Thursday, October 2, 2014

બીજી ઓક્ટોબર.....લાલબહાદુર શાસ્ત્રી...જન્મ દિવસ

લાલબહાદુર શાસ્ત્રી

 ભારતના બીજા વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી આજે તો લગભગ ભૂલાઈ ગયા હોય એમ લાગે છે .

ગાંધી જયંતીના દિવસેજ એટલે કે બીજી ઓક્ટોબરે એમનો પણ જન્મ દિવસ આવે છે ,પરંતું આ દિવસે એમને કેટલા લોકો યાદ કરતા હશે ?


''અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.'' 

'નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.' શાસ્ત્રીએ જવાબ આપ્યો.

શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી. ગામની નદીને સામે કાંઠે યોજાયેલો મેળો જોઈને મિત્રો સાથે ઘરે ફરતી વેળાએ જ્યારે શાસ્ત્રીએ


પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પોતાનું ખિસ્સુ ખાલી જોઈને તેઓ ખુદ પણ ચક્તિ થઈ ગયાં હતાં. બધા મિત્રો નૌકામાં બેસી ગયા પણ શાસ્ત્રી ન બેઠા. પોતાની મજબૂરી સામે ન લાવતા શાસ્ત્રીએ મેળો જોઈને આવવાનું બહાનું કરી દીધું હતું. આખરે આત્મસમ્માનનો પ્રશ્ન જો હતો. 

