Thursday, November 20, 2014

Yazidis Of Iraqi Refugee Camps Calls Hindus Their Brothers

‘હિંદુ ભાઈઓ, અમારી છોકરીઓને ISથી બચાવો’ : યઝિદી


ધાર્મિક આતંકવાદનો ભોગ બનેલા ઈરાકમાં શાંતિ સ્થપાય એ હેતુથી સ્પિરિચ્યુલ લિડર શ્રી શ્રી રવિશંકર ઈરાકની મુલાકાતે જઈ રહ્યાં છે. ત્યારે ઈરાકમાં ફસાયેલા યઝિદીઓએ ભારત પાસે મદદની હાકલ કરી છે. ઈરાકના રેફ્યુજી કેમ્પ્સમાં આશરો લઈ રહેલા યઝિદીઓએ હિંદુઓને પોતાના ભાઈઓ ગણાવ્યા છે અને ઈસ્લામિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ બંધક બનાવેલી પોતાની સ્ત્રીઓને છોડાવવા મદદ માગી છે. આ અંગેની તસવીર ટ્વિટર પર ફરતી થઈ છે.

મહત્વપૂર્ણ છે કે ઈરાક અને સીરિયામાં કબજો જમાવી લીધા બાદ સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા અહીં વસતા લઘુમતિ યઝિદીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. અહીં સિંજાર ટાઉન પર આતંકીઓએ કબજો જમાવી અહીં વસતા યઝિદીઓનો નરસંહાર કર્યો હતો. ઈસ્લામિક આતંકીઓએ 500થી વધુ યઝિદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ નરસંહારથી બચવા માટે હજારોની સંખ્યામાં યઝિદીઓએ સિંજાર પર્વત પર આશ્રય મેળવ્યો હતો. પર્વત પર ભૂખ અને તરસને કારણે કેટલાય યઝિદીઓના મોત નિપજ્યાં હતાં. આ હુમલા દરમિયાન આતંકવાદીઓએ મોટી સંખ્યામાં યઝિદી સ્ત્રીઓને બંધક બનાવી લીધી હતી. જેને કાં તો આતંકીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. અથવા ઈસ્લામિક સ્ટેટમાં ચાલી રહેલા બ્રોથલહાઉસમાં ધકેલી દીધી હતી. ઈસ્લામિક સ્ટેટમાં સેક્સ સ્લેવ માર્કેટ યોજી આતંકીઓ દ્વારા યઝિદી સ્ત્રીઓની હરાજી પણ કરાઈ રહી છે.


કોણ છે યઝિદીઓ?


ઈરાકના કુર્દ નામે ઓળખાતા પહાડી વિસ્તારમાં યઝિદીઓ નામે ઓળખાતો સંપ્રદાય વસે છે. જે ઈસ્લામ, ખ્રિસ્તી અને પારસી ધર્મની વિશિષ્ટ પરંપરામાં માનતો સંપ્રદાય છે. ઈસ્લામની માફક તેઓ પણ પોતાને ઈમામના અનુયાયી ગણે છે પરંતુ તેમના ઈમામ સાત છે અને તે શિયાઓના ૧૨ ઈમામ કરતાં અલગ છે માટે તેઓ શિયા નથી ગણાતા. યઝિદીઓ પાંચ વખત નમાજ પઢવાના શરિયાને નથી સ્વિકારતા એટલે તેઓ સુન્ની પણ નથી ગણાતા. યઝિદીઓના ઈમામ શેખ ઈબ્ન અલ બસદ પણ માનવ જાતના કલ્યાણ માટે વધસ્તંભે જડાયા હતાં. પરંતુ તેમ છતા પણ તેઓ ખ્રિસ્તી નથી. મૃત્યુ પછી મૃતદેહના અગ્નિ સંસ્કાર કે દફનવિધી કરવાને તેઓ ગીધ જેવા પક્ષીઓને મૃતદેહ સોંપી દે છે. જોકે, એમ છતાં પણ તેઓ પારસી નથી.

શા માટે ઈસ્લામિક સ્ટેટ યઝિદીઓને મારવા માગે છે?


અત્યાર સુધી યઝિદીઓ 72 જેટલા નરસંહારનો ભોગ બની ચુક્યા છે. સિંજાર નરસંહાર એ 73મો હતો. યઝિદીઓ સામાન્ય રીતે રહસ્યમયી પંથ તરીકે ઓળખાય છે. તેમની માન્યતા અને ધર્મ મૌખિક પરંપરા પર આધારીત છે. યઝિદીઓને યઝિદી સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરવાની છૂટ નથી. જેને તેઓ એકદમ કડકપણે વળગી રહ્યાં છે. યઝિદી બનવા માટે એ ધર્મમાં જન્મ લેવો પડે છે. કારણે તે અંગિકાર કરી શકાતો નથી.
 
ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ માટે યઝિદીઓ શેતાનના પૂજક છે. અને એટલે જ તેનો નાશ થવો જોઈએ, એવું તેમનું માનવું છે. યઝિદીઓનું માનવું છે કે દુનિયામાં જે પણ કંઈ સારુ કે નરસુ ઘટે છે તે એક જ દિવ્ય ચમત્કારને આભારી છે. યઝિદીઓનો મુખ્ય દેવ મલક તવાઉસ છે. જેને એક મોર છે. યઝિદીઓના મતે તે ધરતીના રાજા છે. જોકે, ઈસ્લામિક આતંકીઓ મોરને શેતાન ગણી યઝિદીઓને શેતાનના પૂજક માની રહ્યાં છે.
હાલમાં દુનિયા આખીમાં યઝિદીઓની સંખ્યા 8 થી 10 લાખ હોવાનું માનવામાં આવે છે. તે દુનિયાના અલગ અલગ દેશોમાં પણ વસેલા છે. જે નીચે મુજબ છે....

ઈરાકમાં 6, 50, 000
- સીરિયામાં 50,000
- જર્મનીમાં 40,000
- રશિયામાં 40, 586
- અર્મેનિયામાં 35, 272
- જ્યોર્જિયામાં 20, 843
- સ્વિડનમાં 4, 000
યઝિદીઓનું ધાર્મિક પ્રતિક મોર(ડાબે), હિંદુઓના દેવ કાર્તિકેય (જમણે)

હિંદુઓ અને યઝિદીઓ


સામાન્ય રીતે ઇતિહાસમાં યઝિદીઓનો હિંદુ ધર્મ સાથે કોઈ સંબંધ હોવાના પુરાવા નથી મળતાં. જોકે, એમ છતાં પણ યઝિદીઓની ધાર્મિક માન્યતા કેટલાય અંશે હિંદુ ધર્મ સાથે મળતી આવે છે. તેઓ પણ સૂર્યના ઉપાસક છે. રોજ સવારે ઘરની બહાર નીકળતા યઝિદીઓ આકાશમાં સૂર્યને વંદન કરીને પછી જ પગ મૂકે છે. જે હિંદુઓમાં સામાન્ય ગણાય છે. યઝિદીઓ મોરના આકારના દિવડાને ચૂંબન કરે છે. જ્યારે હિંદુઓ શુભ પ્રસંગ દરમિયાન મોરના આકારના દિવડા પ્રગટાવે છે. યઝિદીઓના મંદિરઓ આકારમાં હિંદુ મંદિરોને મળતા આવે છે. યઝિદીઓમાં મોર ધાર્મિક પ્રતિક તરીકે સ્થાન પામેલો છે. જ્યારે હિંદુઓમાં શિવપુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. જેમનું વાહન મોર ગણાય છે. સૌથી મહત્વની વાત એ છે કે યઝિદીઓ મોરને આટલો પવિત્ર માનતા હોવા છતાં પણ એ તેમનું મૂળ વતન ગણાતા ઈરાક અને તેની આસાપાસ ક્યાંક મોર જોવા નથી મળતો. જે ભારતનું રાષ્ટ્રિય પક્ષી છે.

યઝિદીના પવિત્ર મંદિર લાલિશમાં ભારતીય પારપંરિક વસ્ત્રપરિધાનમાં દિપ પ્રાગટ્ય કરી રહેલી મહિલાનું ચિત્ર અંકિત થયેલું છે. લાલિશ મંદિર ખાતે પ્રવેશદ્વારમાં સાપનું પ્રતિક અંકિત થયેલું છે. જે સામાન્ય રીતે આરબ ટ્રાઈબ્સ કે મેસોપોટેમિયામાં ક્યાંય જોવા નથી મળતું. જોકે, સાપ એ હિંદુ ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે. એટલું જ નહીં, સુબ્રમણિયમ ભગવાન એ સાપના અવતાર હોવાનું માનવામાં આવે છે. યઝિદીના વધુ એક ધાર્મિક માન્યતામાં આરતી ઉતારવા જેવી વિધીને અનુસરવામાં આવે છે. હિંદુ ધર્મની જેમ યઝિદીઓ પણ પુનર્જન્મમાં માને છે. હિંદુઓને જેમ યઝિદીઓ પણ ઈશ્વરની હાથ જોડીને પ્રાર્થના કરે છે. હિંદુઓને જેમ યઝિદીઓ પણ તિલક કરે છે. એટલું જ નહીં, હિંદુઓના યજ્ઞને મળતી વીધિઓ પણ યઝિદીઓ કરે છે.

No comments:

Post a Comment