Wednesday, October 1, 2014

2 ઓક્ટોબર....ગાંધીજીનો કયો ઐતિહાસીક ફોટો ચલણી નોટો પર છવાઇ ગયો

જાણો ગાંધીજીનો કયો ઐતિહાસીક ફોટો ચલણી નોટો પર છવાઇ ગયો


2 ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મજયંતિ અને વિશ્વ અહિંસા દિવસ. એક વિશ્વવિખ્યાત મહાનુભાવ તરીકે સૌ તેમને યાદ કરે છે. જો કે એક બાબત એવી છે, જેના લીધે ગાંધી હંમેશા આપણા દેશમા સમાન્ય માણસથી વૈભવી લોકોની સાથે રહે છે. તે છે, ભારતની ચલણી નોટો. દરેક નોટ પર ગાંધીજીનું એક વોટરમાર્ક જોવા મળે છે, જે આપણી કરન્સી પરનો ટ્રેડમાર્ક ફોટો કહી શકાય. પણ એ પણ રસપ્રદ બની રહે કે આ ફોટો ખરેખર છે કયો ? ગાંધીજીના ઘણા ઐતિહાસિક ફોટા છે જે સરકારી ઇમારતોની દિવાલો થી લઇને લોકોના ઘરે જોવા મળે છે. પણ એ ફોટો કયો, જે હકીકતમાં આપણી ચલણી નોટો પર ઉપયોગમાં લેવામાં આવ્યો છે ?

અહીં એ ફોટો વિશે માહિતી આપવામાં આવી છે,  જે બાદમાં દેશની દરેક ચલણી નોટો પર આવ્યો અને એક ટ્રેડમાર્ક ફોટો બની ગયો. હકીકતમાં એ માત્ર પોર્ટેટ ફોટો નથી, પરંતુ ગાંધીજીનો સળંગ ફોટો છે, જેમાંથી માત્ર ગાંધીજીનો ચહેરો પોર્ટેટ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

આ છે તે ફોટો. ગાંધીજીએ તત્કાલિન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કાર્યરત ફ્રેડરીક પેથીક લોરેન્સ સાથે વાઇસરોય હાઉસમાં મુલાકાત કરી ત્યારની આ તસવીર છે. તેમાંથી ગાંધીજીનો ફોટો કઇ રીતે ઉપયોગમાં લેવાયો તે તસવીરમાં જોઇ શકાય છે.

વર્તમાન સમયમાં ભારતીય નોટો પર ગાંધીજીનું ચિત્ર હોય છે. તે પહેલા અશોક સ્તંભનો ફોટો રહેતો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 1996 બાદ આ નિર્ણય લઇને અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો મુકવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ અશોક સ્તંભની તસવીર નોટના ખુણામાં નીચે મુકી દેવામાં આવી હતી. અત્યારે રૂ. 5 થી લઇને 1000 સુધીની નોટમાં ગાંધીજીનો ફોટો જોવા મળે છે. તે પહેલા ઓક્ટોબર 1987માં જ્યારે પહેલી 500ની નોટ ચલણમાં આવી ત્યારે તેમાં ગાંધીજીનું વોટરમાર્ક મુકવામાં આવ્યુ હતુ. 1996 બાદ દરેક નોટમાં ગાધીજીનું વોટરમાર્ક પ્રવર્તમાન છે.

No comments:

Post a Comment