર્મ જગતના તમામ ધર્મો કરતાં સર્વ રીતે શ્રેષ્ઠ છે, વિશ્ર્વ-કલ્યાણકારી છે, વૈજ્ઞાનિક દ્ષ્ટિકોણવાળો, સતત સંશોધનશીલ અને માનવતાવાદી છે તેવો વિશ્ર્વાસ સંતાનોમાં જગાવે, (4) વાલીઓ પોતાનાં સંતાનો કયા મિત્રો સાથે ફરે છે, શું વાંચે છે, ક્યાં જાય છે, શું વિચારે છે આદિ ક્રિયાકલાપોને ધ્યાનથી જુએ અને યોગ્ય માર્ગદર્શન આપે. (5) આમ છતાં કોઈ અજુગતી ઘટના પરિવારમાં બને તો નીડર બની, કોઈની ધમકીને તાબે થયા સિવાય, હિંમતપૂર્વક હિંદુ સંગઠનોનો સાથ લઈ કાયદાના સહારે જવું જોઈએ. અલબત્ત રોગ થયા પછી ઉપચાર કરાવવાને બદલે રોગ જ ન થાય તેની કાળજી રાખીએ તો તે ઉત્તમ માર્ગ લેખાશે.
                                                                                                                                   Count....

No comments:

Post a Comment