Friday, November 7, 2014

Inventors Who Were Killed By Their Inventions

જેમની શોધ જ બની તેમના મૃત્યુનું કારણ....


મૈરી ક્યૂરી


ફ્રેંચ-પોલિશ ભૌતિકશાસ્ત્રી અને કેમિસ્ટ (રસાયણવિજ્ઞાની) મૈરી ક્યૂરીને દુનિયા આજે પણ તેના સંશોધનને કારણે ઓળખે છે. 7 નવેમ્બર 1867માં જન્મેલી મૈરીએ રેડિયમ અને પોલોનિયમ તત્વોની શોધ કરી હતી. તેની સાથે તેમણે રેડિયોએક્ટિટીની થીયરી પણ આપી હતી. તે નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતી. ઉપરાંત તેઓ પ્રથમ મહિલા હતા જેમને બે નોબલ પુરસ્કાર મળ્યા હતા.
 
પ્રથમ મોબલ પુરસ્કાર તેમને ફિઝિક્સમાં સંયુક્ત રુપથી તેમના પતિ અને હેનરી બેક્કેરેલની સાથે મળ્યો હતો. જ્યારે બીજો નોબલ પુરસક્રા તેમને કેમેસ્ટ્રીમાં મળ્યો હતો. જે રેડિયમ અને પોલોનિયમની શોધ માટે તેઓ જાણીતા હતા, તે જ તેની મોતનું કારણ પણ બન્યા હતા. રેડિએશનના સંપર્કમાં આવવાથી મેરીને અપલાસ્ટિક એનીમિયાનો ભોગ બની હતી, જેના કારણે 4 જુલાઈ, 1934માં તેમનું મોત થયું હતું.
 
મેરીએ તેમનું મોટા ભાગનું કામ સુરક્ષા ઉપકરણ વગર કર્યું હતું. તે રેડિયોએક્ટિવ આઈસોટોપવાળી ટેસ્ટ ટ્યૂબ તેના ખીસ્સામાં અને ડેસ્કમાં રાખતી હતી. તેના કારણે થનારા રેડિએશનની અસર તના શરીર પર થઈ અને તેના કારણે તેનું મૃત્યું થયું. જોકે, મેરી એકલા એવી હસ્તી નથી, જેને પોતાના દ્વારા કરવામાં આવેલી શોધ જ તેની મોતનું કારણ બન્યું હોય. આવી શોધનું લિસ્ટ ઘણું લાંબુ છે.

ફ્રાંજ રેચેલ્ટ


ઓસ્ટ્રેલિયામાં જન્મેલ ફ્રેંચ સંશોધક ફ્રાંજ રેચેલ્ટે હંમેશા દરજીનું કામ કર્યું છે, પરંતુ તે નવરાશના સમયે વિમાનના પાયલોટ દ્વારા પહેરવામાં આવતું પેરાશૂટના સૂટની ડિઝાઇન કરવાનું કામ કરતા હતા. રેચેલ્ટે જ્યારે પોતાની ડિઝાઇન પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે વિમાન એક નવું જ સંશોધન હતું. પાયલોટની સુરક્ષા માટે મશીન જેવા ઉપાયો પર કામ ચાલી રહ્યું હતું. રેચેલ્ટના ડિઝાઇન કરવામાં આવેલ પેરાશુટનો પ્રથમ પ્રયોગ ડમી પર કરવામાં આવ્યો, જે લગભગ સફળ રહ્યો હતો. ત્યારબાદ એફિલ ટાવરના નીચેના માળે (187 ફુટ)તી પેરેશૂટ સાથે તેમણે કુદકો માર્યો અને ઊંચાઇ પરથી પડવાથી તેમનું તુરંત જ મૃત્યુ થયું હતું.

હેનરી સ્મોલિંસ્કી

હેનરી સ્મોલિંસ્કી એક પ્રશિક્ષિત ઇજનેર હતા, જેમણે વ્હીકલ ઇજનેરનું કામ કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. બજારમાં ફ્લાઇંગ કાર (ઉડતી કાર) લાવવા માટે તેમણે એક કંપની બનાવી. 1973માં કંપનીએ પ્રથમ પ્રોટોટાઇપ બનાવ્યો. સેસેના સ્કાઇ માસ્ટર એરપ્લેનના પાછળના ભાગને ફોર્ડ પિન્ટો કાર સાથે જોડવામાં આવ્યો. પાછળના ભાગને એવો બનાવવામાં આવ્યો જેને કાર સાથે જોડી અને હટાવી શકાય. 11 સપ્ટેમ્બર 1973માં તેઓ પાયલોટ હેરોલ્ડ બ્લેકની સાથે ટેસ્ટ ફ્લાઇટ પર ગયા અને ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી તેમનું મૃત્યું થયું હતું.