તમામ મિત્રોના નદી પાર કર્યા બાદ શાસ્ત્રી તુરંત નદીમાં કુદી પડ્યાં અને તરવા લાગ્યાં. નદીમાં જોરદાર પૂર આવ્યું હતું અને તેને પાર કરવી ખુબ જ ખતરનાક હતી. તેમ છતાં પણ આ યુવાન કિનારે પહોંચી ગયો. એ સમયે સામાન્ય દેખાતો આ યુવાન બાદમાં એક અસાધારણ વ્યક્તિ બની ગયો. આ વ્યક્તિ એટલે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જેમનો આજે જન્મદિવસ છે.
***
મારા  જેવા ગરીબને આ સાડીઓ ન પોસાય !”
”વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે.શી કિંમત છે?”
 ”જી, આ આઠસોની છે, અને આ હજાર રૂપિયાની.”
 ”ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?”
“તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.”
 ”અરે ભાઇ, એ પણ કિંમતી ગણાય.કાંઇક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા
ગરીબને પોસાય !”
”વાહ સરકાર-એવું શું બોલોછો? આપ તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના?અને આ  સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.”
 ”ના, મારા ભાઇ, એ ભેટ હું ન લઇ શકું.”
 ” કેમ વળી?અમારા વડા પ્રધાનને કાંઇક ભેટ ધરવાનો શું અમને અધિકાર  નથી?”
”હું ભલે વડો પ્રધાન હોઉં,પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં.વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું.માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.”
 રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઇ. આખરે લાચાર થઇને એમ ને   સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના ગરીબ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જીએ પોતાના પરિવાર માટે જોઇતી સાડીઓ ખરીદ કરી !
અમૃત મોદી.
આઝાદી કી મશાલ //સંપાદક:મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ,ભાવનગર માંથી
——————————————- 
મર્યાદા તૂટી નહીં, ઔચિત્ય છૂટયું નહીં
રસોઈ ઘર ત્રીજા માળે અને તેમાં પાણીનો નળ ન હતો. પાણી નીચેના નળેથી ભરી લાવવું ૫ડતું. માતાજી જુના વિચારના હતા. તેઓ માનતા હતા કે વહુ હોય એ  કામ કરવા માટે તેથી તેઓ તેમ ને જ પાણી ભરવા મોકલતા . ૫તિ માટે આ કોઈ ધર્મસંકટથી ઓછું ન હતું. એક બાજુ મર્યાદા અને બીજી બાજુ કર્તવ્ય. ૫ત્ની ગર્ભવતી હતી.
તેમનાથી એ સહન થતું ન હતું કે ૫ત્ની આ સ્થિતિમાં પાણીનું માટલું માથા ઉ૫ર મૂકી એટલાં ૫ગથિયાં ચઢે. તે કોઈક રીતે ૫ત્ની પાસે પાણી લઈ આવવાનું બંધ કરાવવા માંગતા હતા. ૫ણ આ કામ એટલું સરળ ન હતું. એક બાજુ માતા હતી અને બીજી બાજુ પુત્ર નિર્માણમાં સંલગ્ન ૫ત્ની હતી. માતાને કાંઈક કહે તો મર્યાદા તૂટતી હતી. જાતે પાણી ભરી લાવે તો પોતાને ખરાબ લાગતું. આ સમસ્યાનો તેઓએ એવો ઉકેલ શોધ્યો કે માતા નારાજ ન થાય અને ૫ત્નીને કષ્ટ ના ૫ડે.
૫તિએ પોતાના નાહવાનો સમય એ નક્કી કર્યો જ્યારે ૫ત્ની પાણી લેવા માટે આવતી. માટલી જ્યારે ભરાતી તો તે તેને ચૂ૫ચા૫ ઉઠાવી લેતા. ૫ત્ની ના પાડતી તો તેઓ તેમને શાંત કરતા. તે તેમના દેવતાના મનોભાવો સમજી જતી. તે કશું કહેતી નહીં અને તેમની પાછળ પાછળ ૫ગથિયાં ચઢતી. જ્યારે તેઓ ત્રીજા માળે ૫હોંચતા અને એક બે ૫ગથિયાં બાકી રહેતા ત્યારે તેઓ માટલી ૫ત્નીના માથે મૂકી દેતા અને પોતે નહાવા માટે જતા રહેતા.
આવી સમજવાળા ૫તિ બીજું કોઈ નહીં ૫ણ ભારતરત્ન લાલબહાદૂર શાસ્ત્રી હતા, જેમણે રાષ્ટ્રીય અને કૌટુંબિક જવાબદારીઓ પૂરી નિષ્ઠા સાથે નિભાવી હતી. ૫ત્નીના સ્વાસ્થ્ય અને સુખ માટે તેઓ પૂરેપૂરું ધ્યાન રાખતા . તેઓ હંમેશા પોતાના કર્તવ્યો અને જવાબદારીઓ પ્રત્યે સતર્ક રહેતા હતા. આ તેમની સમજદારીનો ૫રિચય હતો કે તેઓએ કર્તવ્યનો નિર્વાહ ૫ણ કર્યો અને મર્યાદાઓનું ઉલ્લંઘન ૫ણ થવા ના દીધું. લલિતાજીએ તેઓની દેશસેવાની ભાવનાને સમજી તેમને પૂરેપૂરો સહકાર આપ્યો.
તંત્ર ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી આજે તો લગભગ ભૂલાઈ ગયા હોય એમ લાગે છે .
ગાંધી જયંતીના દિવસેજ એટલે કે બીજી ઓક્ટોબરે એમનો પણ જન્મ દિવસ આવે છે ,પરંતું આ દિવસે એમને કેટલા લોકો યાદ કરતા હશે ?
ઓક્ટોબર 1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાયના રામનગરમાં એક સામાન્ય કાયસ્થ પરિવારને ત્યાં તેમનો જન્મ થયો હતો. દોઢ વર્ષની ઉમરમાં તેમના પિતાના મૃત્યુ બાદ માતા રામદુલારી દેવી તેમને અને તેમની બે બહેનોને લઈને પોતાના પિયરે ચાલી આવી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ પૂરુ થયું. શાસ્ત્રીજી એટલા તેજસ્વી હતાં કે દસ વર્ષની ઉમરમાં જ છઠ્ઠા ધોરણમાં પાસ થઈ ગયાં હતાં. મુગલસરાયમાં સારી હાઈસ્કૂલ ન હોવાના કારણે તે બનારસ ચાલ્યાં આવ્યા અને હરિશચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા લાગ્યાં.

