Tuesday, September 9, 2014

જુઓ, અનોખી સડકની તસવીરો, જે બે દિવસમાં બે કલાક જ દેખાય છે

અનોખી સડકની તસવીરો, જે બે દિવસમાં બે કલાક જ દેખાય છે

ફ્રાન્સની અનોખી સડક પેસે ટૂ ગોડ્સ (Passage du Gois)

તસવીરમાં તમે ફ્રાસનો એક માર્ગ જોઈ રહ્યા છો જે બે દિવસમાં ફક્ત એક કે બે કલાક જ દેખાય છે. જ્યારે બાકીના સમયમાં ભરતીને કારણે તે પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. આ અનોખો રસ્તો મુખ્ય ભૂમિ સાથે ફ્રાન્સના એટલાન્ટિક સમુદ્રના કિનારા પાસે આવેલા નોઈસમોટીયર (Noirmoutier)ને જોડે છે.  માર્ગની કુલ લંબાઈ 4.5 કિમી છે. તેને પેસેજ ટૂ ગોઈસ (Passage du Gois) નામ અપાયું છે. ફ્રાન્સમાં ગોઈસનો અર્થ થાય છે બુટ ભીના કરવાની સાથે રસ્તા પર ચાલવું.  આ માર્ગને પ્રથમવાર 1701માં માનચિત્રમાં દર્શાવવામાં આવ્યો હતો.
 

4 મીટર ઊંડું પાણી

 
આ માર્ગ પરથી પસાર થવું જોખમી મનાય છે. આગળ તસવીરોમાં તમે જોઈ શકશો કે માર્ગમાં મોટા મોટા સાઈન બોર્ડ પણ મૂકાયેલા છે. એક કે બે કલાક રસ્તો સ્વચ્છ રહ્યાં પછી અચાનક પાણીની સપાટી વધી જાય છે અને ઊંડાઈ 1.3થી 4 મીટર જેટલી થઈ જાય છે.  રિપોર્ટ પ્રમાણે આ રસ્તા પર વર્ષમાં અનેક લોકો દુર્ઘનાનો ભોગ બને છે.
 

કેવી રીતે બન્યો રસ્તો

 
એક સમયે એકમાક્ષ હોડી જ અવરજવરનું સાધન હતું પરંતુ કેટલાક વર્ષો પછી બોરનેઉફ (Bourgneuf)ના અખાતમાં કાપ એકત્ર થતાં આ રસ્તો બની ગયો છે. 1840માં આ રસ્તા પરથી ઘોડા અને કારની પણ અવરજવર રહેતી હતી.
 

 ટૂર દી ફ્રાન્સનો પણ ભાગ હતો રસ્સો

 
1988 પછી આ રસ્તા પર અનોખી દોડનું આયોજન કરાય છે. ઉપરાંત 1999માં આ રસ્તાનો ટૂર દી ફ્ર્રાન્સ ( ફ્રાન્સની પ્રખ્યાત બાયસિકલ રેસ) માટે પણ ઉપયોગ કરાયો હતો.









No comments:

Post a Comment