હોરેસ લોસન હનલે


હોરેસ લોસન હનલે પેશે એક વકીલ હતા અને લૂસિયાન સ્ટેટ લેજિસ્લેચર (રાજ્ય વિધાયિકા)ના સભ્ય હતા.ગૃહ યુદ્ધ સમયે તેમણે ત્રણ અલગ અલગ મોડલની સબમરીનની ડિઝાઇન કરવા અને તેનું નિર્માણ કરવામાં તેમણે મદદ કરી હતી. પ્રથમ બન્ને સબમરીન ડૂબી ગઈ અને 15 ઓક્ટોબર 1963માં ત્રીજી સબમરીન પણ ડુબી ગઈ. આ સબમરીનમાં હોરેસ પણ હતા અને તેમની સાથે સાત ક્રુ સભ્યો પણ હતા.

થોમસ મિગલે જેઆર

અમેરિકી મેકેનિકલ ઈજનેર અને કેમિસ્ટ થોમસ મિગલે તેમના કામ 'નો-નોક' એટલે કે સીસીયુક્ત પેટ્રોલ અને ગ્રીનહાઉસ ગેસ માટે જાણીતા છે. તેઓ દુનિયા એ જણાવવા માગતા હતા કે સીસાયુક્ત પેટ્રોલ (ગેસોલીન) સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તેના માટે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાના હાથ પર પેટ્રોલ છાંટી અને લગભગ 60 સેકન્ડ સુધી તેને શીશીથી સુંઘી. લોકોનું માનવું છે કે, તેમની મોત આ સીસેયુક્ત ગેસોલીનના કારણે થઈ હતી પરંતુ તેમનું મૃત્યુ બીજી શોધ દોરડા અને ગરગડી દ્વારા બનાવવામાં આવેલ સિસ્ટમથી થયું. તે તેમણે પોતાના પોલિયોગ્રસ્ત શરીરને સપોર્ટ આપવા માટે બનાવી હતી. 2 નવેમ્બર 1944માં તેમનું મૃત્યું તેમના દ્વારા બનાવેલ રોપ એન્ડ પુલિ સિસ્ટમમાં ફસાવાથી શ્વાસ રુંધાવાથી થયું હતું.

ઓટ્ટો લિલેનથાલ

ઓટ્ટો લિલેનથાલ ને એવિએશન ઇન્ડસ્ટ્રીઝ અગ્રણી હતા અને દુનિયા તેમને ગ્લાઇડર કિંગના નામે જાણે છે. તેઓ પ્રથમ એવી વ્યક્તિ હતા જેમણે સફળ ગ્લાઇડિંગ ફ્લાઇટ બનાવી હતી. તમામ દેશોના સમાચારપત્રો અને સામયિકોમાં તેમની ગ્લાઇડિંગની તસવીરો પ્રકાશિત થઈ હતી, જેને લોકો અને વિજ્ઞાનીઓને ખાસ પ્રભાવીત કર્યા હતા. તેની સાથે જ ગ્લાઇડિંગ અને ફ્લાઇંગ મશીનની સંભાવનાઓને હકીકતમાં બદલવાનું સ્વપ્ન બતાવ્યું. 9 ઓગસ્ટ 1896માં લિલેનથાલ 17 મીટરની ઉંચાઇ પર ઉડતા ગ્લાઇડિંગ ફ્લાઇટમાંથી પડવાથી બીજા દિવસે તેમનું મૃત્યું થયું હતું.

વૈલેરિયન અબાકોવસ્કી


ટ્રેન માટે ઝડપી એન્જિન એયરોવૈગનની શોધ કરનાર રુસ ના વૈલેરિયન અબાકોવસ્કીનું મૃત્યું પણ તેની શોધના કારણે જ થયું હતું. વૈલેરિયન જ્યારે આ એન્જિનની ટેસ્ટ રન કરતા હતા ત્યારે જ તે પાટા પરથી ઉથલી પડી હતી. આ દુર્ઘટનામાં વૈલેરિયન અને અન્ય પાંચ લોકોના મૃત્યુ થયા હતા. એરોવૈગેનમાં એરપ્લેનનું એન્જિન અને મોટર લાગેલા હતા. તેને સોવિયતના અધિકારીઓને મોસ્કો લાવવા અને લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ શોધ દરમિયાન અબાકોવસ્કીની ઉંમર માત્ર 26 વર્ષ હતી.

No comments:

Post a Comment