Tuesday, September 9, 2014

આ 5 બોલરો ઉપર પણ લાગ્યા હતા શંકાસ્પદ બોલિંગના આરોપો


અજમલ જ નહી, આ 5 બોલરો ઉપર પણ લાગ્યા હતા શંકાસ્પદ બોલિંગના આરોપો

આઈસીસીએ વન-ડેના નંબર વન બોલર અને પાકિસ્તાનના ઓફ સ્પિનર સઈદ અજમલની બોલિંગ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. આઈસીસીના મુકેલા પ્રતિબંધના કારણે અજમલ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકશે નહી. ઉલ્લેખનિય છે કે અજમલની બોલિંગ એક્શન શરૂઆતથી જ વિવાદાસ્પદ રહી છે. ક્રિકેટમાં અજમલ જ નહી ભારતના હરભજન સિંહ અને શ્રીલંકાના દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધરની બોલિંગ એક્શનને પણ શંકાસ્પદ ગણવામાં આવી હતી. જોકે આ બધા બોલરોએ બોલિંગ સુધારી ફરી મેદાનમાં વાપસી કરી હતી.

સઈદ અજમલને બોલિંગ દરમિયાન 15 ડિગ્રીથી વધારે કોણી મોડવાનો આરોપ છે. આઈસીસીના નિયમ પ્રમાણે કોઈપણ બોલર બોલિંગ દરમિયાન 15 ડિગ્રી સુધી કોણીવાળી શકે નહી. આમ કરે તો બોલરની એક્શન શંકાસ્પદ ગણાય છે.

અજમલની બોલિંગને શંકાસ્પદ ગણાવી હોય તેવા પ્રથમ બનાવ નથી. આ પહેલા 2009માં તેની ઉપર શંકાસ્પદ બોલિંગ એક્શનનો આરોપ લાગ્યો હતો. ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સને ફીલ્ડ અમ્પાયર્સ અસદ રઉફ અને બિલી બાઉડેનને અજમલની એક્શનની ફરિયાદ કરી હતી.

હરભજન સિંહ


1998માં પ્રથમ વખત ભારતના સ્ટાર સ્પિનર હરભજન સિંહની બોલિંગ એક્શન ઉપર સવાલ ઉભા થયા હતા. જોકે ઇંગ્લેન્ડના ફ્રેડ ટિટમસે તેની બોલિંગ એક્શનને લીગલ ગણાવી હતી. 2004માં બાંગ્લાદેશ પ્રવાસમાં હરભજનના  ‘દૂસરા’ બોલ ઉપર સવાલો થયા હતા, પણ 2005માં આઈસીસીએ તેની એક્શનની ક્લીનચીટ આપી હતી.


મુથૈયા મુરલીધરન


શ્રીલંકાના આ દિગ્ગજ સ્પિનરનો જમણો હાથ જન્મથી જ ફોલ્ટ છે. કોણીના જોડમાં ફોલ્ટ હોવાના કારણે તેનો નિર્ધારિત સીમા કરકા વધારે એંગલ ઉપર વળતો હતો. આ કારણોસર તેનો ‘દૂસરા’બોલ હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયન અમ્પાયર ડેરિલ હેર તેના એક્શનને ગેરકાયદેસર ગણાવતા ઘણો વિવાદ થયો હતો.

શોએબ અખ્તર

2001માં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં અમ્પાયર ડગ કોવી અને સ્ટીવ ડ્યૂને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરની બોલિંગ એક્શનને શંકાસ્પદ ગણાવી હતી. જોકે બાદમાં તેને ક્લીનચીટ મળી હતી.

શોએબ મલિક

2001માંપાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકના ‘દૂસરા’ બોલ ઉપર સવાલો થયા હતા. પોતાની આ ખામીને દૂર કરવા માટે તેણે કોણીની સર્જરી કરાવી હતી. 2004માં આઈસીસીએ તેની ક્લીનચીટ આપી હતી.

 બ્રેટ લી

2005માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીની બોલિંગ એક્શન ઉપર સવાલો ઉઠ્યા હતા. વન-ડે શ્રેણી દરમિયાન તેણે સતત બિમર બોલ ફેંક્યા હતા, જેના કારણે તે શંકાના ઘેરામાં આવ્યો હતો. જોકે બાદમાં તેને ક્લીનચીટ મળી હતી.
              (courtacy ---Divya Bhaskar)

No comments:

Post a Comment