શાળાકિય જીવનમાં જ રાષ્ટ્રભક્તો અને શહીદો વિષે વાંચતા વાંચતા તેમણે સ્વતંત્રસંગ્રામના વિષયને વિસ્તારપૂર્વક જાણ્યો. એ દિવસોમાં જલિયાવાલા બાગની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનને ગતિ પકડી હતી અને શાસ્ત્રીજી તેનો એક ભાગ બની ગયાં.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસહયોગ આંદોલન ચાલ્યું તો તે તેમાં પણ જોડાઈ ગયાં. શાસ્ત્રીજી વસ્તુત: કાશી વિદ્યાપીઠથી શાસ્ત્રીની પરીક્ષા પાસ કરવાના કારણે શાસ્ત્રી કહેવાયા. વર્ષ 1925 માં તેમણે કાશી વિદ્યાપીઠમાં હિન્દી, અંગ્રેજીએ અને દર્શનશાસ્ત્રને લઈને સ્નાતકનો અભ્યાસ કર્યો.

16 મે 1928 ના રોજ શાસ્ત્રીજીના લગ્ન લલિતા દેવી સાથે થયાં. 1928 માં તે અલ્હાબાદ મ્યૂનિસિપલ બોર્ડના સભ્ય પદે ચૂંટાઈ આવ્યાં. 1929 માં લાહોર અધિવેશન બાદ અંગ્રેજો સાથે યોજાયેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહેવા પર જ્યારે શોલાપુરમાં તોડફોડ શરૂ થઈ તો અંગ્રેજી શાસને નિષેધાજ્ઞા લાગૂ કરી દીધી ત્યારે શાસ્ત્રીજી એ ત્યાં જવાનો નિર્ણય લઈ લીધો.

વર્ષ 1935 માં બ્રિટિશ સંસદ દ્વારા રજૂ કરેલા ભારત શાસન અધિનિયમ અનુસાર 1937 માં કોંગ્રેસે પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી અને લગભગ તમામ વિધાનસભાઓમાં મારે બહુમત પ્રાપ્ત કર્યો.


શાસ્ત્રીજી પણ જીતીને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સદસ્યતા પ્રાપ્ત કરી લીધી. 1947 માં સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં. તેમણે થોડા મહિનાઓ બાદ શાસ્ત્રીજીને મંત્રિપરિષદમાં પોલીસ અને પરિવહન મંત્રીના રૂપમાં શામેલ કરી દીધા.

મંત્રી બનવા છતાં પણ તેમના જીવનમાં સાદગી યથાવત રહી. તેમના પોશાકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું. 1950 માં ટંડનજીના ત્યાગ પત્ર બાદ શાસ્ત્રીજીને કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવી. શાસ્ત્રીજી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં અને રેલમંત્રી બન્યાં પરંતુ 1955 માં દક્ષિણ ભારતની એક રેલ દુર્ઘટનાની જવાબદારી લઈને તેમણે રાજીનામું આપી દીધું.

નેહરુના અવસાન બાદ 9 જૂન 1964 ના રોજ શાસ્ત્રીજીએ વડાપ્રધાન પદના સૌગંધ લીધા. ત્યાર બાદ 1965 ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ તાશકંદ સમજૂતિ દરમિયાન તેમના નિધન સુધીનો ઈતિહાસ અજ્ઞાત છે, કારણ કે, ત્યાર બાદ સરકારોએ તેના પરથી પડદો ઉચકવાનો કદી પ્રયત્ન જ ન કર્યો. 


લાલબહાદુર શાસ્ત્રી- 2 રેર વીડીઓ 

(Lal Bahadur Shastri Was Given Poison Exposed Rajiv Dixit)

No comments:

Post a Comment