Friday, November 7, 2014

Google Nexus 6 Price In India and mobile features

ગૂગલ નેક્સસ 6ની ભારતીય કિંમતો જાહેર કરાઇ, જાણો  ફીચર્સ


 
ગયા મહિને ફોનને ગ્ગૂલોબલ ઇવેન્ગટમાં લોન્લચ કર્યા બાદ હવે કંપનીએ  નેક્સસ 6ની કિંમતોને ભારતમાં જાહેર કરી દીધી છે. આ સ્માર્ટફોનને કંપનીની સાઇટ પર લાવી દેવામાં આવ્યો છે. એનડીટીવીના એકસક્લુઝિવ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે કંપનીએ નેક્સસ 6ના 32 જીબી વેરિઅંટની કિંમત રૂ. 44000ની અને 64 જીબી વેરિઅંટની કિંમત રૂ. 49000ની રાખી છે. નેકસસ 6ને એન્ડ્રોઇડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લાવવામાં આવ્યો છે. 
 
કંપનીએ નેક્સસ 6ને બે કલર વેરિઅંટ મિડનાઇટ બ્લૂ અને ક્લાઉડ વ્હાઇટમાં લોન્ચ કર્યો છે. શિપિંગ દ્વારા ફોનને ભારતમાં ક્યારે લાવવામાં આવશે તે માટેની કોઇ જાણકારી હાલ સુધીમાં આપવામાં આવી નથી. પરંતુ કંપનીની સાઇટ પર પણ નેક્સસ 6ની કિંમતોને જાહેર કરી દેવામાં આવી છે.
 
કંપનીનું કહેવું છે કે નેક્સસ 6 હાલના એચટીસી વન એમ8, સોની એક્સપીરિયા ઝેડ3, સેમસંગ ગેલેક્સી નોટ 4, એલજી જી3ને ટક્કર આપી શકે છે. 
કંપનીના જણાવ્યા પ્રમાણે ગૂગલ નેક્સસ 6ને મોટોરોલા કંપનીએ બનાવ્યો છે જો નેક્સસ 6ના ડિસ્પ્લે રિઝોલ્યુશનની વાત કરવામાં આવે તો તેમાં 5.96 ઇંચનું QHD (1440x2560 pixels) ડિસ્પ્લે અને 493PPI આપવામાં આવ્યું છે. કંપનીએ પોતાના આ નવા ફોનમાં 2.7 જીએચઝેડનું ક્વાડકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 805 પ્રોસેસર આપ્યું છે, સાથે જ તેમાં 3 જીબીની રેમ પણ આપવામાં આવી છે. નેક્સસ 6ને 32 જીબી અને 64 જીબી એમ બે પ્રકારના ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં લાવવામાં આવ્યો છે. તેમાં 13 એમપી અને 2 એમપીનો રિઅર અને ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 
કંપનીએ નેક્સસ 6માં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. એટલે કે ફોન એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ વર્ઝન પર કામ કરે છે. તેના મટિરિયલ લૂક અને નવા ફીચર્સના કારણે તે યુઝર ફ્રેન્ડલી ગણી શકાય છે. ફોનમાં કંપનીએ 3220 એમએએચની બેટરી આપી છે. નેક્સસ 6ને 184 ગ્રામના વજનની સાથે 82.98 x 159.26 x 10.06mmમાં તૈયાર કરવામાં આવ્યો છે.

No comments:

Post a Comment